ખબર

કોરોના પોઝિટિવ 15 માસની બાળકીએ ડોકટરને આપી ફ્લાઈંગ કિસ, વિડીયો થઇ રહ્યો છે વાયરલ

કોરોના વાયરસનો ખતરો દુનિયાભરમાં ફેલાયેલો છે, અને આ વાયરસ નાના મોટા કોઈને પણ પોતાની ચપેટમાં લઇ લે છે, કોરોના વાયરસ સંક્રમિત લોકોના અને કોરોના વોરિયર્સના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, ત્યારે હમણાં એક 15 માસની બાળકીનો પણ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં બાળકી ડોક્ટરને ફલાઇંગ કિસ આપી રહી છે.

Image Source

આ વિડીયો ચંદીગઢનો છે જ્યાં PGIMER હોસ્પિટલમાં દાખલ થયેલ એક 15 મહિનાની બાળકીનો વિડીયો વાયરલ થયો છે. ડોકટરને આ બાળકીએ કિસ આપી અને બાજુમાં રહેલી નર્સ સાથે હાથ પણ મિલાવ્યો છે.

આ વીડિયોમાં બાળકી સાથે જોવા મળેલા ડોક્ટર નરેન્દ્ર ત્યાગીના જણાવ્યા અનુસાર આ ઘટના 4મે રાત્રે 11:30 કલાકની છે. ડોકટર એ દિવસે નાઈટ શિફ્ટમાં હતા. વીડિયોમાં આ બાળકીની માતાનો અવાજ પણ સાંભળવા મળી રહ્યો છે. તેની માતાનો ટેસ્ટ કોરોના નેગેટિવ નીકળ્યો હતો.

આ વિડીયો વાયરલ થવાનું બીજું કારણ એ પણ છે કે નર્સીંગ ઓફિસર આ બાળકીની એકદમ નજીક ઉભી રહી છે અને હોસ્પિટલમા નર્સીંગ સ્ટાફ અને ડોક્ટરોને કોરોના દર્દીથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ વિડીયોને લોકો ખુબ વખાણી રહ્યા છે અને ડોકટર તેમજ બાળકીની પ્રસંશા કરી રહ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.