ખબર દિલધડક સ્ટોરી રસપ્રદ વાતો

ખેડૂતે હેલિકોપ્ટર દ્વારા કરી પોતાની લાડલી દીકરીની વિદાઈ, પછી દીકરીએ જે કહ્યું તે સાંભળીને આખું ગામ રડી પડ્યું…

આપણી ભારતીય સંસ્કૃતિમાં દીકરીને પારકી થાપણ કહેવામાં આવી છે. દીકરી કોઈ પણ હોય, ભલે એ અંબાણીની દીકરી હોય કે પછી કોઈ સામાન્ય ખેડૂતની, તેમના પિતાને એ વ્હાલી જ હોય છે. દરેક પિતા પોતાની દીકરીને રાજકુમારીની જેમ રાખે છે અને પોતાના કાળજાના કટકાને ભારે હૃદયે લગ્ન પછી વિદાઈ આપે છે. લગ્ન બાદ દીકરીએ પોતાના સાસરે પોતાના માતા-પિતાથી દુર જવું જ પડતું હોય છે અને આજ દુનિયાની રીત છે જે સદીઓથી ચાલતી આવી રહી છે. દીકરીના લગ્નમાં દરેક મા-બાપ પોતાના સપનાઓ પુરા કરતા હોય છે. જે પણ થઇ શકે તે બધું જ કરવા માટે તૈયાર રહેતા હોય છે. દાન-દહેજ આપે છે અને દીકરીના થનારા પરિવારના લોકોનું માન પણ રાખે છે.

ઉત્તરપ્રદેશના બુંદેલખંડમાં ખેડૂતો ભલેને દેવામાં ડૂબેલા હોય પણ ઇકારીઓ માટે પોતાનો જીવ પણ ન્યોછાવર કરવાની ભાવના હજુ પણ તેમનામાં જીવંત છે. તો આજે અહીં ઉત્તરપ્રદેશનાં બુલંદખંડમાં રહેનારા એક કિસાન વિશે જણાવીશું કે જેણે પોતાની દીકરીનું સપનું પૂરું કરવા માટે તે કરી બતાવ્યું જે ખૂબ જ હેરાન કરી દેનાર છે.

Image Source

ઉત્તરપ્રદેશનાં ઝાંસી જીલ્લાનાં મૈરી ગામના એક કિસાન દંપતીએ રવિવારે પોતાની દીકરીની વિદાઈ હેલિકોપ્ટર દ્વારા કરીને સાબિત કરી બતાવ્યું કે તે પોતાની દીકરીને કેટલી હદ સુધી પ્રેમ કરે છે. જણાવી દઈએ કે ઝાંસી જીલ્લાનાં મૈરી ગામના રહેનારા રાકેશ યાદવને ત્રણ દીકરીઓ અને એક દીકરો છે, જેમાંની બે દીકરીઓનાં લગ્ન પહેલા થઇ ચુક્યા હતા અને હવે તે પોતાની સૌથી નાની દીકરી સુધાના લગ્ન પાલર ગામના અજયની સાથે કર્યા હતા અને દીકરીની ઈચ્છાનુસાર રવિવારે તેની વિદાઈ હેલિકોપ્ટર દ્વારા કરી હતી. જેને જોઇને આખું ગામ હેરાન રહી ગયું હતું.

Image Source

રાકેશ સિંહ યાદવે આ વિશે બતાવ્યું કે તેની લાડલી દીકરીને તેના લગ્ન પહેલા એક ઈચ્છા જણાવી હતી કે તેની વિદાઈ હેલિકોપ્ટરથી કરવામાં આવે ત્યારથી જ તેના પિતાએ નિર્ણય લઇ લીધો કે તે તેની દીકરીની આ ઈચ્છા જરૂર પૂરી કરશે. સાથે જ દુલ્હનને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેની ખુશીનો પાર જ રહ્યો ન હતો. તેણે કહ્યું, “હેલિકોપ્ટરથી વિદાઈ મારું એક મોટું સપનું હતું જેણે મારા માતા-પિતા અને ભાઈએ મળીને પૂરું કર્યું. હવે હું જીવનભર માતા પિતા પાસેથી કશું જ નહિ માગું. હું ખુબ જ ખુશ છું.”

આ લગ્નમાં એક બીજી પણ બાબત હતી જે ખાસ ધ્યાન દોરવા લાયક હતી, અને તે હતી દુલ્હાના ગળામાં નોટોની માળા. લગ્ન દૌરાન દુલ્હાએ બે હજાર નોટોની માળા પહેરી રાખી હતી જે લગભગ 6 લાખ રૂપિયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Image Source

આ વિદાઈને જોવા માટે મેદાનમાં હેલિકોપ્ટરની ચારે બાજુ ભીડ જમા થઇ ગઈ હતી, ભીડમાં બાળકો અને મહિલાઓ સિવાય તમામ વડીઓ વૃદ્ધો પણ સામેલ થયા હતા. જણાવી દઈએ કે દુલ્હનની આવી અનોખી વિદાઈને જોવા માટે સેંકડોની સંખ્યામાં ગામના લોકોની ભીડ ઉમટી પડી હતી જેને જોતા હેલીકોપ્ટરની સુરક્ષા અને કોઈપણ પ્રકારની આપાત સ્થિતિ પેદા ન થાય તેના માટે ત્યાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પણ મોજુદ રાખવામાં આવી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks