લેખકની કલમે

હવે દર વર્ષે મેં મારી છુટ્ટી ના દિવસો ગુજરાત ના ગામડા માં જ વિત્તાવા નો નિર્ણય કરી લીધો…. મારા ગુજરાત માં….

ઉનાળો શરૂ થઈ ગયો હતો….,અને દર ઉનાળે મારા ગામડે થી મમ્મી પાપા મને મળવા મુંબઇ આવે…અને મારી સાથે 3 થી 4 મહિના વિતાવે..પણ આ ઉનાળે આવું ન થયું….એ લોકો મુંબઇ ન આવ્યા અને મને એમની પાસે બોલાવી…હું પણ આ શહેર માં એકલી રહી કંટાળી હતી…મને પણ ક્યાંક ફરવા ની ઈચ્છા હતી , અને કામ માંથી થોડા દિવસ ની છુટ્ટી જોઈતી હતી…

મમ્મી પાપા ના બહુ કેહવા પર હું 20 દિવસ ની છુટ્ટી લઈ મારા જન્મ ભૂમિ , મારા ગામડે પહોંચી…હું ગુજરાત માં આવી.

(બધી રીતે સધ્ધર મારા પાપા કોઈ પણ મજબૂરી વિના શાંતિ થી ગુજરાત ના એ ગામડા માં જ્યાં એમને એમનું બાળપણ વિતાવ્યું, ત્યાં જ ઘડપણ વિતાવવા નું નક્કી કર્યું, અને મમ્મી એ એમનો પૂરતો સાથ આપ્યો…

પણ મને પૂરતી છૂટ આપી , મેં અમદાવાદ થી એમબીએ ની ડીગ્રી મેળવી અને મુંબઇ માં જોબ કરવા મળી તેથી હું મુંબઇ ચાલ્યી ગ.ઈ….

આજે પછી ઘણા વર્ષે ગુજરાત માં ફરી આવવા નું થયું…, મારા પાપા મમ્મી પાસે હું ગામડે પહોંચી….

મુંબઇ થી અમદાવાદ ફ્લાઈટ માં અને ત્યાં થી પછી ટ્રેન માં…, ટ્રેન ની મુસાફરી અને અઘરી ન લાગી કારણકે શરૂઆત માં મુંબઇ ની લોકલ ટ્રેન ના ઘણા ધક્કા મેં સહન કરી લીધા હતા.

ટ્રેન માંથી ઉતરી …સ્ટેશન પર ખાસ ભીડ ન હતી….

કેપ્રી અને લુઝ ટીશર્ટ પહેરી, કાન ના ઇઅર ફોન બંને ખભે લટકાવી, મોઢા માં ચિંગમ ચાવતી ,
હું ટ્રેન માંથી ઉતરી …સ્ટેશન પર ખાસ ભીડ ન હતી….
પણ જેટલા લોકો હતા એમાં થી 80 ટકા પુરુષો હતા કોઈ ઘરડા કોઈ જુવાનિયા …

બે બેગ અને એક ખભે લટકાવેલ નાની બેગ , સાથે હું સ્ટેશન પર એકલી ઉતરી …લોકો નું ધ્યાન મારી તરફ પડ્યું , અને આશ્ચર્ય અને નવાઈ પામી એ લોકો મારી સામે જોતા હતા…

મારા કપડાં જોઈ એ લોકો ને શાયદ આશ્ચર્ય થતું હશે, કારણકે મારી ફેશન સેન્સ લોકો ને ઘણી વખત લોકો ને સેન્સ ઓફ હ્યુમર લાગતું..પણ મને કંઈ ખાસ્સો ફરક ન પડતો, મને મેચિંગ કરી કપડાં પહેરવા ન ગમતા….

એ બધા મારી સામે જોતા હતા , પણ હું એ બધું નકારી ને આગળ ચાલતી થઈ , સ્ટેશન ની બહાર નીકળી , એક રીક્ષા કે ટેક્સી નહીં, બધી જગ્યા એ ગુજરાત નું શાન છકડો રીક્ષા જ ચાલતી હતી, સાયકલ અને બાઇક માં વધુ પડતા સ્પ્લેન્ડર …

હું બધું નિહારતી હતી ત્યાં જ અવાજ આવ્યો , ખુશી..?
તમે ખુશી ને ..?

મેં એ તરફ મોં ફેરવ્યું , દૂર થી 35-40 વર્ષ ના કે કાકા મારા તરફ ચાલતા આવતા બોલ્યા…હું હસી અને બોલી , હા અને તમે લખન કાકા..?

એમને એક મોટી સ્માઈલ સાથે હા પાડી..મારી નજીક આવી એ મારો સમાન ઉપાડવા લાગ્યા , એ જોઈ હું બોલી , અરે કાકા રહેવા દો તમે હું ઉપાડી લઈશ..

કાકા સમાન ઉપાડી બોલ્યા , અરે ખુશી બેટા તમે ચિંતા ન કરો, મોટા ભાઈ એ મને તમને લેવા જ મોકલ્યા છે , ચાલો…

કાકા ચાલતા થયા હું એમની પાછળ ચાલતી ગઈ..એમને એક છકડા માં સમાન રાખ્યો…હું ઉભા ઉભા જોતી હતી એમનેમારી સામે જોયું…પછી હસી ને બોલ્યા, બેટા તમે ડરો નહીં પાછળ આરામ થી પલાંઠી વાળી બેસી જાઓ, પડી નહીં જાઓ એ મારી ગેરેન્ટી…

હું હસી અને છકડા તરફ આગળ વધી , કાકા ત્યાં જ ઉભા હતા…એમને મને હાથ ની મદદ થી છકડા માં ચડાવી ,ચડતા ચડતા હું બોલી , “કાકા તમે મને તું કહો , તમારા થી નાની છું હું…”

કાકા હસ્યા અને બોલ્યા , ભલે….

કાકા એ છકડો સ્ટાર્ટ કર્યો…અને સ્ટેશન થી ઘર સુધી નું અંતર કપાવા લાગ્યું…ઉનાળા માં પણ ઠંડી હવા મને મહેસૂસ થવા લાગી…

સાથે સાથે મારા મન માં વિચાર પણ આવ્યો , “મુંબઇ માં મને આજ સુધી એવા લોકો નથી મળ્યા જે મારા થી ઉંમર માં વધુ હોય એ મને તમે કહી ને બોલાવે , મોટા તો શું મારા થી ઉંમર માં નાના પણ મને તું કહી ને જ બોલાવે છે….””તું તુમ મેં હમ ખો ગયે આપ કેહના હમ ભૂલ હી ગયે””

મારા વિચારો અને વિચારો માં જ મારું ઘર આવી ગયું , લખન કાકા એ છકડો રોક્યો…હું નીચે ઉતરી , સામે મમ્મી પાપા ઉભા હતા , એમને મારુ સ્વાગત કર્યું…હું બંને ને ગળે મળી ,અને અમે વાતો કરતા કરતા અંદર ઘર માં ચાલ્યા ગયા ,…

અમે થોડો સમય વાતો કરી, લાંબી મુસાફરી ને લીધે હું થાકી ગઈ હતી બપોર નો એક વાગ્યો હતો, મને જમવા ની ઈચ્છા નહતી, મારા રૂમ માં જઈ સુઈ જાવા ની ઈચ્છા હતી, મમ્મી સમજી એને મને ઘર નો હોલ દેખાડ્યો જ્યાં ચાર ખાટલા રાખ્યા હતા…હું ખાટલા જોઈ ખુશ તો થઈ પણ મને નહતી ખબર મારી ખુશી બે પળ ની મહેમાન હતી. , હું ખાટલા પર એમનેમ સુઈ ગઈ, થોડી ક્ષણો માં મને એ ખાટલો ખૂંચવા લાગ્યો…કરડવા લાગ્યો…મને ખંજવાળ આવવા લાગી…હું ઉભી થઇ ગઇ…મેં મારું બેગ શોધ્યું , અને એમાં થી મારો મસ્ત બ્લેન્કેટ કાઢ્યો અને એને ઓઢવા ની બદલે ખાટલા પર પાથરી દીધો અને હું સુઈ ગઈ…પાંચ મિનિટ ની અંદર મને પસીનો વળવા લાગ્યો…..

હું ફરી ઉભી થઇ ગઇ…હવે શું કરવું એનો વિચાર કરતી હતી ત્યાં મારુ ધ્યાન મોટી બારી પર પડ્યું..હું દોડતી ગઈ અને મેં એ ખોલી…ખોલતા જ હું જોતી રહી ગઈ…મેં જોયું બારી ની પાછળ ખેતર , અને દૂર દૂર સુધી લીલોતરી….અને કટકે કટકે એકાદ બે ઘર…

મારુ ઘર પણ ખેતર વચ્ચે લીલોતરી વચ્ચે હતું…બારી ખોલતા જ ઠંડો વાયરો મને અડકી ને ચાલ્યો ગયો….

હું ખુશ થઈ ગઇ…અને ખાટલા પર ઘસઘસાટ સુઈ ગઈ…થોડા સમય પછી મમ્મી એ મને ઉઠાડી…મેં પૂછ્યું શું?

એ બોલ્યા , ખુશી સાત વાગી ગયા હવે તો ઉઠી જા નહીં તો રાત્રે નીંદર નહિ આવે…

હું ખાટલા પર બેઠી થઈ ગઈ , એમને કહયું ચાલ તું ફ્રેશ થઈ જા પછી સાથે જમીએ…
હું ફ્રેશ થઈ અને હોલ માં ગઈ…મેં કપડાં બદલાવ્યા અને શોર્ટ્સ અને બીજું ફરી લુઝ ટીશર્ટ પહેરી લીધું….

(મારા મમ્મી પાપા ગામડા માં બસ રહેતા હતા , એમેન કદી મને એવી કોઈ બાબતોમાં રોકટોક નહતી કરી )

મમ્મી એ જમવા નું બનાવી રાખ્યું હતું, મને જોઈ પાપા બોલ્યા , ચાલો ખુશી આવી ગઈ…ફટાફટી જમી લઈએ..થાળી પરોસાય….ભરેલ શાક ને રોટલા..લસણ ની ચટણી , કાચા સંભારા , અને બીજું ઘણું, ખાસ કરી છાછ….

મને જોઈ ખાવા ની ઈચ્છા ન થઈ…મને ગુજરાતી થાળી જરાય પણ પસંદ ન પડતી…
મમ્મી એ જાણતી હતી…એમને સ્પેશ્યલ મારી માટે મેથી વગર ના થેપલા બનાવ્યા હતા…જે મને અનહદ ભાવતા…

હું થેપલા જોઈ એટલી ખુશ થઈ ,જાણે મને પાણીપુરી મળી ગઈ હોય……(પાણીપુરી મને અનહદ પ્રિય, દરરોજ કોઈ કહે બે ટાઈમ પાણી પુરી જમી લે તો હું વગર અચકાય હા પાડી દઉં)

જમી અમે બેઠા હતા..ત્યાં મમ્મી બોલી , કાલે રાજુ ભાઈ ને ત્યાં જવા નું છે…એમને છોકરા ના લગ્ન છે..બે દિવસ…

કાલ બપોર પછી અને પરમદિવસે ત્યાં જ જમવા નું છે..,
હું બોલી પડી, શું જગદીશ ના લગ્ન છે…

મમ્મી એ હા પાડી…,હું ઉભી થઇ …મારા મોબાઈલ તરફ ભાગી અને બોલતી ગઈ, મને તો ખબર પણ નથી બોલો…

(રાજુ કાકા અને પાપા એમના બાળપણ ના મિત્રો…અને એ જ રીતે જગદીશ અને હું પણ…કોઈક કોઈક વખત મળતા અમે પણ અમારી બોન્ડિંગ ખૂબ સારી…)

મેં મોબાઈલ ઉપાડ્યો અને વોહટ્સએપ માં વાત કરવા લાગી , …થોડો સમય અમે વાતો કરી,…ત્યાં જ મમ્મી પાપા સુવા આવી ગયા,…હું પણ થોડા સમય ફોન પર જગદીશ સાથે વાતો કરી…અને સુઈ ગઈ….

વહેલી સવારે કંઈક આવજો સાંભળી મારી આંખ ખોલી ,મોબાઈલ માં જોયું સવાર ના 5:10 થયા હતા…મમ્મી પાપા તૈયાર થઈ, એમના દરરોજ ના ક્રમ મુજબ ગામડા ની ગલીઓ માં ચાલવા અને મંદિરે જાવા નીકળતા હતા…

હું ઉઠી …ફરી પાછી સુઈ ગઈ….પણ મારી નીંદર એ મને દગો દઈ દીધો અને ચાલ્યી ગઈ….મેં ઉઠી ઘર માં થોડા આંટા ફેરા કર્યા….અને ફરી કાલ વાળી મોટી બારી ખોલી ઉભી ગઈ….એ ઠંડો અને ખુશ્બુદાર પવન ….આજ સુધી મેં મુંબઇ માં મેં એ તાજગી નહતી અનુભવી…..

એ તાજગી અનુભવા હું ખેતરો માં ચાલવા નીકળી પડી….
રાત ના કપડાં પહેરી રાખ્યા હતા….હું સ્પીલર પહેરી અને ખેતરો માં ચાલવા નીકળી પડી…તાજગી અનુભવતી હું ચાલતી રહી…એક જગ્યા એવી આવી ત્યાં ઉભી હું આકાશ અને જમીન ને નિહાળતી રહી…,આંખો બંધ કરી લાંબા લાંબા શ્વાસ લેતી હતી….પક્ષીઓ કલરવ સાંભળતી હતી ત્યાં જ એ શાંતિ ને ભંગ કરતો કોઈ બે ત્રણ છોકરાઓ નું મંદ મંદ હાસ્ય મારા કાન માં પડ્યું….,
મેં પાછળ ફરી જોયું થોડે દુર ચાર જુવાનિયા છોકરાઓ ઉભા હતા, કોઈ ટીશર્ટ માં તો કોઈ શર્ટ માં ઉપર ના 3-4 બટન ખુલ્લા રાખી ને અને એ લોકો મારી સામે નહિ શાયદ મારા પર હસતા હતા….

મેં જોયું ત્યાં તુરંત એમને મોઢું આડું કરી લીધું…આવું બે થી ત્રણ વખત બન્યું, મારા થી રહેવાયું નહીં, એમની થોડી નજીક પહોંચી….અને બોલી ,

શું ? કેમ હસું આવે છે આટલું..?

એ લોકો કાંઈ ન બોલ્યા બસ હસતા રહ્યા….,

મેં ફરી પૂછ્યું,અરે તમને પૂછું છું હું કેમ મને જોઈ આટલું હસું આવે છે તમને?

એમાં નો એક હસતા અને શરમાતા બોલ્યો , બેન તમે પેન્ટ પહેરતા ભૂલી ગયા છો…એને મારા પગ તરફ પોતાનો હાથ ચીંધ્યો….

હું થોડો સમય એની સામે જોતી રહી…પછી હસી ને બોલી , ભાઈ પેલા શર્ટ વાળા ને પણ કે….એ બનીયાન પહેરતા ભૂલી ગયો છે…..પછી મને કહેજે હો….

આટલું કહી હું થોડી આગળ ચાલવા લાગી, પાછળ થી આવતો અવાજ બંધ થઈ ગયો હતો….

, હું ઘરે પહોંચી ….મમ્મી પાપા પાછા આવી ગયા હતા …ફ્રેશ થઈ, અમે જગદીશ ના ઘરે જવા નીકળી પડ્યા…..

લગ્ન વાળું ઘર ખૂબ તામજામ….શોર દેકારો…., લોકો ની હલચલ , અને અસંખ્ય લગ્ન ની વિધિઓ…..જગદીશ અને એના મમ્મી પાપા ને હું ફોર્મલી મળી…

પછી બધા લગ્ન ની વિધિઓ માં ખોવાઈ ગયા…મને એ વિધિઓ જોવામાં મજા આવતી હતી, ત્યાં જ સાંજ પડી જમવા નો સમય થઈ ગયો….

જમી પછી દાંડિયા હતા , પેહલા ઢોલ અને શરણાઈ વગાડી શગુન કર્યા પછી ડીજે …વાગ્યું, મને આશ્ચર્ય થયું…પણ જગદીશ ના લગ્ન હતા એટલે વધુ આશ્ચર્ય કરવા જેવું નહતું…અને ડીજે માં ભાઈ ભાઈ , અટકો મટકો… અને બીજા ઢગલો એક ગુજરાતી ગીતો પર હું પાગલ ની જેમ નાચી….

આટલી નાચવા ની મજા મને આજ સુધી એક પણ ડિસ્કો કે નાઈટ કલબ માં નહતી આવી…..

રાત્રે અમેં જગદીશ ના ઘરે જ રોકાઈ ગયા, હું થાકી ગઈ હતી પણ મને નીંદર નહતી આવતી….મારુ મન ખૂબ ખુશ હતું…..
હું અગાશી પર એકલી બેસવા ચાલ્યી ગઈ….આરામ થી બેઠી હતી ત્યાં મારી નજર જગદીશ પર પડી એ ફળિયા માં લટારો મારતો હતો…. મેં એને બોલાવ્યો…આ મને જોઈ આશ્વર્ય પામ્યો અને દોડતો અગાશી પર આવી પહોંચ્યો….

મારી પાસે આવી ને બેઠો….અને પૂછ્યું , કેમ નીંદર નથી આવતી તને?

હા ,અને તને પણ નથી આવતી ને.કેમ ?મેં પણ વળતો પ્રશ્ન પૂછ્યો….

એને કહ્યું, આજે ખુશ છું હું એટલે નથી આવતી અને તને?

શાયદ મને પણ એટલે જ નથી આવતી….
હું બોલી.

એને પોકેટ માંથી સિગરેટ કાઢી …અને પોતાના મોઢા માં મૂકી મેં એની સામે જોયું…એને મને ઓફર કરી…,મેં હસી અને મોઢું હલાવી ના પાડી….

એ બોલી ઉઠ્યો , કેમ ? છોડી દીધી?

તને કેમ ખબર કે હું સિગરેટ પીવું છું?

એ બોલ્યો, એક વખત વાતો વાતો માં તે મને કહી દીધું હતું…,તો છોડી દીધી..?

હું હસી અને બોલી, ના છોડી નથી..બસ આજે ઈચ્છા નથી….

એ હસ્યો અને પોતાની સિગરેટ સળગાવી…અને હવા માં ધુમાડો છોડ્યો…અને બોલ્યો,

ખુશી એક વાત કે, હું તો ખુશ છું અને પ્રેમ માં પણ છું એટલે મને નીંદર નથી આવતી, પણ તને કેમ નથી આવતી નિંદર…?

મેં એની સામે જોયું અને બોલી, …હું પણ પ્રેમ માં પડી ગઈ યાર…

એને સિગરેટ ને સાઈડ માં ફેંકી , અને આશ્વર્ય માં મને પૂછ્યું, શું? કોની સાથે?

હું મારી ધૂન માં બોલી, ..આ ગામડા સાથે, આ સંસ્કૃતિ સાથે, અહીંયા ના લોકો સાથે….હા થોડા કન્ઝરવેટિવ છે …પણ ખરાબ નથી કોઈ અહીંયા….

જગદીશ એ ફેંકેલ સિગરેટ ફરી ઉપાડી અને મરીગયેલ અવાજ માં બોલ્યો, …શું મતલબ ?

તને ખબર આજે હું શોર્ટ્સ પહેરી વોકિંગ કરવા નીકળી પડી હતી, ત્યાં મને ચાર છોકરાઓ મળ્યા મને થયું મવાલી હશે , છેડતી કરશે…પણ …એને કરી મારી મસ્તી …અને બોલ્યો, બેન…..

તમે પેન્ટ પહેરાતા ભૂલી ગયા…., બેન…કહ્યું એને મને….
હું હસતા હસતા બોલી….

જગદીશ બોલ્યો, એમા હસે છે શું મસ્તી તો કરી ગયો ને તારી….

, અરે તું સમજ્યો નહિ જગદીશ …એ મસ્તી હતી છેડતી નહીં…. અને એ જ વાત મને પસંદ પડી…એના વાકય નો પહેલો શબ્દ જ બેન હતો….જે રિસ્પેક્ટ દેખાડે છે….

અને આ બેન શબ્દ દુનિયા માં કોઈ રાજ્ય માં કોઈ પણ લોકો આટલો ઉપયોગ નહિ કરતા હોય જેટલો ગુજરાત વાળા કરીએ છીએ….

વાતે વાત માં છોકરીઓ છોકરા ને ભાઈ અને છોકરાઓ છોકરીઓ ને બેન કહે છે….

સાચે યાર હું ગુજરાત ના પ્રેમ માં પડી ગઈ છું….

મારી આવી પાગલો જેવી વાતો સાંભળી અને જગદીશ જોર જોર થી હસવા લાગ્યો…

હું એને સમજાવતી રહી પણ એ સમજતો જ નહતો અને હસે રાખતો હતો……

બીજે દિવસે જગદીશ માં લગ્ન થઈ ગયા….મેં ખૂબ એન્જોય કર્યું…

અને આવા ઘણા બીજા નવા નવા એક્સપિરિયન્સ સાથે મારી છુટ્ટી ના દિવસો પુરા થઈ ગયા..

હવે દર વર્ષે મેં મારી છુટ્ટી ના દિવસો ગુજરાત ના ગામડા માં જ વિત્તાવા નો નિર્ણય કરી લીધો….
મારા ગુજરાત માં….

લેખક – મેઘા ગોકાણી