ખબર

થોડી જ મિનિટોમાં નવી કારની ખુશી થઇ ગઈ ગાયબ, શો રૂમમાં જ થઇ દુર્ઘટનાગ્રસ્ત-જુઓ વિડીયો

આજે બધા લોકોને પોતાની કાર ખરીદવાની ઈચ્છા ધરાવે છે. આ કાર ખરીદવા માટે લોકોને ઘણા કામ કરવા પડે છે. જેમાં પૈસાનું પ્લાનિંગ કરવું, કંઈ કાર લેવી તે અંગેની પુછપરછ કરવી વગેરે. કાર ખરીદવાની ખુશી તો બધા લોકો માટે હોય છે. કાર ખરીદવા વાળાઓએ તેની નવી કારને લઈને થોડા સાવચેત રહે છે. પરંતુ નવી કારની ખુશી જયારે ઘરે કાર પહોંચતા પહેલા જ ચાલી જાય તો તો થોડું દુઃખ થાય. આવું જ કંઈક કાર માલિક સાથે થયું હતું.

Image source

કોરોનાને કારણે કંપનીઓ લોકોના ઘરે કાર ડિલિવરીનો વિકલ્પ આપી રહી છે. પરંતુ કારની ખુશી માલિકને શોરૂમ સુધી ખેંચી આવી હતી. માલિક પોતે તેની કાર લેવા શોરૂમમાં પહોંચ્યો. પરંતુ દુર્ભાગ્યવશ વાહન શોરૂમ પર જ દુર્ઘટનાગ્રસ્ત થઇ થયું હતું.
કિયા મોટર્સના શોરૂમનો એક આવો જ વીડિયો સામે આવ્યો છે. આ વિડીયોમાં એમપીવી કાર્નિવલ સંપૂર્ણ રીતે શોરૂમમાંથી બહાર નીકળી શકી નહીં અને દીવાલ સાથે ટકરાઈ ગઈ હતી.

Image source

વીડિયોમાં જોઈ શકાય છે કે, શોરૂમનો કર્મચારી નવી કિયા કાર્નિવલના માલિકને ડ્રાઇવિંગ અંગેનું કહી રહ્યો છે. તરત જ કાર્નિવલ ડ્રાઇવર કારને એક્સલેટ કરે છે તેવી જ કાર દીવાલ સાથે ટકરાઈ જાય છે.
જોતા એવું લાગી રહ્યું છે કે, કિયા કાર્નિવલના ડ્રાઇવરને ઓટોમેટીક ગિયરબોક્સવાળી કાર ચલાવવાની આદત નહોતી, જેના કારણે તેને એક્સિલરેશનનો ખ્યાલ આવી શક્યો ન હતો. કાર જોઈ જ દીવાલ સાથે ટકરાતા એરબેગ ખુલ્લી ગઈ હતી.

એરબેગ ખોલવાના કારણે ડ્રાઇવરને કોઈ ઈજા પહોંચી નથી. જોકે કારની દિવાલ સાથે અથડાણી ત્યારે ઝડપ બહુ નહોતી. પરંતુ નવી કિયા કાર્નિવલને એકદમ નુકસાન થયું હતું. શોરૂમના સ્ટાફે તાત્કાલિક કારને રિપેરિંગ માટે સર્વિસ સેન્ટર પર મોકલી આપી હતી.

Image source

વે કિયા કાર્નિવલને થોડા દિવસ માટે સર્વિસ સેન્ટર પર રાખવી પડશે. કિયા કાર્નિવલ પહેલાં નવા ફોક્સવેગન પોલોનો એક વીડિયો સામે આવ્યો હતો, જે શો-રૂમના ગેટ પર પલટી ખાઈ ગઈ હતી.

જુઓ વિડીયો

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.