ભીખ માંગતા છોકરાને જ્યારે આ ભાઈએ ગાડીમાં બેસાડ્યો ત્યારે છલકાયું દર્દ, કહ્યું, “ગાડીને અડતા જ લોકો મા-બહેનની ગાળો બોલતા અને…” જુઓ વીડિયો

આપણા દેશમાં ભીખ માંગતા અને મજૂરી કરતા લોકોની હાલત ખુબ જ ખરાબ છે. તમે ઘણા એવા કિસ્સાઓ જોયા હશે જેમાં આવા લોકોને મોટા લોકો હડધૂત કરતા હોય છે. તેમની આસપાસ પણ ફરકવા નથી દેતા. ખાસ કરીને આવા નજર ટ્રાફિક સિગ્નલ પાસે જોવા મળતા હોય છે. જ્યાં સિગ્નલ બંધ થતા જ નાના બાળકો કેટલો સામાન લઈને વેચવા આવે છે તો કોઈ ભીખ માંગવા આવે છે અને કેટલાક ગાડીમાં બેઠેલા લોકો તેમને ધુત્કારી દેતા હોય છે.

હાલ એવી જ ઘટનાની આપવીતીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક બાળકનું દર્દ છલકાતું જોવા મળી રહ્યું છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોશો કે એક બાળક ટ્રાફિક સિગ્નલ પર ઊભું છે અને ત્યાં હાજર બે લોકોએ તેને પોતાની કારમાં બેસાડ્યો. આ પછી, તેણે તેને પૂછવાનું શરૂ કર્યું કે તું આવું કેમ કરે છે અથવા શું સમસ્યા છે. પછી તે બાળક તેની સમસ્યા કહેવાનું શરૂ કરે છે. તે તેમને કહે છે, ‘ભાઈ, હું કારને સ્પર્શ કરવા જઉં કે તરત જ તેઓ મને મારે છે. મારી સાથે ત્રણ વખત આવું બન્યું છે. મેં પેન લો તેમ કહ્યું કે તરત જ એક ભાઈએ મા-બહેનની ગાળો આપવાનું શરૂ કર્યું.

આ પછી કારમાં બેઠેલા બંને લોકોને આશ્ચર્ય થયું અને પૂછ્યું કે શું તે તમને મા-બહેનની ગાળો આપે છે ? ત્યારે તેણે કહ્યું કે હા ભાઈ તમે શું જાણો. બાળકે કહ્યું કે જે ભાઈ કાર ચલાવે છે તેણે મને ઠપકો આપ્યો, ત્યારથી હું માંગતો નથી. જ્યારે તે કારમાંથી ઉતરે છે, ત્યારે હું પૂછું છું. આ પછી ત્યાં હાજર એક વ્યક્તિએ કહ્યું કે તમે મારા પર વિશ્વાસ કરો છો ને? ત્યારે બાળક કહે છે કે હા ભાઈ હું તમારા પર વિશ્વાસ કરું છું.

 

View this post on Instagram

 

A post shared by funny videos (@funny_videoduet)

ઇન્ટરનેટ ઉપર આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ વીડિયોમાં આ બાળકનું દર્દ જોઈને ખુબ જ ભાવુક પણ થઇ રહ્યા છે. ઘણા લોકો આવા બાળકો અને આવા લોકો સાથે ખરાબ વ્યવહાર ના કરવાનું પણ કોમેન્ટમાં જણાવી રહ્યા છે. તો ઘણા લોકોએ આવા લોકોને બનતી મદદ કરવા માટે પણ અપીલ કરી છે.

Niraj Patel