શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂરે ભલે બોલીવુડમાં ડેબ્યુ ના કર્યું હોય પરંતુ તે તેની બહેન જાહ્નવી કપૂરથી ઓછી જાણીતી નથી. ખુશી કપૂર તેના ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં રહે છે. ખુશીએ હાલમાં જ તેનો 19મોં જન્મદિવસ મનાવ્યો હતો.
View this post on Instagram
Bombshell🔥 #lakmefashionweek #khushikapoorr #manishmalhotra #stunner #khushilo #khushibae
ખુશીએ હજુ સુધી બોલીવુડમાં ડેબ્યુ કર્યું નથી. ખુશી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. ખુશી તેની ગ્લેમરસ તસ્વીરો શેર કરતી રહે જે ચર્ચાનો વિષય બને છે. ખુશીનો કોઈ પણ લુક હોય પછી તે એથનિક લુક હોય કે વેસ્ટર્ન લુક. ખુશી તેના લુકને કારણે બધા લોકોને ઈમ્પ્રેસ બનાવે છે.
View this post on Instagram
Life❤ #boneykapoor #sridevikapoor #janhvikapoor #khushikapoor #khushilo #khushibae #family
ખુશી કપૂરનો પહેલા લુક આટલો સારો ના હતો. ખુશીના અત્યાર ના અને પહેલાના લુકમાં ઘણો તફાવત જોવા મળે છે. ખુશી પહેલા ઓવર વેઇટ હતી. તેને છેલ્લા 4 વર્ષમાં જ ટ્રાન્સફોર્મેશન કર્યું છે. ખુશી કપૂરની બહેન જાહ્નવી કપૂરને ફિટનેસની ચિંતા હોય તે ફિટનેશ પર વધુ ધ્યાન આપે છે. પરંતુ જે રીતે ખુશીએ ટ્રાન્સફોર્મ કર્યું છે જે કોઈ પણ પ્રેરણાત્મક છે.
ખુશી આજે એટલી ફિટ છે કે તે બૉલીવુડ ડેબ્યુ કરતા પહેલા જ સ્ટાર બની ચુકી છે.
ફેશન સેન્સથી ચર્ચામાં રહેનાર ખુશી કપૂર તેના ટેટુના કારણે પણ ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા ખુશીએ એક ટેટુ કરાવ્યું હતું જે ચર્ચાનો વિષય બનું હતું. આ ટેટુને એટલા માટે ખાસ કહેવામાં આવ્યું છે કે કારણે આ ટેટુ ખુશીએ તેની દિવંગત માતા શ્રીદેવી, પિતા બોની કપૂર અને બહેન જાહ્નવી કપૂરને સમર્પિત કર્યું છે.
ખુશીએ ટેટુમાં રોમન નંબરમાં તેના ઘરવાળાની બર્થડેટ લખાવી છે. જેમાં ખુશીનો જન્મ દિવસ 5 નવેમ્બરે આવે છે તેને રોમનમાં ‘V’લખાવ્યું છે. જાહ્નવીનો જન્મ દિવસ 6 માર્ચના આવે છે તેથી ‘VI’ લખાવ્યું છે. તો શ્રીદેવીનો જન્મદિવસ 13 ઓગસ્ટ આવે છે તેને ‘XIII’ લખાવ્યું છે. બોની કપૂરનો જન્મદિવસ 11 નવેમ્બરે આવે છે તેને ‘XI’ લખાવ્યું છે.
જણાવી દઈએ કે, ખુશી કપૂરને ટેટુ બનાવવાનો બહુજ શોખ છે. તેના બોડી પર 3 ટેટુ છે. ખુશીએ જણાવ્યું હતું કે, મારા શરીર પર 3 ટેટુ છે. એક ટેટુમાં ફેમિલી બર્થડે રોમન લેટરમાં લખ્યું છે. બીજા ટેટુમાં બેસ્ટ ફ્રેન્ડનું નામ લખ્યું છે. ત્રીજું ટેટુ હિપ્સ પર બનાવેલુ છે જેમાં લખ્યું છે કે, ‘ખુદ ના રસ્તા પર ચાલો.’ ખુશીના ટેટુ બનાવવાની આદત શ્રીદેવીને પસંદ ના હતી.
View this post on Instagram
I can’t get over her.❤ my love #khushibae #khushilo #khushikapoor #fashionista
આજે ખુશીની ફેશન સેન્સને લાખો યુવતીઓ ફોલો કરે છે. પરંતુ એક સમય હતો જેમાં ખુશી એકદમ અલગ જોવા મળી રહી હતી. 5 વર્ષ પહેલાની ખુશી જોશો તો ખુશીના દાંતમાં બ્રેસેસ, ઓવરવેટ, શ્યામ રંગ સાફ જોવા મળતો હતો. છેલ્લા થોડા વર્ષમાં ખુશીએ ગજબનું ટ્રાન્સફોર્મેશન કર્યું છે.
જણાવી દઈએ કે, ખુશી પહેલા મોડેલિંગમાં કરિયર બનાવા માંગે છે બાદમાં તે બોલીવુડમાં ડેબ્યુ કરશે. હાલ ખુશી ન્યુયોર્ક ફિલ્મ એકેડમીમાં એક્ટિંગનો કોર્ષ કરી રહી છે.
View this post on Instagram
Bae😁 #khushibae #khushilo #janhvikapoor #khushikapoor #happiness #sistalove #khushijanhvi
જયારે શ્રીદેવીનું નિધન થયું ત્યારે રીપોર્ટસના આધારે અર્જુન કપૂરને લાગતું હતું કે તેના પાપા અને બહેનોને તેની જરૂર છે. અર્જુન જેવી રીતે પોતાની બહેન અંશુલા માટે પ્રોટેક્ટીવ છે, તેવી જ રીતે જહાનવી અને ખુશી માટે ફિલ કરી રહ્યો હતો. જાણકારી અનુસાર એ પણ લખ્યું કે, ‘અર્જુન પોતાના પાપા ને ત્યાં શિફ્ટ થઇ શકે છે,હજી સુધી પિતા બોની કપૂરથી દુર અર્જુન અને અંશુલા એક સ્વતંત્ર જીવન જીવી રહ્યા હતા જૉ કે આ વાત ની કોઈ પુષ્ટિ થઇ નથી.
જયારે શ્રીદેવીના નિધનની જાણ થતા જ અર્જુન અમૃતસરમાં નમસ્તે ઇંગ્લેન્ડની શુટિંગ છોડીને મુંબઈ આવી ગયો હતો.શુટિંગ શેડ્યુલ પર નીકળતા પહેલા અર્જુને પાપા બોની કપૂર અને જ્હાનવી કપૂર-ખુશી ને પોતાના ઘરે બોલાવ્યા હતા. સુત્રોના આધારે ત્રણે જણ ખુબ સમય અર્જુન કપુરના ઘરે રોકાયા હતા.
જ્યારે આ લોકો અર્જુન કપૂરના ઘરેથી નીકળ્યા ત્યારે તેણે ખુદ બંને બહેનોને કારમાં બેસાળી હતી. અને સાથે જ પાપા બોની કપૂરને ગળે પણ મળ્યા હતા. જણાવી દઈએ કે જ્હાનવીએ પણ પોતાની ડેબ્યું ફિલ્મ ધડક ની શુટિંગ શરુ કરી દીધું હતું અને ખુશી પણ પોતાની એજ્યુકેશન પર ફોકસ કરવા લાગી છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.