જીવનશૈલી દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો

ખેતલાઆપાની ચા : ત્રણ રાજકોટીયન મિત્રોએ શરૂ કરેલી ચાની નાનકડી લારી કઈ રીતે ગુજરાત આખાની બ્રાન્ડ બની? વાંચો સફળતાની વાત…

ગુજરાતીઓ માટે તો એવું કહી શકાય કે આપણે હવા વગર બે ઘડી કાઢી લઈએ પણ ચા વગર નહી! ‘ચા’ની ‘ચા’હતનું ઘેલું અંગ્રેજોએ લગાડ્યું ત્યારથી ગુજરાતીઓ માટે તો એ સર્વસ્વ બની ગઈ. આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના કોઈ પણ શહેરમાં જાઓ, સૌથી વધારે સંખ્યા કોઈ દુકાનની હોય તો એ ચાના સ્ટોલની જ હશે.

Image Source

આ ચાના સ્ટોલમાં થોડાંક વર્ષોથી એક નવું નામ ભળ્યું છે : ખેતલાઆપા! કોઈ ચાનો રસીયો એવો નહી હોય જેણે ખેતલઆપાની ચા ન પીધી હોય કે નામ ન સાંભળ્યું હોય. રાજકોટથી ઉદ્ભવેલી આ લારી આજે તો બ્રાન્ડ બની ગઈ છે. ગુજરાતનાં અનેક શહેરોમાં તેના સ્ટોલ ધૂમધામથી ચાલે છે. આજે આપણે નજર કરીશું ખેતલાઆપાની આ સફળતા પાછળ જવાબદાર ત્રણ વ્યક્તિઓ વિશે. કઈ રીતે થયેલી શરૂઆત? જાણો અહીં :

બે ભાઈઓ અને ત્રીજા ગઢવી —

૧૯૮૦માં વિક્રમભાઈ અને સામતભાઈના પિતાએ રાજકોટમાં ચાની લારી ખોલી અને વખત વીતતા ધંધો સારો ચાલ્યો એ પછી આ બંને ભાઈઓને લાગ્યું, કે આ ક્ષેત્રમાં ઘણું આગળ વધી શકાય એમ છે. આખરે ચાનો ધંધો પણ જિંદગી બનાવી દેનારો સાબિત થાય છે!

Image Source

આ બંને ભાઈઓને નરેન્દ્ર ગઢવીનો સાથ મળ્યો અને ત્રણેએ મળીને રાજકોટમાં નાનકડી લારીના સ્વરૂપે ચા બનાવવાની શરૂઆત કરી. સ્વાદ સૌથી અલગ હોય તો ઓળખ પણ અલગ મળવાની. આ ત્રણે મિત્રોની ચામાં સ્વાદ ખાસ હતો, જે આગળ જતા તેની ઓળખ બન્યો.

જોતજોતામાં ઘરાકી વધવા માંડી. રાજકોટવાસીઓની ભીડ સવારસાંજ સ્ટોલ પર વધવા માંડી. એમ થતાં વારો ના આવે એટલા લોકો ચાના સ્વાદની ચૂસકીઓ ભરવા એકઠા થવા લાગ્યા.

Image Source

નરેન્દ્ર ગઢવીને વિચાર આવ્યો, કે આપણે માત્ર એક લારી પૂરતી આ સફરને સીમિત નથી રાખવી. પણ ‘ખેતલાઆપા’નું નામ એક બ્રાન્ડ તરીકે પ્રમોટ કરવું છે. માત્ર રાજકોટ નહી, આખું ગુજરાત કવર કરવું છે.

ખરેખર ધીમે-ધીમે એ શક્ય બન્યું. વિવિધ શહેરમાં ખેતલાઆપાના સ્ટોલ નખાવા માંડ્યા. લોકોને અહીં પણ એવો સ્વાદ મળવા માંડ્યો. અમદાવાદના ટી સ્ટોલ પર તો બહોળી માત્રામાં ઘરાકી વધી. વડોદરા, ભાવનગર અને ગુજરાતનાં બીજાં અનેક શહેરોમાં આ બ્રાન્ડ પહોંચી. લગભગ ૬૦થી વધારે નાનાં-મોટાં શહેરોમાં આજે ખેતલાઆપાની દુકાનો છે.

અગાઉ કહ્યું તેમ, આજે લોકો ખેતલાઆપાનાં નામ માત્રથી આકર્ષાઈને ચા પીવા આવે છે તેનું કારણ આ ચામાં રહેલો વિશિષ્ટ સ્વાદ છે. લગભગ અડધોઅડધ દૂધને બાળીને ચા બનાવવામાં આવે છે એટલે જાણે મલાઈ પીઓ એવું લાગવા માંડે! ત્રણ મિત્રોની આ બ્રાન્ડ આજે કોઈ સારી એવી કંપનીઓ કરતા પણ વધુ વકરો રળે છે!

Image Source

એ સાથે જ જણાવવાનું એ પણ રહે છે, કે આ આ બ્રાન્ડનું નામ વિવાદોમાં પણ વધારે રહ્યું છે. આરોગ્ય વિભાગના પણ દરોડા પડ્યાં છે તો અમદાવાદની સ્ટોલ પર મ્યુનિસિપલ કોર્પોરેશને પણ લાલ આંખ કરેલી. બીજું એ પણ છે, કે આજે ગુજરાતમાં ગેરકાયદે પણ એવા ઘણા ટી-સ્ટોલ બન્યા છે જે કોઈ જાતના કરાર વગર ખેતલાઆપા નામ લગાવે છે. જેને પરીણામે ગોટાળો ઉભો થાય છે. પ્રસિધ્ધીની સાથે આવું પણ મળતું હોય છે!

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks