ખબર

રાજકોટમાં TikTok વીડિયો બનાવવા મંદિરની મૂર્તિને મારી લાત, બેની ધરપકડ- નામ જાણીને હોંશ ઉડી જશે

ભારતમાં ટિક્ટોકને બંધ કરી દેવામાં આવ્યું છે પણ ઘણા લોકો પહેલા ટિક્ટોકના નશામાં ગમે તેવા વિડીયો બનાવતા હતા. આવો જ એક વિડીયો રાજકોટ નજીક શાપર- વેરાવળમાં એક વ્યક્તિએ બનાવ્યો જેના કારણે ઘણા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી. આ બાદ હવે આ મામલે માફી માંગી લીધી છે.

આ વીડિયોમાં યુવકે હિન્દી ગીત ‘ઇશ્ક હે’ ઉપર શિવમંદિરમાં એક્શન કરતો જોવા મળે છે. અને સિગારેટ પિતા પિતા શિવમંદિરના પટાંગણમાં રહેલા નંદીને લાત મારીને ઉખાડી નાખે છે ત્યારે બાદ એટલાથી સંતોષ ના આવતા તે વ્યક્તિ મંદિરના બંધ દરવાજાને પણ જોરથી લાત મારે છે. આ વિડીયો સામે આવતા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી અને તેમને પોલીસ ફરિયાદ કરી હતી જેના કારણે પોલીસે બે વ્યક્તિઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરીને ફરિયાદ નોંધી છે.

પોલીસે આ વિડીયો ક્લિપના આધારે વિડીયો બનાવનાર અને નંદીને લાત મારના બે વ્યક્તિઓ વિરુદ્ધ ગુન્હો નોંધી અને તેમની શોધખોળ હાથ ધરી છે. તેમની ઓળખ પણ પોલીસે મેળવી લીધી છે. જે શાપરમાં જ રહે છે અને તેમનું નામ જયેશ અને દિનેશ છે. લોકો પણ આવા કૃત્ય ઉપર રોષે ભરાયેલા છે.

પોલીસે યુવકની ધરપકડ કરી તેમની ખૂબ જ કડક પૂછપરછ કરી હતી.આ બાદ જયેશ દ્વારા મૂર્તિને લાત મારીને તોડી નાખવામાં આવી હતી એનુ સમારકામ કરીને અને મૂળ સ્થાને પુન:સ્થાપિત કરવામાં આવી હતી. જયેશનેઆ કૃત્ય કરવા બદલ ભગવાન શિવ પાસેથી માફી માંગવા પણ કહેવામાં આવ્યું હતું. તે પછી જયેશનો માફી માંગતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.