રસોઈ

સ્વાદિષ્ટ ગુજરાતી વ્યંજન ખાંડવી બનાવવાની પરફેક્ટ રીત, આજે જ નોંધી લેજો !

ખાંડવી ખૂબ જ સ્વાદિષ્ટ પારંપરિક ગુજરાતી વ્યંજન છે. જેને આપણે સવારે નાશ્તા ના રૂપ માં અને જમવા ની સાથે સાઈડ ડિશ ના રૂપે પીરસી શકીએ છીએ. ખાંડવી સ્વાદ માં ખૂબ જ મસ્ત અને પૌષ્ટિક પણ છે કેમ કે તેને બનાવવા માં ખૂબ ઓછા તેલ નો ઉપયોગ થાય છે. કારણ કે તેને વરાળ માં બનાવવા માં આવે છે. બેસન ના લોટ અને છાશ નું ખીરું બનાવી તેને ચડવા દેવા માં આવે છે. પછી તેના રોલ બનાવવા માં આવે છે. ત્યાર બાદ રોલ ની ઉપર તલ, જીરું, મીઠો લીમડો અને રાઈ નો વઘાર કરવા માં આવે છે. અહી અમે તમને ખાંડવી બનાવવા ની ખૂબ જ સરળ રીત બતાવી છે. જેને તમે ફટાફટ નોંધી લો. ખાંડવી બે રીતે બનાવી શકાય છે 1, પારંપરિક ખાંડવી રોલ 2, ખૂબ સહેલી ખાંડવી નુડલ્સ.

ખાંડવી બનાવવા માટે ની સામગ્રી

 • ½ કપ – બેસન (ચણા નો લોટ)
 • 1 કપ – ખાટી છાશ
 • ¼ – નાની ચમચી હળદળ નો પાઉડર
 • મીઠું – સ્વાદ અનુસાર
 • વઘાર માટે ની સામગ્રી
 • 1 ટેબલ સ્પૂન – તલ
 • ½ ટેબલ સ્પૂન – રાઈ
 • ½ ટેબલ સ્પૂન – જીરું
 • 1 – લીલા મરચાં (ઝીણા સમારેલા)
 • 10-15 – લીમડા ના પાન
 • 2 ટેબલ સ્પૂન – પીસેલું નારિયેળ
 • 4 ટેબલ સ્પૂન – ઝીણી સમારેલી કોથમીર
 • 4 ટેબલ સ્પૂન – તેલ

ખાંડવી બનાવવા માટે ની રીત – 1

• ખાંડવી ના રોલ બનાવવા માટે એક મોટા વાસણ માં બેસન, છાશ, હળદર નો પાઉડર અને મીઠું લઈ લો. તેને ગ્લેંડર (ઝેયણી) થી બરાબર મિક્સ કરી ખીરું બનાવી લો. ધ્યાન રાખો કે ખીરા માં ગોળીઓ ના વળે. હવે મોટી પ્લેટ અથવા થાળી લો, તેને ઊંધી કરી તેના પર તેલ લગાવી ચીકણી બનાવી લો અને પછી સાઈડ પર મૂકી દો.

• હવે એક જાડું વાસણ લઈ તેમાં આ ખીરા ને નાખો અને ધીમા તાપે ચડવા માટે મૂકી દો.

• આ ખીરા માં ગોળીઓ ના વળે તે માટે તેને સતત હલાવતા રહો. તેનું ધ્યાન રાખો.

• આ ખીરા ને ત્યાં સુધી ચડવા દો જ્યાં સુધી મિશ્રણ ઘાટું ના થાય અને બેસન નો કાચો સ્વાદ ના આવે. આ ખીરા બનતા લગભગ 8 મિનિટ જેટલો સમય લાગશે.

• ખીરું ચડી ગયું છે કે તેની તપાસ કરવા માટે પહેલા થોડું ખીરું લઈ તેને એક પ્લેટ માં ફેલાવી દો અને 1 મિનિટ માટે ઠંડુ થવા દો. એક મિનિટ પછી જો રોલ સહેલાઈ થી બનવા લાગે તો ખીરું તૈયાર છે.

• ખીરું તૈયાર થઈ જાય પછી તરત જ પહેલે થી ચીકણી કરેલી થાળી ઉપર ચમચા થી ખીરું નાખો અને સપાટ ચમચા થી તેને સરખી માત્રા માં પાતળું પરત બનાવો. જેટલું ખીરું હોય એટલી માત્રા માં 2-3 થાળી બનાવી લો.

• હવે તેને 3 થી 4 મિનિટ માટે ઠંડુ થવા દો. પછી છરી થી 2 ઈંચ ની સીધી લાંબી પટ્ટી કાપી લો.

• ખૂબ જ ધ્યાન થી દરેક પટ્ટી નો રોલ બનાવી લો.• હવે એક નાના વાસણ માં વઘાર માટે 2 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા માટે મૂકો. તેમાં રાઈ નાખો, જ્યારે રાઈ તળાવા લાગે ત્યારે તેમાં જીરું, લીમડા ના પાન અને લીલા મરચાં નાખો અને તેને 30 થી 40 સેકન્ડ સુધી ચડવા દો. હવે તલ નાખો અને તલ તળાવા લાગે ત્યારે વાસણ ને ગેસ પર થી ઉતારી લો.

• આ તૈયાર કરેલ વઘાર ખાંડવી ના રોલ પર નાખી દો. હવે તેની ઉપર પીસેલું નારિયેળ અને ઝીણી સમારેલી કોથમીર નાખો.ખાંડવી ને તમે લીલી કોથમીર ની ચટણી અથવા લસણ ની ચટણી સાથે પીરસો.

ખાંડવી બનાવવા ની રીત -2

• સૌપ્રથમ ઉપર કહ્યા પ્રમાણે બેસન નું ખીરું તૈયાર કરી લો. એટલે કે ખીરું ચડે ત્યાં સુધી બધી રીત ઉપર મુજબ કરી લો.

• ખીરુ ઠંડુ થઈ જાય પછી સેવ બનાવવા માટે મશીન લો અને તેમાં મોટી સેવ ની ઝાળી લો અને તેમાં ખીરું ભરો. ત્યાર બાદ મશીન ને બંધ કરી દો.

• હવે મશીન ના હેન્ડલ ને ફેરવતા ચીકણી કરેલી થાળી માં ફેરવો. હવે નુડલ્સ ને 3 થી 4 મિનિટ માટે ઠંડુ થવા દો.

• નુડલ્સ ના નાના ટુકડા કરતાં તેને એક મોટા વાસણ માં ભરી લો.

• આમ ખાંડવી નુડલ્સ બની ગયા પછી ઉપર મુજબ તેનો પણ વઘાર લારી લો અને પછી પીરસો.

• આ ખાંડવી ને તમે ચા કે કૉફી ની સાથે પણ ખાઈ શકો છો. આ ઉપરાંત ખાંડવી ના નુડલ્સ તમે બાળકો ના લંચબોક્સ માં પણ પેક કરી ને મૂકી શકો છો.

લેખક : માધવી આશરા ‘ખત્રી’

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ