કિયારા અડવાણીએ લગાવ્યો બોલ્ડનેસનો તડકો, દિલ થામીને જુઓ આ અંદાજ

સુપરહિટ ફિલ્મ શેરશાહની આ સંસ્કારી હિરોઈને ચડાવી દીધો ગરમીનો પારો- જુઓ PHOTOS

બોલિવુડની ખૂબસુરત અદાકારા કિયારા અડવાણીએ તેના અભિનયથી ચાહકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે. કિયારાના બધા અંદાજને ચાહકો પસંદ કરે છે. ખાસ કરીને તો “કબીર સિંહ”માં નજર આવેલી સીધી સાદી પ્રીતિ ચાહકોના દિલમાં વસી ગઇ છે.

આ દિવસોમાં કિયારા ફિલ્મ “શેરશાહ”માં તેની અને સિદ્ધાર્થની કેમેસ્ટ્રીને લઇને ચર્ચામાં છે. તેણે હાલમાં જ ફોટોશૂટ કરાવ્યુ છે, જે ખૂબ વાયરલ થઇ રહ્યુ છે. તેણે તેની કેટલીક તસવીર શેર કરી છે અને આ સાથે જ એક મોશન વીડિયો પણ શેર કર્યો છે. તસવીરોમાં તે વ્હાઇટ અને ગ્રીન આઉટફિટમાં જોવા મળી રહી છે. ચાહકો તેના લુકની પ્રશંસા કરતા થાકી રહ્યા નથી.

કિયારાએ ગ્રીન અને વ્હાઇટ પ્રિટવાળી પેંટ અને સાથે મેચિંગ ક્રોપ ટોપ પહેર્યુ છે. આ સાથે તેણે ગળામાં ગોલ્ડ ચેન પહેરી છે અને વાળને ખુલ્લા રાખ્યા છે. કિયારાની આ તસવીર પર તો ચાહકો ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે અને અભિનેત્રીની પ્રશંસા પણ કરી રહ્યા છે.

“કબીર સિંહ” અને “શેરશાહ” જેવી હિટ ફિલ્મો આપનારી અભિનેત્રી કિયારા અડવાણી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ઘણીવાર તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. કિયારાની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ ઘણી સારી છે. કિયારાના ઇન્સ્ટાગ્રામ પર 20.4 મિલિયન ફોલોઅર્સ છે.

કિયારાની થોડા સમય પહેલા જ ફિલ્મ “શેરશાહ” રીલિઝ થઇ હતી. આ ફિલ્મમાં તેની સાથે સિદ્ધાર્થ પણ હતા. આ ફિલ્મમાં કિયારાના અભિનયની ખૂબ પ્રશંસા થઇ હતી. કિયારાએ શેરશાહમાં ડિંપલ ચીમાનું પાત્ર નિભાવ્યુ હતુ. શેરશાહ બાદ હવે કિયારા તેની અપકમિંગ ફિલ્મ “ભૂલભૂલૈયા-2″ના શુટિંગમાં વ્યસ્ત છે.

બોલિવુડ અભિનેત્રી કિયારા અડવાણી તેના ગ્લેમરસ ફોટોશૂટથી ચાહકોનું દિલ ધડકાવતી રહે છે. કિયારા અડવાણી કયારેક તેના ફોટોશૂટને લઇને તો કયારેક સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે તેના કનેક્શનને લઇને ચર્ચામાં રહે છે. જો કે, અભિનેત્રી પહેલાથી જ તેના રિલેશનશિપને લઇને ચૂપ રહી છે.

તમને જણાવી દઇએ કે, સિદ્ધાર્થ અને કિયારાને માલદીવમાં વેકેશન એન્જોય કરતા સ્પોટ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ એક ઇન્ટરવ્યુમાં કિયારાએ ઇનડાયરેક્ટ રીતે સિદ્ધાર્થને ડેટ કરવાની વાત કબૂલ કરી હતી. “કબીર સિંહ” ફિલ્મે કિયારા અડવાણીને બોલિવુડમાં એક નવી ઓળખ આપી છે. જો કે, કિયારા આ પહેલા પણ કેટલીક ફિલ્મો કરી ચૂકી હતી.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani)

Shah Jina