ખેડામાં ગેમ બાબતે મનદુઃખમાં થતા જ સગીરે કરી પિતરાઈ સગીરની હત્યા, મૃત્યુ ધ્રુજાવી દે તેવું આપ્યું

જેના બાળકો ફ્રી ફાયર રમતા હોય તે માં-બાપ સાવધાન: ખેડામાં એક પિતરાઈ ભાઈએ બીજા પિતરાઈ ભાઈની હત્યા કરી, જીવ એવી રીતે ગયો કે વાંચીને ફફડી ઉઠશો

આજે મોટાભાગના લોકો પાસે સ્માર્ટફોન છે અને બાળકો માટે સમાર્ટફોન એટલે ગેમ રમવાનું એક સાધન બની ગયું છે, વાલીઓ પણ પોતાના બાળકો હેરાન ના કરે તે માટે થઈને તેમના હાથમાં મોબાઈલ થમાવી દેતા હોય છે, અને બાળકોને પણ ગેમ રમવાની એવી લત લાગી જાય છે કે તેમને પણ ગેમ સિવાય કઈ દેખાતું નથી હોતું, ઘણીવાર ગેમ રમવાની આ લત જીવ પણ લઇ લેતી હોય છે.

હાલ આવી જ એક ઘટના ખેડા જિલ્લાના ગોબલેજમાંથી સામે આવી છે, જ્યાં એક સગીર બાળકને ગેમની લતના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો, આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ગોબલેજના એક પરિવારનો 11 વર્ષનો દીકરો છેલ્લા બે દિવસથી ગુમ હતો, જેના બાદ પરિવારે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

જેના બાદ આ બાળકની તપાસ કરતા બે દિવસ પછી પોલીસને એક કુવામાંથી સગીર બાળકની લાશ મળી આવી હતી. જેમાં સગીરની હત્યા થઇ હોવાનું સામે આવી રહ્યું હતું. જેના કારણે પોલીસે આ મામલામાં તપાસ શરૂ કરી હતી અને તપાસમાં જે સામે આવ્યું તે ખરેખર ચોંકવનારું હતું, આ ખુલાસો જાણીને પરિવાર અને પોલીસના પણ હોશ ઉડી ગયા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે સગીરના પિતરાઈ મોટાભાઈએ જ સગીરની હત્યા કરી નાખી હતી. મોબાઈલમાં ગેમ રમવાની બાબતે બંને ભાઈઓ વચ્ચે માથાકૂટ થઇ હતી, જેના બાદ 17 વર્ષના મોટાભાઈએ તેના નાના 11 વર્ષના સગીર ભાઈને માથામાં બોથડ પદાર્થ મારી દીધો હતો, જેના બાદ સગીર બેભાન થઇ ગયો હતો.

એટલું જ નહિ મોટાભાઈએ સગીરને બેભાન અવસ્થામાં જ તેના હાથ-પગ બાંધી અને નજીકમાં આવેલા કૂવાની અંદર ફેંકી દીધો હતો, જેના બાદ સગીરનું મોત થયું હતું. આ મામલામાં પોલીસે સગીર સામે હત્યાનો ગુન્હો નોંધીને વધી તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ સગીરના પરિવાર ઉપર પણ દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સતત મોબાઈલમાં ગેમ રમતા બાળકોના વાલીઓ માટે પણ આ ચેતવણી રૂપ ઘટના છે.

Niraj Patel