મનોરંજન

ખય્યામ સાહેબની અંતિમવિધિમાં એવું તે શું થયું કે સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ

બોલિવૂડની ફિલ્મોમાં સુપર હિટ ગીતો આપનાર ખય્યામ સાહેબે સોમવારે અંતિમ શ્વાસ લીધો હતો. 92 વર્ષની ઉંમરે તેમને હાર્ટ અટેક આવવાથી તેમનું નિધન થયું હતું. તેમના નિધનની ખબર સાંબળી બોલિવૂડ સહીત દરેક સંગીત પ્રેમીઓમાં દુઃખની લાગણી છવાઈ હતી. મંગળવારે ખય્યામના અંતિમ વિદાય આપવામાં આવી હતી. દુઃખદ ઘટનામાં પરિવારજનોને શાંત્વના પાઠવવા સંગીતકાર સોનુ નિગમ સહીત બીજા કેટલાક કલાકારો ત્યાં હજાર રહ્યા હતા.

Image Source

ખય્યામના અંતિમ વિદાયનો એક વીડિયો ઈન્ટરનેટ પર ખુબ જ વાઇરલ થયો હતો. આ વીડિયોમાં સોનુ નિગમ ખય્યામની અર્થીને કાંધ આપતા જોવા મળે છે.

 

View this post on Instagram

 

His great music 👍 #khayyam lives in our hearts forever 🙏 #rip

A post shared by Viral Bhayani (@viralbhayani) on

દુઃખદ ઘટનામાં બધાની આંખમાં આંસુ છવાયેલા હતા, જે લોકો ત્યાં ન હતા આવી શક્યા તેઓ ટ્વીટરની મદદથી પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતા દુઃખ વ્યક્ત કર્યું હતું. આ સિવાય કારણ જોહર, મહાનાયક આમિતાભ બચ્ચન, આયુષ્માન ખુરાના, જાવેદ આખતર, લતા મંગેશકર અને વરુણ ગ્રોવર સહિત બીજા કેટલાક કલાકારે દુઃખ વ્યક્ત કર્યું હતું.

Image Source

“કભી કભી મેરે દિલ મેં ખ્યાલ આતા હે”, “મેં પલ દો પલ કે શાયર હું” જેવી સુંદર ધૂન તૈયાર કરવાવાળા ખય્યામનું કરિયર 17 વર્ષની ઉંમરે શરુ થયું હતું. વર્ષ 1953માં તેમને બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો તેમની પહેલી ફિલ્મ “ફૂટપાથ” હતી. તેના પછી તેમને કભી કભી, ત્રિશુલ, નુરી, બાજાર, ઉમરાઉ જાણ અને યાત્રા જેવી ફિલ્મમાં પોતાના સિંગીતથી લોકોના દિલ જીતી લીધા હતા.

Image Source

વર્ષ 2007માં તેમને સંગીત નાટક એકેડમી અને વર્ષ 2011માં તેમને પદ્મ ભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ખય્યામ સરનું સંગીત પોતાની ખાસ શૈલી અને આકર્ષણને કારણે લોકોના દિલોમાં કાયમ રહેશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks