રાજસ્થાની વ્યંજનથી લઇને ક્લાસિક અવધી અને શાહી રાજપૂતાના ફૂડ સુધી, જુઓ કિયારા-સિદ્ધાર્થના લગ્નના ભોજનનું સ્પેશિયલ મેનૂ

લજીઝ ફૂડના 50 સ્ટોલ, 10 દેશોની 100થી વધારે ડિશ, જોધપુરી સૂટમાં પીરસશે ડિશો, જુઓ તસવીરો

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી આજે હંમેશા માટે એકબીજાના થઇ જશે. જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં કપલ સાત ફેરા લેશે. તેમના લગ્ન સાધારણ રીતે ન થઇને બિગ ફેટ ઇન્ડિયન વેડિંગ થશે, જેમાં એકથી એક શાહી વ્યંજન પીરસવામાં આવશે. સિદ્ધાર્થ-કિયારાના લગ્નમાં સામેલ થવા માટે ઘણી નામી હસ્તિઓ પહોંચી ચૂકી છે. કપલના પ્રી-વેડિંગ ફંક્શન લગભગ પૂરા થઇ ગયા છે. બસ હવે શાહી લગ્નની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

બોલિવુડ વેડિંગ જેટલી ગ્રાન્ડ હોય છે, તેટલા જ લગ્નમાં પીરસવામાં આવતા વ્યંજન પણ લેવિશ હોય છે. એક રીપોર્ટ અનુસાર, સિદ્ધાર્થ-કિયારાના લગ્નમાં ટ્રેડિશનલ ફૂડથી લઇને ઇટાલિયન ફૂડ સુધી અલગ અલગ જાતના શાહી વ્યંજન સર્વ કરવામાં આવશે. કથિત રીતે કિયારા અને સિદ્ધાર્થ લોકલ કલ્ચર પર હાઇલાઇટ્સ નાખતા એક ટિપિકલ કાર્નિવલ જેવું સેલિબ્રેશન હોસ્ટ કરી રહ્યા છે. બોલિવુડ લાઇફના એક રીપોર્ટ અનુસાર, ફૂડ મેન્યુ રાજસ્થાની ડિશથી ભરેલુ છે.

રીપોર્ટમાં આગળ ખુલાસો કરવામાં આવ્યો છે કે આઠ પ્રકારના ચૂરમા અને પાંચ પ્રકારની દાલ બાટી સાથે બેસ્ટ દાલ બાટી ચૂરમા હશે. ગેસ્ટ ક્લાસિક અવધી અને શાહી રાજપુતાના ફૂડનો પણ આનંદ લઇ શકશે. આ સાથે જ પોપ્યુલર રાજસ્થાની અને પંજાબી વિંટર સ્પેશિયલ ડિશ સર્વ કરવામાં આવશે. લગ્નના મેન્યુમાં અલગ અલગ ફ્લેવર માટે ચાઇનીઝ, ઇટાલિયન, થાઇ અને કોરિયન ડીશ પણ હશે. મીઠાઇઓ જ કમસેકમ 20 અલગ અલગ જાતની હશે.

લગ્નમાં જે ભોજન તૈયાર કરવામાં આવ્યુ છે તે એક-બે દેશોનું નહીં પરંતુ 10 દેશોનું છે. 10 દેશોના સ્પેશિયલ ફૂડ માટે 50 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે અને આ 50 સ્ટોલ પર 500થી વધુ વેઈટર સફેદ જોધપુરી પોશાકમાં જોવા મળશે. સફેદ જોધપુરી સૂટ પહેરેલા વેઈટર મહેમાનોને ભોજન પીરસતા જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે બોલિવૂડ સ્ટાર્સની પહેલી પસંદ ડીજે ગણેશ પણ જેસલમેર પહોંચી ગયો છે. સંગીતના આયોજનની તમામ જવાબદારી ડીજે ગણેશને આપવામાં આવી છે.

ગણેશ અગાઉ પણ મુંબઈમાં 30થી વધુ શાહી લગ્નોના આયોજક છે. તેણે થોડા સમય પહેલા કરણ જોહરની બર્થડે પાર્ટીને પણ યાદગાર બનાવી હતી. રિચા ચઢ્ઢા અને ફૈઝલ ખાનના લગ્ન હોય કે ઈશા અંબાણીના લગ્ન હોય, ડીજે ગણેશે તમામ લગ્નોમાં હાજરી આપી છે. લેડીઝ સંગીતમાં હરિ અને સુખમણિનું રોક બેન્ડ પણ રજૂ કરવામાં આવશે. આ લાઇવ રોક બેન્ડે ઘણા દેશોમાં પ્રદર્શન કર્યું છે અને માત્ર મોટી ઇવેન્ટ્સને અનુસરે છે. તેના લવજામાને ચાર અલગ-અલગ ટ્રકમાં જેસલમેર લઈ જવામાં આવ્યા છે.

કિયારા અડવાણીના ભાઈ મિશાલ અડવાણીએ પણ તેની બહેનને સરપ્રાઈઝ આપવા માટે એક ખાસ ગીત તૈયાર કર્યું છે. તે તેની બહેન અને ભાવિ જીજાજીને સિદ્ધાર્થને સમર્પિત કરવામાં આવશે. જણાવી દઇએ કે, બોલિવૂડના સૌથી સુંદર કપલમાં ગણાતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી આજે લગ્નના બંધનમાં બંધાઇ જશે. સિદ-કિયારાનો પ્રેમ અને ફિલ્મ ‘શેરશાહ’ની અધૂરી લવસ્ટોરી રિયલ લાઈફમાં પૂરી થવા જઈ રહી છે. સિદ્ધાર્થ-કિયારાના શાહી લગ્નમાં બિઝનેસમેનથી લઈને બોલિવૂડના ઘણા સ્ટાર્સ પહોંચ્યા છે.

સૂર્યગઢ પેલેસમાં એક રૂમનો એક રાત માટેનો ખર્ચ લગભગ 1.5 લાખ રૂપિયા છે. સિદ્ધાર્થ-કિયારાએ તેમના મહેમાનો માટે મહેલના 84 રૂમ બુક કરાવ્યા છે. મહેલમાં રહેવાની સાથે મહેમાનોના આરામ માટે પણ સંપૂર્ણ વ્યવસ્થા છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

અહીંના લક્ઝુરિયસ રૂમમાં મહેમાનોને સ્પાની સુવિધા પણ આપવામાં આવે છે. એટલે કે મહેમાનો લગ્નની મજા અને ઉમંગ વચ્ચે આરામ કરી શકશે. મહેમાનોને જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં ડેઝર્ટ સફારી પર જવાનો મોકો પણ મળશે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

એવું કહેવાઇ રહ્યુ છે કે, આ કપલનો હનીમૂન પર જવાનો અત્યારે કોઈ પ્લાન નથી. લગ્ન બાદ પરિવાર દ્વારા ધાર્મિક વિધિઓ પૂર્ણ કરવામાં આવશે. અને અહેવાલ અનુસાર મુંબઈમાં 12 ફેબ્રુઆરીએ સિદ્ધાર્થ-કિયારાના લગ્નનું રિસેપ્શન યોજાશે જેમાં બોલિવુડની ઘણી હસ્તિઓ પહોંચે તેવી શક્યતા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina