ખજુરભાઈએ કચરો વીણતાં માજીને કર્યું આટલું મોટું દાન, જુઓ વીડિયો

50 રૂપિયા મળી જાય નકાર આમતેમ ગાડી હાલ્યા કરે, આ સાંભળતા જ દિલદાર ખજુરભાઈએ અધધધ રકમ રોકડી આપી

ગુજરાતીઓને પેટ પકડીને હસાવનારા ખજુરભાઈ આજે કોમેડી કિંગની જગ્યાએ એક મસીહા તરીકે વધુ ઓળખાય છે, તેમને ઘણા લોકોની મદદ કરી છે અને આજે તેમનું નામ ઘર ઘરમાં ગુંજતું જોવા મળે છે. કોઈપણ લાચાર અને નિરાધાર લોકોની મદદે ખજુરભાઈ તરત જ દોડી આવે છે. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે.

નીતિન જાનીના આ સેવાકીય કાર્યોને લઈને લોકો તેમને હવે ભગવાનની જેમ પુજે છે. ત્યારે તેમના સેવાકીય કાર્ય હજુ પણ અવિરત વહી રહ્યા છે, જે વીડિયો અને તસવીરો સ્વરૂપે નીતિન જાનીના સોશિયલ મીડિયા પર પણ રજૂ થતા જોવા મળે છે. હાલમાં જ નીતિન જાનીએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમના આ સેવાકીય કાર્યની એક ઝલક જોવા મળી રહી છે.

નીતિન જાનીએ એક માજીનો વીડિયો શહેર કર્યો છે, જે રસ્તા ઉપર કચરો વીણી અને પોતાનુ ગુજરાન ચલાવી રહ્યા છે. નીતિન જાની એ માજી પાસે જાય છે અને તેમને આર્થિક મદદ કરવાની સાથે સાથે તેમને પોતાની ગાડીમાં ઘર સુધી મુકવા માટે પણ જતા મળે છે. આ વીડિયોએ ચાહકોના દિલ જીતી લીધા છે.

ખજુરભાઈએ શેર કરેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક માજી લાકડીના ટેકે ચાલી રહ્યા છે અને તેમને એક હાથે લાકડી અને બીજા હાથે એક મોટી કોથળી ખભા ઉપર ઊંચકી રાખી છે, માજી આગળ ચાલતા જાય છે અને તેમને રસ્તા ઉપર કેટલાક કાગળિયા પડેલા જોવા મળે છે, જેને ઉઠાવીને તે કોથળામાં નાખે છે.

એટલામાં જ ત્યાં નીતિન જાની પણ આવે છે અને માજી સાથે વાતચીત કરે છે. પહેલા તે તેમનું નામ પૂછે છે અને પછી તેમના કામ વિશે પૂછે છે ત્યારે માજી કચરો વીણતાં હોવાનું જણાવે છે. જેના બાદ નીતિન જાની તેમને પરિવારમાં કોણ કોણ છે તેના વિશે પૂછે છે, જેના જવાબમાં માજી પોતાની કહાની કહે છે, માજીની વાત સાંભળ્યા બાદ નીતિન જાની તેમને 1-2 હજાર રૂપિયાની આર્થિક મદદ કરે છે અને પછી પોતાની ગાડીમાં તેમને ઘર સુધી છોડવા માટે પણ જાય છે.

આ વીડિયો શેર કરવાની સાથે નીતિન જાનીએ માહિતી પણ કેપશનમાં લખી છે, તેમના જણાવ્યા અનુસાર “રાજકોટમાં આજે 90 વર્ષના માડીને મળ્યો જેના 2 દીકરા ગુજરી ગયા છે અને પોતે કચરો વીણીને 50-60 રૂપિયા કમાય છે, સલામ છે માડીની મહેનતને… રાજકોટ રંગીલુ જ નહી પણ મહેનતુ પણ છે…”

Niraj Patel