Audi A8Lની માલકીન બની કિયારા અડવાણી, કિંમત જાણીને રાત્રે ઉંઘી નહિ શકો
બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીની પ્રોફેશનલ લાઈફ સફળતાનાં શિખરને પહોંચી રહી છે સાથે અભિનેત્રીની પર્સનલ લાઈફ પણ સફળ થઇ રહી છે. કિયારા અડવાણી બોલિવૂડની ઉભરતી અભિનેત્રી છે. તે આજે એ મુકામ પર છે જ્યાં તે પોતાની ઈચ્છાઓ જાતે પુરી શકે. કિયારાને પણ બીજા સેલેબ્સની જેમ લક્ઝરી ગાડીઓનો શોખ છે.
અભિનેત્રીએ તેના કાર કલેક્શનમાં એક નવી ગાડી ઉમેરી દીધી છે. અભિનેત્રીએ હમણાં જ કરોડો રૂપિયાની એક લક્ઝરી ગાડી ખરીદી છે જેનાથી અભિનેત્રી ખુબ ખુશ છે. કિયારા 15 ડિસેમ્બરે બ્રાન્ડ ન્યૂ ઓડી A8L લકઝરી સેડાનની માલકીન બની ગઈ છે.
ઓડીનું આ એડિશન ગયા વર્ષે ઇન્ડિયન માર્કેટમાં આવ્યું હતું. આની શરૂઆતની કિંમત લગભગ 1.56 કરોડ રૂપિયા છે જે તેની એક્સ શોરૂમની કિંમત છે. આ વાતની જાણકારી ઓડી ઇન્ડિયાએ આપી હતી. ઓડી ઇન્ડિયા તરફથી 15 ડિસેમ્બરે આ ખબર ટ્વિટર પર પોસ્ટ શેર કરીને આપી હતી. ઓડી ઇન્ડિયાએ પોસ્ટમાં લખ્યું હતું કે,’પ્રગતિ અને રચનાત્મકતા સાથે-સાથે ચાલી હોય છે. અમને કિયારા અડવાણીનું સ્વાગત કરતા ખુબ જ ખુશી થઇ રહી છે.
કિયારા 1.56 કરોડ રૂપિયાની ભારી ભરખમ કિંમત પર તેની નવી ગાડી ઘરે લાવી છે. કિયારાની આ ત્રીજી સૌથી મોંઘી ગાડી છે. અભિનેત્રીના લક્ઝરી કર કલેક્શનમાં BMW X5, મર્સીડીઝ બેન્ઝ E ક્લાસ અને BMW 530D મોજુદ છે. અભિનેત્રીની તે ગાડીઓ પણ ખુબ જ મોંઘી છે. કિયારા પહેલા પણ કરણ જોહરે ઓગસ્ટમાં ‘Audi A8L’ ખરીદી હતી. હવે બંને સેલેબ્સ ઓડીના આ નવા એડિશનના માલિક બની ગયા છે.
કિયારાએ વર્ષ 2014માં ફિલ્મ ‘ફગલી’થી અભિનયમાં ડેબ્યુ કર્યું હતું પરંતુ 2016માં આવેલી ફિલ્મ ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’એ તેની કિસ્મત બદલીને મૂકી દીધી હતી,. તેના પછી કિયારાએ ક્યારેય પાછળ ફરીને નથી જોયું. ડેબ્યુથી લઈને અત્યાર સુધી કિયારાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લગભગ 7-8 વર્ષ થયા છે અને અટાયર સુધી અંદાજિત 14 ફિલ્મોમાં કામ કરી ચુકી છે. તેમાંથી વધારે પડતી ફિલ્મો હિટ રહી હતી. જણાવી દઈએ કે અભિનેત્રિ છેલ્લે ફિલ્મ ‘શેરશાહ’માં તેના શાનદાર અભિનય કરતી જોવા મળી હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વરુણ ધવન અને કિયારા અડવાણી જલ્દી ફિલ્મ ‘જુગ જુગ જીયો’માં જોવા મળશે જેની શૂટિંગ તેમણે ઓગસ્ટમાં ફરીથી શરુ કરી દીધી છે. ફિલ્મના સેટ પર કલાકારોએ ખુબ મસ્તી કરી હતી. આગળના મહિને અભિનેત્રીએ ફિલ્મના સેટથી એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં અભિનેત્રી તેના કો-સ્ટારની સાથે મસ્તી કરતી નજર આવી હતી. આ સિવાય કિયારા મ્યુઝિક વીડિયો ‘લવર’ પર ડાન્સ કરતી નજર આવી હતી. તેના સિવાય અભિનેત્રી ‘ભૂલ ભુલૈયા 2,’ગોવિંદા નામ મેરા’,અને ‘RC15’માં નજર આવશે.
Progress and creativity go hand in hand. We’re happy to welcome @advani_kiara to the Audi experience.#FutureIsAnAttitude #AudiA8L pic.twitter.com/CuGimQDJok
— Audi India (@AudiIN) December 15, 2021