મોદી સરકારે આપી મોટી ખુશ ખબરી, ખાવાનું તેલ હવે થઇ જશે સસ્તું, સરકારે ઉઠાવ્યું આ મોટું પગલું

મોંઘવારીએ માઝા મૂકી છે, ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધારીની સાથે ખાદ્ય તેલોના ભાવ પણ આસમાને પહોંચી રહ્યા છે, તહેવારોની મોસમ હોય સામાન્ય લોકો ખાદ્ય તેલના ભાવ વધારાને લઈને ચિંતિત હતા, તેવામાં મોદી સરકાર દ્વારા તેલના ભાવોમાં મોટી રાહતની જાહેરાત કરવામાં આવી છે.

સરકાર દ્વારા સોયા તેલ અને સનફલાવર ઓઇલ ઉપર ઈમ્પોર્ટ ડ્યુટીને 15 ટકા ઘટાડીને 7.5 ટકા કરી દીધી છે. આ પહેલા સરકારે ક્રૂડ પામ ઓઇલ ઉપર પણ ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. હવે જોવા જઈએ તો બધા જ ટેક્સ મળીને પ્રભાવ ડ્યુટી કટૌતી 8.25 ટકા થઇ ગઈ છે. કુલ ડ્યુંડી 38.50 ટકાથી ઘટીને 30.25 ટકા ઉપર આવી ગઈ છે. કુલ ડ્યુટીમાં એગ્રી સેસ અને સોશિયલ વેલ્ફેર સેસ પણ સામેલ છે.

ઈમ્પોર્ટ ડ્યુટીની કટૌતીનો સીધો ફાયદો સામાન્ય લોકોના રસોડાના બજેટ ઉપર પડવાનો છે. જો કે ઈમ્પોર્ટ ડ્યુટીમાં આ કટૌતી 30 સપ્ટેમ્બર સુધી જ છે. હાલમાં સરકાર દ્વારા વાર્ષિક 1.5 કરોડ ટન ખાદ્ય તેલને ઈમ્પોર્ટ કરવામાં આવે છે, જેના ઉપર લગભગ 70,000 કરોડ રૂપિયાનો ખર્ચ આવે છે. જયારે દેશની વાર્ષિક ખપત 2.5 કરોડ ટન ખાવાના તેલની છે.

ભારતની અંદર મલેશિયા અને ઇન્ડોનેશિયાથી આયાત કરવામાં આવે છે. ભારતમાં ગયા વર્ષે 72 લાખ ટન પામ ઓઇલ મલેશિયા અને ઇન્ડોનેશિયાથી મંગાવવામાં આવ્યું હતું. આ પહેલા મોદી સરકારે બુધવારના રોજ થયેલી કેબિનેટ બેઠકમાં પામ ઓઇલ મિશનની યોજનાને પણ મંજૂરી આપી હતી.

Niraj Patel