શા કારણે GS વાળા ખાન સર બની ગયા રાતોરાત ચર્ચાનો વિષય ? કેમ તેમના નામને લઈને લોકો નિશાન સાધવા લાગ્યા ? જાણો સમગ્ર હકીકત

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ બની ગયું છે જે વ્યક્તિને  રાતો રાત સ્ટાર બનાવી દે છે, જેના ઘણા ઉદાહરણો આપણે જોયા પણ છે. જૂની વાતોને ઉખાડવી સોશિયલ મીડિયામાં એક્ટિવ લોકોનું ગમતું કામ છે. આવું કરતા લોકો વાળની ખાલ શોધવામાં પણ પાછા નથી પડતા. એવું જ કંઈક પટનાની અડનાર જનરલ સ્ટડી (GS) ભણાવવા વાળા ખાન સાહેબ સાથે પણ થયું છે.

ખાન સાહેબ ખુબ જ મજાકિયા અંદાજમાં જીએસ ભણાવે છે. તેમની પોતાની એક યુટ્યુબ ચેનલ પણ છે. “ખાન જીએસ રિસર્ચ સેન્ટર” નામની તેમની આ યુટ્યુબ ચેનલ ઉપર 92 લાખથી પણ વધારે સબસ્ક્રાઇબર્સ છે. તે સમસામયિક વિષય બનાવતા પોતાના બિહારી અંદાજમાં સ્પેશ્યલ કોમેન્ટ પણ કરે છે.

ખાન સરે 24 એપ્રિલના રોજ ફ્રાન્સ-પાકિસ્તાન સંબંધો ઉપર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોની અંદર તેમને એક જગ્યાએ ઉલ્લેખ કર્યો કે પાકિસ્તાનમાં ફ્રાન્સના રાજદૂતને પાછા મોકલવાને લઈને મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. બાળકો પણ આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લઇ રહ્યા છે.

આ દરમિયાન તેમને જે ટિપ્પણી કરી તે બબાલનું કારણ બની ગઈ. તેમને કહ્યું, “આ રેલીમાં આ બિચારા બાળક છે. તેમને શું ખબર રાજદૂત કઈ ચીજ છે. કોઈ ખબર નથી. પરંતુ ફ્રાન્સના રાજદૂતને બહાર લઇ જશે. તેમને કઈ ખબર નથી બાબુ લોગ” તમે લોકો વાંચી લો. અબ્બાના કહેવા ઉપર ના જશો”

તેમના બિહારી અંદાજમાં જ તેઓ કહે છે, “અબ્બા તો પંચર લગાવતા રહેશે. એવું તમે લોકો પણ કરશો તો મોટા થઈને પંચર જ કરશો. તો પંચર ના કરશો નહીં તો તમને પણ ખબર છે કે કઈ નહીં થાય તો ચોતરા ઉપર બેસીને મીટ કાપશો તમે. મૂર્ખ જેવા. જણાવો, આ ઉંમર છે બાળકોને અહીંયા લાવવાની ?”

ત્યારબાદ ખાન સાર ભાવનાઓમાં વહી ગયા અને તેમને એક ધાર્મિક સંપ્રદાય ઉપર ટિપ્પણી કરી દીધી અને કહ્યું “પરંતુ શું કરી શકવાના, 18-19 બાળકો પેદા થશે તો શું કામમાં આવશે ? કોઈ વાસણ ધોશે, કોઈ બકરી કાપશે, કોઈ પંચર બનાવશે.”

ખાન સરના આ વીડિયોની આ કલીપ ટ્વીટર ઉપર વાયરલ થઇ રહી છે અને ધમાલ મચી ગઈ છે. એક ધર્મ વિશેષના વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીના કારણે #Reportonkhansir ટ્રેન્ડ કરવા લાગ્યું છે. કોઈ તેમને સંઘી તો કોઈ તેમને ઇસ્લામોફોબિક જણાવવા લાગ્યા છે.  બે જૂથમાં લોકો વહેંચાઈ ગયા જેમાં કેટલાક લોકો તેમના વિરુદ્ધ તો કેટલાક તેમની તરફેણમાં કોમેન્ટ કરી રહ્યા છે.

વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે લોકો હવે ખાન સરની કુંડળી પણ શોધવામાં લાગી ગયા. કેટલાક લોકોએ તો વીડિયો કલીપ પણ શોધી લીધી જેમાં તે એ કહેતા જોવા મળી રહ્યા છે કે લોકો તેમને અમિત સિંહ કહીને બોલાવી રહ્યા છે. એવામાં #AmitSingh પણ ટ્રેન્ડ કરવા લાગ્યું. આ ઉપરાંત કેટલીક બીજી થિયેરી પણ ખાન સાહેબના નામને લઈને સામે આવી છે. જેમાં તેમનું ગોરખપુર અને ઈલાહાબાદ કનેક્શન પણ શોધવામાં આવ્યું અને તેમનું નામ ફૈજલ ખાન જણાવવામાં આવી રહ્યું છે.

આ મામલો દરેક ક્ષણે એક નવો વળાંક લઇ રહ્યો છે. ખાન સર દ્વારા આ વિશે હજુ કોઈ સ્પષ્ટીકરણ કરવામાં નથી આવ્યું. એવામાં દરેક કોઈ તેમના આ મામલાને લઈને જવાબની રાહ જોઈ રહ્યું છે.

Niraj Patel