હેલ્થ

દરરોજ ઉઠીને ખજૂર ખાવવાથી થાય છે અધધ ફાયદા, જાણીને તમે પણ ખજૂર ખાવવાનું ચાલુ કરી દેશો

ચોમાસાની સીઝન પૂર્રી થયા બાદ માર્કેટમાં ખજૂરની સીઝન શરૂ થાય છે. આ સીઝન હોળી સુધી ચાલે છે. ખજૂરમાં પણ કીમિયા, કાળો, પોચો અને અન્ય પ્રકારની ખજૂર આવે છે.  આજકાલ માર્કેટમાં 70 રૂપિયાથી લઈને 1000 રૂપિયા કિલો સુધીની ખજૂર મળે છે.

Image Source

ખજૂર આરોગ્ય માટે ફાયદાકારક છે. ઘણા લોકો એવું માનતા હોય છે. ખજૂરનું સેવન ફક્ત શિયાળામાં જ કરવામાં આવે. પરંતુ ખજૂરનું સેવન તમે બારેમાસ કરી શકો છો. દરરોજ સવારે અને સાંજે ખજૂરનું સેવન કરવાથી સ્વાસ્થ્યમાં ઘણો ફાયદો થાય છે. ખજૂરમાં સુક્રોઝ, ગ્લુકોઝ ફ્રક્ટોઝ હોયછે. જે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.

આવો જાણીએ ખજૂર ખાવાના ફાયદા
દરરોજ ખજૂરનું સેવન કરવાથી શરીરમાં આવેલી કમજોરી દૂર થાય છે.
જે લોકોને વિટામિનની ખામી હોય તે લોકો દરરોજ ચારથી પાંચ પેશીનું સેવન કરવાથી શરીરમાં કોઈ પ્રકારની તકલીફ રહેતી નથી.

Image Source

કબજિયાત, પેટનો દુખાવો,અને ગેસ જેવી સમશ્યાથી પીડાતા હોય તો ખજૂરનું સવાર અને સાંજ સેવન કરવાથી ફાયદો થાય છે.

ખજૂરમાં કોપર, પોટેશિયમ, ફાઈબર, મેંગેનીઝ, મેગ્નેશિયમ અને વિટામીન બ૬ આ બધું જ ભરપૂર માત્રામાં હોય છે. આથી રોજ ખજૂર ખાવાથી શરીરમાં આ બધી ઉણપ દૂર થાય છે.

દરરોજ ખજૂર ખાવવાથી આંતરડાની ગંદકી દૂર થાય છે. અને આંતરડા મજબૂત થાય છે.
આજના ફાસ્ટફૂડના યુગમાં લોકોને નાની ઉંમરે સાંધાના દુખાવો થાય છે. સાંધાના દુખાવાથી છુટકારો મેળવવા દૂધની અંદર ખજૂર મિક્સ કરી સસેવન કરવાથી દુખાવો દૂર થાય છે.

શરીરની લોહીના ઉણપમાં ખજૂર અકસીર ઈલાજ છે. જે માણસને લોહીની તકલીફ હોય તે માણસ સળંગ 21 દિવસ સુધી ખજૂરનું સેવન કરે તો શરીરમાં લોહીની ઉણપ અને આર્યન દૂર થાય છે. સાથે જ હિમોગ્લોબીનમાં વધારો થાય છે.

Image Source

આજકાલ યુવતીઓ ડાયટિંગના ચક્કરમાં પૂરતું ખાતી નથી. ત્યારે તેના શરીરમાં કમજોરી આવી જાય છે. યુવતીઓ દરરોજ 4થી 5 ખજૂરની પેસીનું સેવન કરે તો તેના વજનમાં પણ વધારો થાય છે. આજકાલ લોકો વધારે પડતા મોબાઈલના ઉપયોગથી મગજ કામ નથી કરતો હતો. તેના કારણે કામમાં પણ ધ્યાન નથી આપી શકતું. ત્યારે દરોજ ખજૂરનું સેવન કરવાથી ઈમ્યુનીટીમાં વધારો થાય છે. અને કામ પર પૂરતું ધ્યાન આપી શકાય છે.

આજકાલ નાના બાળકોના ખાવામાં બહુજ વાંધા હોય છે. પરિણામે તેનો પૂરતો વિકાસ થતો નથી. ત્યારે બાળકોને દરરોજ ભાતના પાણીમાં ખજૂર ખવડાવવાથી ફાયદો થાય છે.

Image Source

હાડકામાં કેલ્શિયમની ઉણપ હોય તો તે માટે ખજૂર દવાનું કામ કરે છે. ખજૂરમાં ખુબ જ પોટેશિયમ હોય છે જે હૃદયની સ્થિતિ સુધારે છે. અભ્યાસ મુજબ ખજૂર ખાવાથી સ્ટ્રોકની શક્યતા ઘણી ઘટાડી શકાય છે.એક રિસર્ચ અનુસાર જ્યારે વ્યક્તિના શરીરમાં પૂરતું વિટામિન B6 હોય ત્યારે મગજ વધુ સારી રીતે કામ કરે છે. આ કારણે તમે વધુ ધ્યાનથી કામ કરી શકો છો, તમારી યાદશક્તિ સુધરે છે અને તમે કોઈપણ માહિતીને ઝડપથી સમજી શકો છો. આથી મગજને તેજ બનાવવા પણ ખજૂર શ્રેષ્ઠ આહાર છે.

ખજૂરમાં ઉચ્ચ સ્તરની કુદરતી શર્કરા હોય છે, Example સુક્રોઝ, ફ્રોટોઝ અને ગ્લુકોઝ, જે આ ફળ અદ્ભૂત મીઠા બનાવે છે. આ તમામ કુદરતી શર્કરા તમારા શરીરમાં મોટી માત્રામાં કેલરી મુક્ત કરે છે, આનાથી તમે મહેનતુ બની શકો છો. ખજૂરની ખનિજ સામગ્રી તમારા શરીરની ચયાપચયની ક્રિયાને ઉત્તેજિત કરે છે, જે તમારી એનર્જી વધારે છે.

જયારે સ્ત્રી પ્રેગ્નન્ટ હોય ત્યારે હરસનું નિર્માણ ઘણી વખત ગંભીર સમસ્યાઓનું કારણ બને છે.ખજૂરમાં ફાઇબરના વિશાળ જથ્થા હોવાના લીધે, આ ફળ શરીરમાં હેમરોરોઇડનું નિર્માણ અટકાવી શકે છે. તદુપરાંત, તારીખોનો ઇન્ટેક ગર્ભાવસ્થા દરમિયાન શરીરને તંદુરસ્ત રાખે છે અને સ્ત્રીઓને ઊર્જાસભર રાખે છે, આ સમયગાળાને માતાઓની અપેક્ષા માટે વધુ સહન કરી શકાય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.