UP, MP બાદ હવે ગુજરાતમાં પણ બિલ્ડોઝર વાળી, ખંભાતમાં તોફાનીઓનાં ગેરકાયદે દબાણો દૂર કરવા ભુપેન્દ્ર સરકારે બુલડોઝર ફેરવ્યું, જુઓ

ઉત્તર પ્રદેશની અંદર યોગી આદિત્યનાથની સરકાર ગેર કાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવીને બુલડોઝર બાબા તરીકે ઓળખાય છે, ત્યારે મધ્ય પર્દેશની અંદર શિવરાજ સિંહ ચૌહાણે પણ રામ નવમીના દિવસે શોભાયાત્રા દરમિયાન જે અસામાજિક તત્વોએ તોફાનો કર્યા હતા તેમના ઘરો ઉપર બુલડોઝર ચલાવ્યું હતું અને તેમને પણ બુલડોઝર મામા તરીકે સંબોધવામાં આવ્યા હતા.

ત્યારે હવે ગુજરાતમાં પણ બુલ્ડોઝર વાળી થઇ છે. યુપી અને એમપી બાદ હવે ગુજરાતમાં પણ મોટી કાર્યવાહી જોવા મળી રહી છે. રામનવમીના દિવસે ખંભાતમાં આવેલા શક્કરપુરમાં પથ્થરમારો થવાની ઘટના બની હતી. આ ઘટના બાદ પોલીસે ધરપકડની કાર્યવાહી હાથ ધરી હતી. તો આ ઘટનાને લઈને તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અને ખંભાત તાલુકામાં સંવેદનશીલ પોઇન્ટ નક્કી કર્યા બાદ ત્યાંથી દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી છે.

આ કાર્યવાહીના ભાગરૂપે શક્કરપુરમાં રહેલા ગેરકાયદેસર દબાણ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું.શક્કરપુર ગામમાં ગેરકાયદે દબાણો અને ઝાડી – ઝાંખરા દૂર કરવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રાંત અધિકારીની નજર હેઠળ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. કોમી રમખાણ વાળા વિસ્તારમાં ગેરકાયદેસર લારી-કેબિનો પર બુલડોઝર ફરી વળ્યુ છે. હાલ તંત્ર દ્વારા સંવેદનશીલ સ્થળોની આસપાસ ઝાડી ઝાંખરા કે ગેરકાયદેસર કાચા કે પાકા દબાણો સહિતની અડચણ દુર કરવા કવાયત હાથ ધરવામાં આવી છે.

શક્કરપુર સહિત ખંભાત તાલુકાની અંદર મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દબાણો ખડકાયેલા છે, જેમની આડમાં અસામાજીક તત્વો પોતાના બદઇરાદા પાર પાડી રહ્યાં હોવાનું પણ સામે આવી રહ્યું છે. આ દબાણોની આડમાં ચાલતી કેટલીક બદીઓ પણ સામે આવી છે. આ ઉપરાંત ખંભાતમાં થયેલી હિંસાના તાર અફઘાનિસ્તાન સુધી જોડાયા હોવાનું પણ સામે આવ્યું છે. કાર્યવાહી દરમિયાન દરગાહની સામે આવેલી તમામ દુકાનો પણ તોડી પાડવામાં આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે આ રમખાણો સંપૂર્ણપણે યોજનાબદ્ધ હતા. આ ઘટનાના મુખ્ય આરોપી મૌલવીએ દરગાહમાં બેસીને જ આ સમગ્ર યોજના ઘડી હતી.

આ મામલામાં તપાસ એજન્સીની પૂછપરછમાં પણ મોટા ખુલાસા થયા છે. જે દિવસ શોભાયાત્રાની મંજૂરી મળી તે દિવસે આ સમગ્ર ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. જેના માટે ખંભાતની બહારથી લોકો બોલાવવામાં આવ્યા હતા. આ ષડયંત્રમાં સામેલ તમામ લોકોએ પાંચ-પાંચ લોકોને બોલાવ્યા હતા. રામનવમીની શોભાયાત્રાના આગળના દિવસે તમામ લોકો પહોંચી ગયા હતા. સાથે જ પથ્થર અને અન્ય સામાન ભેગો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન જ મસ્જિદની પાસેથી જ્યારે શોભાયાત્રા નિકળી હતી ત્યારે જ પથ્થરમારો કરવાનું સૌને સમજાવવામાં આવ્યું હતું. જેના પર અમલ પણ કરવામાં આવ્યો. પહેલા પથ્થરમારો અને બાદમાં આગજની કરવામાં આવી હતી.

ત્યારે આ મામલે ઉચ્ચ અધિકારીઓની મેરેથોન બેઠક બાદ તાત્કાલિક દબાણ હટાવવા આદેશ આપવામાં આવ્યાં હતાં. જેના પગલે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આજે શુક્રવારના રોજ દબાણો હટાવવામાં આવ્યાં હતાં. આ અંગે પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે “કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ હાલ તંત્ર દ્વારા શક્કરપુરમાં દબાણો દુર કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. આ કાર્યવાહી આગળ પણ ચાલતી રહેશે, ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવશે. હાલ ખંભાતમાં સંપૂર્ણ શાંતિ છે અને સમગ્ર ખંભાતમાં દબાણ હટાવવામાં આવશે.”

આ ઉપરાંત આ મામલે આસીસ્ટન્ટ સુપ્રીટેન્ડન્ટ પોલીસે જણાવ્યું હતું કે, “સંવેદનશીલ પોઇન્ટ પર શાંતિ જળવાય રહે તે માટે દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. શક્કરપુરમાં તંત્ર સાથે રહી ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવશે.” શક્કરપુરમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટનામાં પોલીસે ગુનો નોંધ્યા બાદ ધરપકડનો દોર શરૂ કર્યો છે, હાલ મૌલવી સહિત પકડાયેલા શખસોના રિમાન્ડ લેવામાં આવ્યાં છે.

Niraj Patel