સ્ટાઇલમાં નંબર 1 અભિનેત્રી છે શેરશાહની કિયારા, રાખે છે લાખો રૂપિયાની બેગ અને હજારોની હિલ્સ- કિંમત જાણીને પગ નીચેથી જમીન ખસી જશે
બોલિવુડ અભિનેત્રી કિયારા અડવાણીએ ઘણા ઓછા સમયમાં તેની એક મોટી છાપ છોડી છે. તે તેના શાનદાર અભિનય ઉપરાંત તેના કમાલના સ્ટાઇલ સ્ટેટમેંટ માટે પણ જાણિતી છે. જીમ લુકથી લઇ એરપોર્ટ લુક સુધી, સમર ડ્રેસેસથી લઇને કેઝ્યુઅલ આઉટિંગ્સ અને ગ્લેમરસ ગાઉનથી લઇને હેવી એથનિક વેર તે બધા આઉટફિટને ગ્રેસ અને કોન્ફિડન્સ સાથે કેરી કરે છે. પરંતુ શું તમે જાણો છો કે કિયારાએ એ સમયે બધાને હેરાન કરી દીધા હતા જયારે તે 3 હજાર રૂપિયાના ડ્રેસ સાથે લાખોનું પર્સ લઇ સ્પોટ થઇ હતી.
કિયારા પોતાના 27માં જન્મદિવસ પર જારા લેવલની ડિઝાઇન કરેલી શિમરી A લાઇન ડ્રેસમાં નજર આવી હતી, જેની કિંમત માત્ર 3000 રૂપિયા હતી. મિનિમલ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે તેણે તેના આ લુકને કંપલીટ કર્યો હતો. કિયારાએ તેની વ્હાઇટ બ્રાલેટ સાથે એ લાઇન સ્કર્ટને ચેનલ બ્રાંડના ગોલ્ડન અને પર્લ ડિટેલિંગ વાળા ક્રોસબોડી બેદ સાથે સ્ટાઇલ કરી હતી, જેની કિંમત લગભગ 3 લાખ 23 હજાર 584 રૂપિયા છે.
કિયારાએ 2014માં આવેલી ફિલ્મ ફગલીથી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. ત્યારથી લઇને આજ સુધી તેણે સુપરહિટ ફિલ્મમાં કામ ક્રયુ છે. તેમાં કબીર સિંહ, શેરશાહ અને એમએસ ધોની ધી અનટોલ્ડ સ્ટોરી સામેલ છે. કિયારાની કુલ સંપત્તિ 23 કરોડ છે. તે એક ફિલ્મ કરવાના 3-4 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. કિયારાને લગ્ઝરી અને મોંઘી વસ્તુઓનો ઘણો શોખ છે.
કિયારાને થોડા સમય પહેલા જ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તેણે Gucci ની ટી શર્ટ પહેરી હતી, જેની કિંમત લગભગ 52 હજાર રૂપિયા હતી.
કબીર સિંહની પ્રીતિને મુંબઇમાં એકવાર Gucci ના એક વ્હાઇટ શૂઝમાં સ્પોટ કરવામાં આવી હતી. આની કિંમત લગભગ 46 હજાર રૂપિયા હતી.
કિયારાનો એરપોર્ટ લુક હંમેશા ચર્ચામાં રહે છે. તેણે એકવાર Balenciaga નો વ્હાઇટ સ્વેટશર્ટ પહેર્યો હતો. આની કિંમત 62 હજાર રૂપિયા કહેવામાં આવી રહી છે. કિયારાની ફેશન સેંસ ખરેખર ઘણી કુલ છે.
Burberry નુું જેકેટ ઘણુ મોંઘુ હોય છે. કિયારાને પણ આ બ્રાંડ પસંદ છે. તેણે જે બ્લેક કલરનું જેકેટ પહેર્યુ હતુ, તેની કિંમત 1 લાખ રૂપિયા જણાવાવમાં આવી રહી છે.
ફિલ્મ ગુડ ન્યુઝના પ્રમોશન દરમિયાન એક ઇવેન્ટમાં જતા સમયે કિયારાએ Prada sneaker હીલ્સ પહેરી હતી. આની કિંમત 50 હજાર રૂપિયા હતી.