સ્ટેજ ઉપર ઉભો હતો સુપરસ્ટાર અભિનેતા, અચાનક આવી એક મહિલા અને ગળે લગાવી જોર જોરથી રડવા લાગી, કારણ જાણીને તમે પણ હેરાન રહી જશો, જુઓ વીડિયો

પોતાના મનમતા સુપરસ્ટારને મળવાનું સપનું કોનું નથી હોતું ? દરેક વ્યક્તિ પોતાના ગમતા અભિનેતાની એક ઝલક જોવા માટે પણ આતુર રહેતા હોય છે. બોલીવુડના અભિનેતાઓ સાથે સાથે સાઉથ અને ભોજપુરી ફિલ્મોના અભિનેતાઓએ પણ દુનિયાભરમાં એક આગવું નામ કર્યું છે. ત્યારે હાલમાં સુપરસ્ટાર ખેસારી લાલ યાદવને એક નેપાળી છોકરીએ બાથ ભીડીને અચાનક રડવા લાગી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

ખેસારી લાલ પાસે આ યુવતીને આ રીતે રડતા જોઈને ખેસારીલાલ અને તેની આસપાસના લોકો ચોંકી ગયા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભોજપુરી સ્ટાર ખેસારી લાલના પીઆરઓ રંજન સિન્હાએ પણ આ વીડિયો યુટ્યુબ પર અપલોડ કર્યો છે. જો કે, વીડિયો જોયા પછી તમને ખ્યાલ આવશે કે સ્ટારને પ્રેમ કરતા ફેન્સ તેમના પર કેટલો ક્રશ ધરાવે છે.

ભૂતકાળમાં આ છોકરી ખેસારી લાલ યાદવને મળવા આવી હતી, જે મળતાની સાથે જ રડવા લાગી હતી. આ ઘટના નેપાળના પટોરા, રૌતહાટ, મધેશ વિસ્તારની છે જ્યાં ખેસારી લાલ યાદવ એક કાર્યક્રમમાં ગયા હતા. ત્યાં તેને એક મહિલા ચાહક મળી જે પોતે સ્ટેજ પરફોર્મર છે. ખેસારીલાલ યાદવને જોતા જ તેમણે ગળે લગાડ્યા અને રડવા લાગ્યા. તેણે કહ્યું કે ખેસારીલાલને મળવાનું તેનું સપનું હતું. તે આઠ વર્ષની ઉંમરથી ખેસારી લાલ યાદવની ચાહક છે.

છોકરીએ ખેસારી લાલને કહ્યું કે તે પણ તેને ખૂબ પ્રેમ કરે છે અને હંમેશા તેનું સપનું હતું કે તે ખેસારી લાલ યાદવને એકવાર ગળે લગાવે. અને તેનું આ સપનું મહાશિવરાત્રીના પર્વ ઉપર પૂર્ણ થયું. યુવતીએ ખેસારી લાલ યાદવને કહ્યું કે તે પોતે એક કલાકાર છે અને તેને તેના પતિ તરફથી ઘણો સહયોગ મળે છે.

આ સમગ્ર ઘટના બાદ ખેસારી લાલ યાદવે આ મહિલા પ્રશંસકનો આભાર માન્યો અને તેના પતિના આશીર્વાદ પણ માંગ્યા. ખેસારી લાલ યાદવે કહ્યું કે મેં મારા જીવનમાં આ પ્રેમ અને સ્નેહ મેળવ્યો છે. આ છોકરીએ ઉંમરને ધ્યાનમાં લીધા વિના તેના હાથ પર મારુ ટેટૂ કરાવ્યું. તે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે.

Niraj Patel