મનોરંજન

જાણીતા સંગીતકાર ખય્યામનું 93 વર્ષની વયે મુંબઈમાં નિધન, લાંબા સમયથી હતા બીમાર, વાંચો સમગ્ર અહેવાલ

ભારતીય સંગીતકાર ખય્યામની 92 વર્ષની વયે નિધન થયું છે. ખય્યામ લાંબા સમયથી બીમાર હતા. ખય્યામનો મુંબઈની એક હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો હતો. સોમવારે સાંજે ખય્યામની તબિયત લથડતા ડોકટરોની મહેનત નિષ્ફ્ળ ગઈ હતી. મશહૂર સંગીતકારનું નિધન થતા ફિલ્મ જગતમાં ઊંડા શોકની લાગણી છવાઈ ગઈ હતી. બોલીવુડના દિગ્ગ્જ કલાકારોએ ખય્યામના નિધનના પગલે શોક વ્યક્ત કર્યો હતો.


ખય્યામનું પૂરું નામ મોહમ્મદ ઝહૂર ખય્યામ હાશ્મી હતી. પરંતુ ફિલ્મ જગતમાં તેને ખય્યામના નામથી જ પ્રસિદ્ધિ મળી હતી.

લુધિયાણાથી 17 વર્ષની ઉંમરમાં ખય્યામે તેની કરિયરની શરૂઆત 1947માં ફિલ્મ ‘ હીર રાંઝા’થી કરી હતી. આ ફિલ્મમાં તેને સંગીત આપ્યું હતું. પરંતુ તેને પ્રસિદ્ધિ તો મોહમ્મ્દ રફીના ગીત ‘અકેલે મેં વહ ધબરાતે તો હોંગે’ થી મળી હતી. ખય્યામને ‘ કભી કભી’ અને ‘ઉમરાવ જાન’ ફિલ્મ માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. આ ફિલ્મના ગીતોને એવરગ્રીન માનવામાં આવે છે.

‘ વો સુબહ કભી તો આએગી’, બુઝા દીયે હૈ ખુદ અપને હાથો’, ‘ સામે ગમકી કસમ’ જેવા ગીતમાં ચાર ચાંદ લગાડી દીધા હતા.

ફિલ્મ ‘ શોલા અને શબનમ’એ તેને સંગીતકારના રૂપમાં પ્રસ્થાપિત્ત કર્યા હતા. ખય્યામની પત્ની જગજીત કૌર પણ સારી ગાયિકા છે. તેને પણ ખ્યાયમ સાથે ‘બાઝાર’, ‘શગુન’, ‘ ઉમરાવજાન’માં કામ કર્યું છે.

ખય્યામને ફિલ્મ ના સારા સંગીત માટે નેશનલ એવોર્ડની સાથે-સાથે ફિલ્મફેર એવોર્ડની પણ નવાજવામાં આવ્યા હતા.


વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks