બોલિવુડના લવ બર્ડ્સ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા 7 ફેબ્રુઆરીએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. લગ્નના દિવસે કિયારા અને સિદ્ધાર્થે તેમાન ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી. જે બાદથી ચાહકો તેમના લગ્નની અને પ્રી વેડિંગ સેરેમનીની તસવીરોની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા.
ત્યારે હવે લગ્નના 3 દિવસ બાદ કિયારા અને સિદ્ધાર્થે લગ્નનો વીડિયો શેર કર્યો છે.સિદ્ધાર્થ અને કિયારાના ડ્રીમી વેડિંગનો વીડિયો સોશિયલ મીડિયા સામે આવતા જ વાયરલ થઇ ગયો છે. આ વીડિયોમાં કિયારા અડવાણીની એન્ટ્રીથી લઈને વરમાળા સુધીની ગ્લીમપ્સ જોઇ તમારુ પણ હૈયુ ભરાઇ આવશે.
કિયારા અડવાણીએ હાલમાં જ તેના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. વીડિયોની શરૂઆત કિયારાની એન્ટ્રીથી થાય છે, કિયારા ફૂલોની ચાદર નીચે એન્ટ્રી લે છે અને પછી ડાન્સ કરતી સિદ્ધાર્થ તરફ આગળ વધે છે.દુલ્હનની આ સ્ટાઈલ જોઈને સિદ્ધાર્થ હાથ તરફ ઈશારો કરીને કિયારાને કહે છે કે તેણે મોડુ કરી દીધુ છે.
વરરાજાની સ્ટાઈલ જોઈને કિયારા અડવાણી પણ હાથના ઈશારાથી તેના વખાણ કરી રહી છે. કિયારા અને સિદ્ધાર્થની આ સુંદર ક્ષણ કોઈનું પણ દિલ ચોરી શકે છે. કિયારા સ્ટેજ પર પહોંચતાની સાથે જ સિદ્ધાર્થ આગળ વધીને તેને ગળે લગાવે છે. વરમાળા સમયે જ્યારે કિયારા સિદ્ધાર્થના ગળામાં માળા પહેરાવે છે,ત્યારે પંજાબી મુંડા ગરદન નથી નમાવતો અને કિયારાને ચીડવે છે.
પણ બીજીવાર જ્યારે કિયારા સિદ્ધાર્થના ગળામાં વરમાળા પહેરાવા જાય છે ત્યારે તે કિયારા અડવાણી સામે માથું નમાવીને વરમાળા પહેરી લે છે. માળા પહેર્યા બાદ સિદ્ધાર્થ અને કિયારા લિપ પર કિસ કરતા પણ વીડિયોમાં જોવા મળે છે. સિદ્ધાર્થ કિયારાના લગ્નના આ વીડિયોના અંતે અભિનેત્રીની ભીની આંખો કહી રહી છે કે આ ક્ષણ તેના માટે કેટલી ખાસ હતી.
વીડિયોના બેકગ્રાઉન્ડમાં શેરશાહનું સુંદર ગીત ‘ઢોલા ની આયા’ એક અલગ સંસ્કરણમાં સંભળાય છે જેના બોલ છે ‘ઢોલા આયા’. સિદ્ધાર્થ કિયારાના લગ્નનો આ વીડિયો થોડી જ મિનિટો પહેલા પોસ્ટ કરાયો છે, જે વાયરલ થવા લાગ્યો છે. વીડિયોમાં બંને ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે અને એકબીજાને કોમ્પ્લિમેન્ટ આપતા જોવા મળે છે.
વીડિયો જોયા બાદ ફેન્સ ખૂબ જ ખુશ છે. ચાહકોનું કહેવું છે કે બંનેની જોડી સૌથી સુંદર લાગી રહી છે અને તેમને કોઇની નજર ના લાગે.જણાવી દઇએ કે, કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ પસંદ કરાયેલ બની ગઇ છે.
આ પહેલા કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નના ફોટોને સૌથી વધુ લાઈક્સ મળી હતી. કિયારા-સિદ્ધાર્થના ફોટોને 23 મિલિયન લાઇક્સ મળી છે જ્યારે કેટરીના-વિકીને 20.4 મિલિયન લાઇક્સ મળી છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની તસવીરોને 13.19 મિલિયન લાઇક્સ મળી છે.
View this post on Instagram