ખબર

ખંભાળિયામાં નેતાની 22 વર્ષની દીકરીએ કરી લીધી આત્મહત્યા, આખો પરિવાર હચમચી ઉઠ્યો

નેતાની દીકરીએ ખંભાળિયામાં કરી લીધી આત્મહત્યા, ભાવિ પતિ આવી વાત થઇ અને નક્કી કરી લીધું કે હવે નથી જીવવું

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને આજે નાની ઉંમરના યુવાન યુવતીઓ કોઈ બાબતે લાગી આવતા મોતને વહાલું કરવાનો વિચાર કરતા હોય છે. ઘણો યુવા વર્ગ પરીક્ષામાં નિસ્ફળતાના કારણે તો કોઈ પ્રેમ સંબંધોના કારણે પણ આપઘાત કરી લેતા હોય છે.

ત્યારે હાલ એક એવો જ આપઘાતનો મામલો જામનગરના ખંભાળિયામાંથી સામે આવ્યો છે, જ્યાં એક 22 વર્ષની યુવતીને તેના ભાવિ પતિ સાથે કોઈ વાતને લઈને ઝઘડો થતા ઝેરી પાવડર પી અને મોતને વહાલું કરી લીધું હતું, જેના બાદ યુવતીના પરિવારમાં શોકનો માહોલ ફરી વાળ્યો હતો.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ખંભાળિયાના ગાયત્રીનગરમાં રહેતા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન ધર્મેન્દ્રભાઈ હરિલાલ જોશીની દીકરી 22 વર્ષીય હેમાંગીની સગાઈ એકાદ વર્ષ પૂર્વે ખંભાળિયામાં રહેતા એક યુવક સાથે થઇ હતી. પરંતુ હેમાંગી અને તેના ભાવિ પતિ વચ્ચે કોઈ વાતને લઈને છેલ્લા ઘણા સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો.

આ કારણને લઈને હેમાંગીના મનમાં લાગી આવતા તેને ઘરમાં રહેલો ઘઉંમાં નાખવાનો ઝેરી પાઉડર પી લીધો હતો. જેના અબ્દ તેને સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે આ મામલામાં હવે પોલીસે મરણોત્તર હેમાંગી બેનનું નિવેદન લઈને ભાવિ પતિ વિરુદ્ધ ગુન્હો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

હેમાંગીના પિતાની ઉંમર 55 વર્ષની છે. તેમનું નામ ધર્મેન્દ્ર હરિલાલ જોશી છે. તેમની 22 વર્ષની દીકરીએ આમ અચાનક આપઘાત કરી લેતા પિતાના માથે પણ દુઃખોનો પહાડ તૂટી પડ્યો હતો. આખો પરિવાર દીકરીના અકાળે નિધનના કારણે ખુબ જ દુઃખી પણ થઇ ગયો હતો. દીકરીની સગાઈ થઇ ગઈ હતી અને તેના લગ્નના પિતાના ઓરતા હવે અધૂરા રહી ગયા.

આ ઉપરાંત ખંભાળિયામાં આપઘાતનો વધુ એક બનાવ પણ સામે આવ્યો હતો, જેમાં લાલપરડા ગામે રહેતા જેસાભાઇ આલાભાઈ કદવલાના ધર્મપત્ની કદવીબેને પણ શનિવારના રોજ કોઈ અગમ્ય કારણોસર ગળે ટુંપો ખાઈને મોતને વહાલું કરી લીધું હતું. આ બનાવ અંગે જેસાભાઇએ ખંભાળિયા પોલીસને જાણ કરી હતી, જેના બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.