દિવંગત સંગીતકારના પત્ની જગજીત કૌરનું લાંબી બીમારી પછી આજે અવસાન થયું છે. આજે એટલે કે રવિવારે સવારે 6 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. તમને જણાવી દઈએ તેમની ઉમર 93 વર્ષ હતી.
દિવંગત સંગીતકાર ખ્ય્યામની વાઈફ જગજીત કૌર ઘણા સમયથી બીમારીથી પીડાતા હતા. તેમણે તેમના પતિ ખય્યામના નિર્દેશનમાં કેટલા ફિલ્મના ગીતો ગાયા હતા. જેમાંથી “તુમ અપના રંજો ગમ, અપની પરેશાની મુજે દે દો” ફિલ્મ (શગુન)નું આ સોન્ગ ખૂબ મશહૂર થયું હતું.
સંગીતકારના પત્ની જગજીત કૌરના અંતિમ સંસ્કાર આજે રવિવારે સવારે 12 વાગ્યે મુંબઇના વિલે પાર્લે સ્થિત સ્મશાનમાં કરી દેવાયા. ઉલ્લેખનિય છે કે, બે વર્ષ પહેલા જ સંગીતકાર ખય્યામ પણ દુનિયાને અલવિદા કહી ગયા.
તેમના પત્નીના અવસાનથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રી સંગીત જગતમાં શોક વ્યાપી ગયો છે. સંગીત કાર ઉત્તમ સિહ, એક્ટ્રેસ પદ્મિની કપિલા સહિતના સેલેબ્સે શ્રદ્ધાંજલિ આપી છે.
ખય્યામ અને જગજીત કૌરના મેરેજ 1954માં થયા હતા. આ પહેલી આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પહેલા ઇન્ટર કમ્યુનલ મેરેજ હતા, જગજીત કૌર પંજાબના એક મોટા પરિવારની દીકરી હતા. ખય્યામ અને જગજીતના દીકરા પ્રદીપનું 2012માં હાર્ટ અટેકથી મૃત્યુ થયું હતુ. તેણીએ 1981 માં ખૈયમ-કંપોઝ્ડ યાદગાર સાઉન્ડટ્રેક “ઉમરાવ જાન” માં એક ગીત પણ ગાયું હતું.
તમને જણાવી દઈએ કે તેણીએ લતા મંગેશકર અને આશા ભોંસલે જેવા દિગ્ગજ સાથે ફિલ્મોના ગીતો ગાયા હતા, તેમ છતાં તેમના તમામ ગીતોને યાદગાર માસ્ટરપીસ તરીકે વર્ણવવામાં આવ્યા છે. 2016 માં, તેમને તેના પતિ-સંગીતકાર સાથે, ભારતમાં ઉભરતા કલાકારો અને ટેકનિશિયનને ટેકો આપવા ખૈયમ જગજીત કૌર કેપીજી ચેરીટેબલ ટ્રસ્ટની શરૂઆત કરી. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સંગીત દિગ્દર્શક ખય્યામને હાર્ટ એટેક આવ્યો હતો અને 19 ઓગસ્ટ, 2019 ના રોજ 92 વાગ્યે તેમનું અવસાન થયું હતું.
#JagjitKaur, veteran singer and wife of #music composer #Khayyam, passes away at 93
Details here: https://t.co/YBgu4SWdRn#Jagjit #RIP #RIPJagjitKaur #JagjitKaurJi #Bollywood pic.twitter.com/cAubrMWc0Q
— Delhi Times (@DelhiTimesTweet) August 15, 2021