કઠલાલ-કપડવંજ રોડ ઉપર સર્જાયો ગમખ્વાર અકસ્માત, મારુતિની આ કારના નીકળી ગયા કુચ્ચેકુચ્ચા, 5 લોકોના મોત

છેલ્લા ઘણા સમથી ગુજરાતમાં અકસ્માતના ઘણા બધા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં કેટલાક લોકો મોતને પણ ભેટતા હોય છે, હાલ એવા જ એક ગમખ્વાર અકસ્માતની ખબર કઠલાલમાંથી સામે આવી રહી છે, જ્યાં કઠલાલ-કપડવંજ હાઇવે ઉપર એક કારને અકસ્માત થતા 5 લોકો મોતને ભેટ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ખેડા જિલ્લાના કઠલાલ પંથકમાં ગઈકાલે ગુરુવારે મોડી રાત્રે કઠલાલના કપડવંજ રોડ પર પોરડા નજી  ટેન્કર અને કાર વચ્ચે  હૃદય કંપાવી દે એવો અકસ્માત સર્જાતાં 4 વ્યક્તિનાં ઘટનાસ્થળે અને એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ સ્વીફ્ટ કાર ઓળખાવા જેવી હાલતમાં પણ ન રહી હતી. સ્વીફ્ટ કાર ભંગાર કરતા પણ ખરાબ હાલતમાં બૂકડો બોલાઈ ગઈ હતી.

અકસ્માતમાં મૃત્યુ પામનારા તમામ લોકો વિરમગામ અને લખતર તાલુકાના વતની હોવાનું જાણવા મળ્યું છે. કઠલાલ પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. લોચો વળેલી કારમાં સવાર કેટલાક લોકોને સ્થાનિકોએ બહાર કાઢ્યા હતા, જે પૈકી 4 વ્યક્તિનાં ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે એક વ્યક્તિને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફત ખસેડાયો હતો, જેનું પણ ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. મૃતકોના મૃતદેહોને કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ માટે લઈ જવાયા હતા.

મૃતકોમાં બે વ્યક્તિ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના બાબાજીપૂરાના છે. જયારે કે, અન્ય બે મૃતકો અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ચેજરા અને વસવલિયાના રહેવાસી છે.   સ્થાનિકોનું કહેવું છે કે ઓવરટેક કરવાની પળોજણમાં અકસ્માત આ ગમખ્વાર સર્જાયો હતો.

 

Niraj Patel