ખજુરભાઈને લોકોએ આપી એવી સલાહ કે દાન કરો તો દેખાડો ના કરો…પછી નીતિન જાનીએ આપ્યો એવો હણહણતો જવાબ કે લોકોની બોલતી થઇ ગઈ બંધ..જુઓ વીડિયો

હું કોઈનો એક રૂપિયો લેતો નથી અને હું દાન પણ….આપ્યો એવો સણસણતો જવાબ કે લોકોની બોલતી થઇ ગઈ બંધ..જુઓ વીડિયો

ગુજરાતમાં નીતિન જાની ઉર્ફે ખજુરભાઈ આજે હજારો લોકોના મસીહા બની ગયા છે, તેમણે ઘણા લોકોને રોજગાર પૂરો પાડ્યો છે તો કેટલાય લોકોને નવા પાક્કા ઘર બનાવી આપ્યા છે, કોઈની પણ આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય તેના વિશેની જાણ નીતિનભાઈને થતા જ તે તેમની મદદ માટે પહોંચી જતા હોય છે અને તે પોતાના આ કામને તેમના સોશિયલ મીડિયા દ્વારા વીડિયો શેર કરીને પણ બતાવતા હોય છે.

ત્યારે ઘણા લોકો એવા પણ હોય છે જેમને નીતિન ભાઈનું આ કામ આંખમાં કણાની જેમ ખૂંચતું હોય છે અને ઘણા લોકો તેમના આ વીડિયોમાં કોમેન્ટ કરીને સલાહો પણ આપતા હોય છે અને ક્હેતા હોય છે કે દાન એવી રીતે કરવું કે જમણા હાથે કર્યું હોય તો ડાબા હાથને ખબર પણ ના પડે, તો ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે નીતિન જાની આ કામ ફક્ત દેખાડો કરવા માટે જ કરતા હોય છે.

ત્યારે હવે નીતિનભાઈનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જે લોકો આવી કોમેન્ટ કરી રહ્યા છે તેમને જડબાતોડ જવાબ અપાયો છે. વીડિયોમાં ખજુરભાઈ કહી રહ્યા છે કે “હું કોઈનો એક રૂપિયો લેતો નથી અને હું દાન પણ કોઈનું નથી લેતો હું મારી પાસે જે પૈસા છે એ પૈસા વાપરું છું. હું કોઈની પાસે એક રૂપિયો ઉઘરાવતો પણ નથી.”

તે આગળ એમ પણ જણાવી રહ્યા છે કે, “મારી પાસે પૈસા છે અને હું મદદ કરું છું અને આ સિલસિલો અત્યારથી નહિ પણ આ સિલસિલો 15-20 વર્ષ પહેલાનો છે અને હું જે લોકો હોય તેમની મદદ કરું છું. એટલે તમે આ જે ફાલતુ કોમેન્ટો મારોને કે એક હાથને ખબર ના પડે અને ડાબા હાથને ખબર ના પડે.. અમુક બેને એવું લખ્યું કે ગુપ્તદાન કરો ભાઈ.”

ખજુરભાઈએ એમને જણાવ્યું કે “ભાઈ ગુપ્તદાન તમે કરો તમારાથી થાય તો બાકી જે લોકો મહેનત કરતા હોય જે લોકો મદદ કરે છે ને 2020-21માં તો બને એટલું શોબાજી કરો, બને એટલો દેખાડો કરો, જેથી એ જોઈને બીજા લોકો તો પ્રેરિત થાય બાકી કોઈ શોખ નથી.” આ રીતે નીતિન જાનીએ કોમેન્ટ કરનારા લોકોની બોલતી બંધ કરી દીધી. જો કે તેમનો આ વીડિયો ઘણો જૂનો હોવાનું લાગી રહ્યું છે. તેમને આ વાત મે 2021માં લાઈવ આવીને કહી હતી.

Niraj Patel