મનોરંજન

ગમે તેવા સ્ટંટ કરવાથી પણ નથી બીતા ભારતના આ 5 સુપરસ્ટાર, નંબર-2 તો છે સૌથી ખતરનાક

આજે બૉલીવુડ હોય, હોલીવુડ હોય કે સાઉથ ફિલ્મ હોય દરેકમાં એક્શન જોવા મળે છે અને દરેક ફેન્સ પોતાના પ્રિય સ્ટાર્સને એક્શન કરતા જોવા માગે છે. આજે બૉલીવુડમાં પણ હોલીવુડની જેમ સ્ટંટને વધારે પસંદ કરવામાં આવી રહ્યું છે. આજે મોટા ભાગે ફેન્સ એક્શન મુવી જોવાનું પસંદ કરે છે.

અમુક એવા સ્ટાર્સ છે કે જે સ્ટંટમાં બોડીનો ડબલનો ઉપયોગ કરે છે. સાથે સાથે આ સ્ટાર દરેક સ્ટંટ જાતે જ કરે છે જે પછી ફાઇટ હોય કે ઊંચાઈથી કૂદવાનું કે કોઈ ગાડીનો પીછો કરવો વગેરે.

1. વિદ્દયુત જામવાલ એ બૉલીવુડમાં પોતાના કેરિયેરની શરૂઆત વિલેનના રોલથી કરી હતી, વિદ્દયુત એ સાઉથની ફિલ્મોમાં પોતાનું કેરિયર બનાવ્યું અને હવે તે બૉલીવુડમાં પણ એક્શન ફિલ્મો કરી રહ્યા છે. વિદ્દયુત ફોર્સ ફિલ્મથી નામના મેળવી હતી.

2. વિષ્ણુ માંજુની ફિલ્મો આજે દરેક કોઈ જોવાનું પસંદ કરે છે વિષ્ણુ પોતાના સ્ટંટ જાતે જ કરે છે, તેમણે તેલુગુ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

3. ટાઇગર શ્રોફના ડાન્સ અને એક્શનને લીધે યુવાઓમાં તેનો ખુબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. ટાઇગર શ્રોફે પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત હિરોપંતી દ્વારા કરી હતી જેના પછી તો તે એક પછી એક એક્શન ફિલ્મો કરતા જ ગયા હતા, ટાઇગર ગમે તેવા ખતરનાક સ્ટંટ પોતાની જાતે જ કરી લે છે.

4. અક્ષય કુમાર પોતાના શાનદાર સ્ટંટ માટે પુરી ઇન્ડસ્ટ્રી માં ફેમસ છે અને દરેક પ્રકારના સ્ટંટ જાતે જ કરવાનું હુનર ધરાવે છે, અક્ષય કુમારને બૉલીવુડ ના સૌથી મોટા એક્શન હીરો પણ કહેવામાં આવે છે, અક્ષયે પોતાના કેરિયર માં દરેક પ્રકારની ફિલ્મો કરી છે, જો કે અમુક સમય થી તેમણે સામાજીક મુદ્દાઓ પર ફિલ્મો કરી છે પણ જલ્દી જ તે પાછા એક્શન ફિલ્મ માં નજરમાં આવશે.

5 .અલ્લુ અર્જુન ફેન્સ ના સૌથી પ્રિય અભિનેતામાંના એક છે અને તેના ફેન્સ તેના પર જીવ ન્યોછાવર કરે છે, અલ્લુ અર્જુન ડાન્સ, એક્ટિંગ, એક્શન, કોમેડી દરેક માં માસ્ટર છે અને પોતાની આ જ ખૂબી ને લીધે તે લાખો લોકો પર રાજ કરે છે. અર્જુન પોતાની ફિલ્મોમાં ખતરનાક થી ખતરનાક સ્ટંટ જાતે જ કરે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.