લેખકની કલમે

….ખુશી……છોકરો થોડો દુઃખી થઈ અને બોલ્યો “કારણકે હું અનાથ છું ને , એ કોઈ મારા કહેવાય એમના લગ્ન ન હોય,

…………ખુશી…………

લગ્ન ની તો સિઝન ચાલે છે ગામ માં એક એક ગલી એ અલગ અલગ બે ત્રણ જાગ્યા એ અલગ અલગ વાગતા ગીતો સાંભળવા મળે . લોકો નાગીન ડાન્સ કરતા જોવા મળે, કોઈક ગરબા લેતું નજરે ચડે , વળી ક્યાંક કોઈ ચાર ચાર બંગડી વાળી ગીત માં કાંઈક અલગ પ્રકાર ના ડાન્સ કરતું દેખાય .

મારે પણ કોઈ રિલેટિવ ને ત્યાં લગ્ન માં જવા નું થયું , (મને બધા ના લગ્ન માં જવું ખૂબ જ ગમે એમ તો ન કહી શકું, પણ મને એવા રિલેટિવ ના લગ્ન માં જવું ગમે જ્યાં હું ખુલ્લા દિલ થી નાચી શકું .., અને આ રિલેટિવ ના લગ્ન એમાં ના એક “નથી”)

તો પણ પરિવાર ના દબાવ થી હું લગ્ન માં પહોંચી , દાંડિયા નો દિવસ આવ્યો દૂર પાર્ટી પ્લોટ માં દાંડિયા શરૂ થયા, લોકો ડાન્સ કરવા લાગ્યા , હવે બધા ને ખબર જ કે નાચવા ના અમે પણ શોખીન એટલે હાથ ખેંચી ખેંચી ને નાચવા લઈ જાય,,,

પણ સામે હું પણ આટલી જિદ્દી થોડી વાર હાથ હલાવી પાછી જગ્યા પર બેસી જવા નું…, અને લોકો નું પણ એવું , એક વખત આવે વધી વધી ને બે વખત પછી તો વિચારી જ લેવા ના “આ છોકરી માન ખાઈ ખોટી, એના વિના એ આપણે દાંડિયા રમી શકીએ ને ” …

ને બસ મારુ કામ થઈ જાય …આરામ થી દુર બેઠા બેઠા મોબાઇલ માં હું મસ્ત કોઈન માસ્ટર ગેમ રમતી હતી અચાનક મારી દૂર ની માસી ને કોઈક યાદ કરવા લાગ્યું , …..
એટલે એમની માટે પાણી લેવા મને મોકલી , હું પાણી લેવા પહોંચી ત્યાં પાસે ખૂણા માં એક 12 વર્ષ ની આજુ બાજુ ઉંમર ધરાવતો એક છોકરો ઉભો હતો,
દાંડિયા રમતા લોકો સામે એક અલગ એક્સપ્રેશન સાથે જોતો હતો, આંખો મોટી મોટી હતી અને એમાં કંઈક ચાહ હતી, અને એકલોએકલો મ્યુઝિક ને એન્જોય કરતો હતો…

મારા થી રહેવાયું નહીં ,હું એની પાસે પહોંચી મને જોઈ થોડો શરમાયો …મેં પૂછ્યું ,શું જુએ છે તું?

છોકરા એ કહ્યું “કાંઈ નહી .”

“ખોટું ન બોલ , કે મને શું જુએ છે તું ” મેં ફરી પૂછ્યું

છોકરો ગભરાઈ ને ” અરે સાચે કાંઈ નહીં…”

“ગભરા નહીં, શું વિચારતો વિચારતો ત્યાં જોતો હતો કહે મને ….”

” બધા કેટલા ખુશી થી નાચે છે ,એમની ખુશી ને જોવ છું હું….”પેલો દાંડિયા રમતા લોકો ને જોઈ ને બોલ્યો.

મેં પણ બધા નાચતા હતા ત્યાં જોયું , પછી તે છોકરા ને મેં પૂછ્યું, “તો તું ક્યારેય આટલી ખુશી થી નાચ્યો નથી?”

એ મારી સામે જોવા લાગ્યો હું ચોખવટ કરતા બોલી ,”મતલબ કે તું ક્યારેય કોઈ ના લગ્ન માં જઇ આટલી ખુશી થી નાચ્યો નથી?…”

” લગ્ન માં તો હું ગયો છું, પણ ત્યાં મને કોઈ ઓળખે નહીં .”
મેં આશ્ચર્ય માં એને પૂછ્યું , “કેમ ?”
છોકરો થોડો દુઃખી થઈ અને બોલ્યો “કારણકે હું અનાથ છું ને , એ કોઈ મારા કહેવાય એમના લગ્ન ન હોય, ક્યાંક લગ્ન માં હું થોડી ઘણી મદદ કરાવી પૈસા કમાવા ગયો હોવ , તો ક્યાંક ….”

મેં એનો હાથ પકડ્યો અને વચ્ચે બોલતા અટકાવ્યો…..અને હું બોલી ,” ચાલ….”
એમ કહી અમે આગળ ચાલતા થયા…

છોકરો ચાલતા ચાલતા બોલતો હતો ,”દીદી ક્યાં લઈ જાઓ છો ?”

” તારે નાચવું છે ને ચાલ આજે આપણે બંને ખૂબ નાચીએ ને ખુશ થઈએ…..ચાલ….” હું બોલી.

હું એને બધા નાચતા હતા ત્યાં લઈ ગઈ અને નાચવા લાગી…..
પેહલા તો એ થોડો શરમાયો , પણ પછી ડાન્સ ની ધૂન માં એ ધીરે ધીરે ખોવાયો અને મન મૂકી નાચવા લાગ્યો……….

દાંડિયા પુરા થયા અમે થાક્યા ખુરશી માં એ મારી પાસે બેઠો હતો હાંફતા હાંફતા બોલ્યો, “દીદી તમે કેમ મારી સાથે નાચ્યાં ?”

” મતલબ?” હું મારો થાક ઉતારતા બોલી.

“મતલબ કે મેં દૂર ઉભા ઉભા જોયું હતું તમને બધા નાચવા બોલવતા હતા તમે નહતા જતા …તો તમારી ઈચ્છા નહતી તો કેમ મારી સાથે નાચ્યા? એ મારી સામે જોઈ બોલ્યો.

હું કાંઈ ન બોલી બસ એની સામે હસી.

એ પણ મારી સામે હસ્યો…. થોડી ક્ષણો પછી મેં એને કહ્યું.
” સાંભળ , થેન્ક યુ હો …..”

” કેમ દીદી? ” છોકરા એ આશ્ચર્ય માં મને પૂછ્યું.

હું મન માં બોલી “”(બીજા ની નાની નાની ખુશી માં કોઈક વાર આપણી ઈચ્છા વિરુદ્ધ કામ કરવું પડે તો ક્યારેય વિચારવું નહીં કરી નાખવું એ તે મને શીખવાડ્યું એ બદલ…)””

દાંડિયા પુરા થયા એ ચાલ્યો ગયો બધા છુટા પડતા હતા ત્યાં મને યાદ આવ્યું ….શું યાદ આવ્યું ? એ માસી તો બિચારા તરસા જ રહી ગયા………

#શોર્ટ_સ્ટોરી #રિયલ_સ્ટોરી

લેખક – મેઘા ગોકાણી

તમે આ હદયસ્પર્શી લેખ/વાર્તા/રેસિપી ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!!