ખબર

રાજકોટમાં ભગવાન શિવજીના મંદિરમાં નંદીને લાત મારી ટિક્ટોક વિડીયો બનાવનાર બે લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ

ભારતમાં ટિક્ટોકને બંધ કરી દેવામાં આવ્યું છે પણ ઘણા લોકો પહેલા  ટિક્ટોકના નશામાં ગમે તેવા વિડીયો બનાવતા હતા, એવો જ એક વિડીયો રાજકોટ નજીક શાપર- વેરાવળમાં એક વ્યક્તિએ બનાવ્યો જેના કારણે ઘણા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ.

આ વીડિયોમાં યુવકે હિન્દી ગીત ઇશ્ક હે ઉપર શિવમંદિરમાં એક્શન કરતો જોવા મળે છે. અને સિગારેટ પિતા પિતા શિવમંદિરના પટાંગણમાં રહેલા નંદીને લાત મારીને ઉખાડી નાખે છે ત્યારે બાદ એટલાથી સંતોષ ના આવતા તે વ્યક્તિ મંદિરના બંધ દરવાજાને પણ જોરથી લાત મારે છે. આ વિડીયો સામે આવતા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી અને તેમને પોલીસ ફરિયાદ કરી હતી જેના કારણે પોલીસે બે વ્યક્તિઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરીને ફરિયાદ નોંધી છે.

પોલીસે આ વિડીયો ક્લિપના આધારે વિડીયો બનાવનાર અને નંદીને લાત મારના બે વ્યક્તિઓ વિરુદ્ધ ગુન્હો નોંધી અને તેમની શોધખોળ હાથ ધરી છે. તેમની ઓળખ પણ પોલીસે મેળવી લીધી છે. જે શાપરમાં જ રહે છે અને તેમનું નામ જયેશ ચુડાસમા અને દિનેશ મહિડા છે. લોકો પણ આવા કૃત્ય ઉપર રોષે ભરાયેલા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.