ખૂબ વાયરલ થઇ રહી છે શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂરની બિકિનીવાળી તસવીર, લોકો કહી રહ્યા છે- શરમ કરો શરમ, ફિગર જબરું બનાવી નાખ્યું છે
Khushi Kapoor’s Adorable New Pics : ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા નિર્માતા બોની કપૂરઅને શ્રીદેવીની નાની દીકરીએ એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી છે. ટૂંક સમયમાં જ ખુશીની ફિલ્મ ‘આર્ચીઝ’ OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થશે. જેને લઈને પણ ભારે ચકચાર મચી જવા પામી છે. જો કે, ખુશી એ સ્ટાર કિડ્સમાંથી એક છે જે લોકોમાં ખૂબ ફેમસ છે.
ક્યારેક એરપોર્ટ પરથી તો ક્યારેક ઈન્સ્ટાગ્રામ પરથી ખુશીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. તાજેતરમાં જ ખુશીનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને ચાહકો બોની કપૂરની દીકરીના વખાણ કરવાથી પોતાને નથી રોકી શક્યા. ખુશીની મોટી બહેન જાહ્નવી પણ આ ફોટો પર કોમેન્ટ કરવાથી પોતાને રોકી શકી નહીં. ખુશીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરોનું આખું આલ્બમ શેર કર્યું છે,
જેમાં ક્યાંક તે પોતે જોવા મળી રહી છે તો ક્યાંક ડોગ જોવા મળી રહ્યા છે. પરંતુ આ આખા આલ્બમમાં જે ફોટો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે તે ખુશીનો બિકી ફોટો છે. તસવીરમાં તે બ્લુ અને પિંક બિકીમાં જોવા મળી રહી છે. તસવીરમાં દેખાઈ રહ્યું છે કે ખુશીએ બ્લુ બ્રેલેટ અને પિંક બોટમ પહેર્યું છે. આ તસવીરો પરથી સ્પષ્ટ થાય છે કે 22 વર્ષની ખુશીએ પોતાની બોલ્ડ સ્ટાઇલથી મોટી બહેન જાહ્નવી કપૂરને પણ પાછળ છોડી દીધી છે.
આ પહેલીવાર નથી જ્યારે ખુશીએ બિકીમાં ફોટો શેર કર્યો હોય, પરંતુ તે અગાઉ પણ પોતાની સ્ટાઈલ બતાવી ચૂકી છે. ખુશીનો આ ફોટો જોઈને લોકો તેના એબ્સ અને ફિગરના વખાણ કરી રહ્યા છે. ત્યાં ખુશીની બહેન અને અભિનેત્રી જાહ્નવી કપૂર અને તેના ખાસ મિત્ર ઓરીએ આ ફોટો પર કમેન્ટ કરી છે. જાહ્નવીએ લખ્યું, ‘Prettiests’ જ્યારે ઓરીએ લખ્યું-Fresh. ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ પણ હાર્ટ ઇમોજી સાથે પોસ્ટ પર કમેન્ટ કરી હતી.
જણાવી દઇએ કે, ખુશી કપૂર ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝથી ડેબ્યૂ કરવા જઇ રહી છે. ફિલ્મનું ટીઝર તાજેતરમાં જ શેર કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં સુહાના ખાન, ખુશી કપૂર, અગસ્ત્ય નંદા, મિહિર આહુજા, ડોંટ, યુવરાજ મેંડા અને વેદાંગ રૈના છે. થોડા દિવસો પહેલા ખુશી કપૂરે તેની ફિલ્મનું ટીઝર શેર કર્યું હતું. તેણે કેપ્શનમાં લખ્યું, ‘શું તમે સમયમાં પાછા જવા માટે તૈયાર છો ? ધ આર્ચીઝમાં આપનું સ્વાગત છે.’
View this post on Instagram
આ ઉપરાંત આ દિવસોમાં ખુશી એક અન્ય કારણથી પણ ઘણી ચર્ચામાં છે. અહેવાલ છે કે તે સિંગર એપી ઢિલ્લોને ડેટ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ખુશી સિંગરના એક ગીતમાં પણ જોવા મળવાની છે, અહીંથી બંનેની નિકટતા વધી હતી. જો કે, આ અહેવાલો પર ખુશીની કોઈ પ્રતિક્રિયા આવી નથી.
View this post on Instagram