શ્રીદેવીની દીકરી ખુશી કપૂરની આ કાતિલાના અદાઓ આગળ તો ફીક્કી પડે છે દીપિકા, કેટરીના, દિશા- જુઓ

ખુશી કપૂરે ટાઈટ સુટમાં દેખાડ્યો સ્વેગ, 7 PHOTOS જોતા જ ફેન્સ દિલ દઈ બેઠા- જુઓ

બોલિવુડ દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી અને અભિનેત્રી જાહ્નવી કપૂર અને તેની નાની બહેન ખુશી કપૂર અવાર નવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી અને ખુશી બંને ફિટનેસ પ્રત્યે ઘણી સજાગ રહે છે અને જીમ બહાર પણ ઘણીવાર સ્પોટ કરવામાં પણ આવે છે.

જાહ્નવી કપૂરની બહેન ખુશી કપૂરે ભલે હાલ ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી નથી પરંતુ તે ઘણી લાઇમલાઇટમાં રહે છે. તે સોશિયલ મીડિયા પર અવાર નવાર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે, જેમાં તેનો કાતિલાના અંદાજ ચાહકોને ઘણો પસંદ આવે છે.

ખુશી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ઘણીવાર તેની ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરતી રહે છે. હાલમાં જ ખુશીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તેની ખૂબસુરત અને બોલ્ડ તસવીરો શેર કરી છે, જેમાં તેનો અંદાજ જોવાલાયક છે. તેના આ કાતિલાના અંદાજ આગળ તો બોલિવુડ અભિનેત્રીઓ પણ ફિક્કી પડે છે.

તસવીરોમાં ખુશી કપૂર Taupe Shade પેન્ટ સુટમાં જોવા મળી રહી છે. આ સાથે તેણે ક્રોપ ટોપ પહેર્યુ છે. મિનિમલ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે ખુશીએ આ લુકને કમ્પલીટ કર્યો છે. આ લુકમાં ખુશી ખૂબ જ હોટ લાગી રહી છે. તસવીરો શેર કરતા  ખુશીએ લખ્યુ છે કે, પાવર સુટ.

ખુશીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. ચાહકો પણ ખુશીના આ કાતિલાના અંદાજને પસંદ કરી રહ્યા છે અને કમેન્ટોનો વરસાદ કરી રહ્યા છે. આ તસવીરો પર ચાહકો ઉપરાંત સેલેબ્સ પણ કમેન્ટ કરી રહ્યા છે.

તેની આ તસવીરો પર તેના અંકલ સંજય કપૂર, આન્ટી મહીપ કપૂર, કઝિન શનાયા કપૂર, સ્ટેપ સિસ્ટર અંશુલા કપૂર ઉપરાંત અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી નંદા, અંજિની ધવન અને અલાવિયા જાફરીએ પણ કમેન્ટ કરી છે.

તમને જણાવી દઇએ કે, જાહ્નવી કપૂરની જેમ જ ખુશી કપૂર પણ બોલિવુડ જોઇન કરવા ઇચ્છે છે પરંતુ તેના પિતા બોની કપૂરે કહ્યુ છે કે તે ખુશીને લોન્ચ નહિ કરે, તે ઇચ્છે છે કે તે જાતે તેના પગ પર ઊભી થાય .

Shah Jina