...
   

રાખડીઓથી ભરાઇ ગયો ખાન સરનો હાથ, હજારો વિદ્યાર્થીનીઓએ પોતાના પ્રિય ટીચરને બાંધ્યુ સુરક્ષા કવચ

ખાન સરના હાથ પર 7000 બહેનોએ બાંધી રાખડી ! કોચિંગની અંદર જોવા મળ્યુ કંઇક આવું- જુઓ જોરદાર તસવીરો

ખાન સાહેબે ભારતમાં એક આગવી ઓળખ ઊભી કરી છે. તેમણે પોતાની સરળ અને નવી શીખવવાની રીતથી દરેકના દિલ જીતી લીધા છે. ઘણી વખત તેમના વિડિયો યુટ્યુબ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થતા હોય છે. ત્યારે રક્ષાબંધન નિમિત્તે ખાન સરની વિદ્યાર્થીનીઓએ ઘણી બધી રાખડીઓ બાંધી હતી.

આ વર્ષના કેટલાક વીડિયો અને તસવીરો સામે આવી છે, પરંતુ ગત વર્ષનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ખાન સરે પોતાના હાથમાં એટલી બધી રાખડીઓ બાંધી હતી કે લોકો દાવો કરવા લાગ્યા કે આ અત્યાર સુધીની સૌથી વધુ રાખડીઓ છે અને આ એક રેકોર્ડ છે. રીપોર્ટ અનુસાર, તેમણે લગભગ 7000 રાખડીઓ બાંધી હતી જે કદાચ એક રેકોર્ડ છે. હાલમાં આની કોઈ પુષ્ટિ થઇ નથી. રક્ષાબંધનના અવસર પર પટનાના પ્રિય શિક્ષક ખાન સરના કાંડા પર હજારો રાખડીઓ બાંધવામાં આવી હતી.

રક્ષાબંધનના આ પવિત્ર તહેવાર પર વિદ્યાર્થીનીઓની ભીડ ઉમટી પડી હતી. દર વર્ષની જેમ આ વખતે પણ વિદ્યાર્થીનીઓએ તેમને રાખડી બાંધીને સ્નેહ વ્યકત કર્યો હતો. ખાન સરના કાંડા પર બાંધેલી દરેક રાખડી એ વાતનો પુરાવો છે કે તેમણે હજારો વિદ્યાર્થીનીઓના ભવિષ્યને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

પોતાની શિક્ષાના માઘ્યમખી તેમણે ના માત્ર વિદ્યાર્થીઓને જ્ઞાન આપ્યુ પરંતુ આત્મવિશ્વાસ પણ આપ્યો છે. આ જ કારણ છે કે વિદ્યાર્થીનીઓ તેમને પોતાનો આદર્શ માને છે અને દર વર્ષે રક્ષાબંધન પર તેમને રાખડી બાંધે છે. સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ખાન સરના હાથમાં એક-બે નહીં પરંતુ હજારો રાખડીઓ બાંધેલી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by ‘ () (@inspiring_teachers_2024)

Shah Jina