વાયરલ વીડિયો : ઉકળતા પાણીમાં ધ્યાન લગાવી રહ્યો છે આ બાળક, નીચે જળકતી દેખાઇ રહી છે આગ

જો તમે અસુર સમ્રાટ હિરણ્ય કશ્યપ અને તેના વિષ્ણુ ભક્ત દીકરા પ્રહલાદની કહાની સાંભળી હશે તો તમને ખબર હશે કે પ્રહલાદને મારવા માટે હિરણ્યકશ્યપે શું શું કર્યુ હતુ. પરંતુ તેની તમામ કોશિશ બેકાર ગઇ કારણ કે કહાની અનુસાર ભગવાન વિષ્ણુ તેને વારંવાર બચાવી લેતા હતા. અંતમાં પ્રહલાદનો તો વાળ પણ વાંકો ન થયો. આ કહાની તો હોળીના પર્વ માટે જાણિતી છે. ત્યારે હવે તમે એ વિચારી રહ્યા હશો કે હોળીનો પર્વ તો હજી ઘણો દૂર છે, આ કહાની અચાનક કયાંથી આવી.

તો જણાવી દઇએ કે, હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે અને આ વીડિયોએ તો ધૂમ મચાવી રાખી છે. કેટલાક લોકો તો આ વીડિયો જોઇ દાંતમાં આંગળી દબાવી રહ્યા છે, તો કેટલાક લોકો અંધવિશ્વાસને લઇને આ બાળકને ખતરામાં નાખી રહ્યા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, એક મોટી કડાઇમાં એક બાળક બેઠેલુ છે અને કડાઇ નીચે આગ છે એટલે કે ચૂલો ચાલુ છે.

કડાઇમાં ઉકળતા પાણી જેવું કંઇક દેખાઇ રહ્યુ છે પરંતુ ખભા પર ભગવા કલરનું કપડુ છે. માથા પર ચંદન લગાવેલુ છે અને બાળક શાંતિપૂર્ણ બેઠો છે. ઉપર એક ભક્ત પ્રહલાદ લખેલુ બોર્ડ છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર એક યુઝર દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેણે વીડિયો શેર કરી લખ્યુ છે કે, આ 2021નું ભારત છે. જો કે, આ ઉપરાંત વીડિયો સંબંધી કોઇ જાણકારી નથી.

કેટલાક યુઝર દ્વારા આ વીડિયોને ફર્જી બતાવવામાં આવી રહ્યો છે તો કેટલાક આનાથી બચવાની સલાહ આપી રહ્યા છે. જો કે, જણાવી દઇએ કે, આ વીડિયોને જોતા એવું લાગી રહ્યુ છે કે, કોઇ તરકીબ અજમાવવામાં આવી હોય.

 

Shah Jina