ખજૂરમાંથી તમે આમ તો ચટણી, સિંગ ખજૂરના લાડૂ વગેરે બનાવતા જ હશો. પરંતુ આજે અમે એવી હેલ્ધી રેસીપી લઈને આવ્યા છીએ જે ખાવામાં પણ હેલ્ધી ને આરોગ્યવર્ધક પણ છે. ને સાથે સાથે ફેમિલી કે ફ્રેન્ડસ માટે જો તમે કશુક નવું બનાવવા માંગતા હોય તો બનાવો ખજૂર ડ્રાય ફ્રૂટ રોલ બનાવો ને નોધી લો તેની ફોટો સાથેની રેસીપી.
સામગ્રી:
- ખજૂર 500ગ્રામ
- ડ્રાય ફ્રૂટ 50ગ્રામ
- ઘી 4 મોટી ચમચી
- ખસ ખસ 10ગ્રામ
- બટર પેપર 1 નંગ
રીત: સૌપ્રથમ ખજૂર માં થી બીયા કાઢી નાખો પછી એને મિક્સર જાર માં ક્રશ કરી લો અને ખસ ખસ ને પેન માં 1/2 મિનિટ સેકી લો.
ધીમા તાપે પછી અને ડ્રાય ફ્રૂટ ને ઘી માં સેકી લો 2 મિનિટ માટે પછી એક પેન લો એમાં ઘી એડ કરો અને પછી એમાં ખજૂર ની પેસ્ટ એડ કરો અને થોડું હાર્ડ પડશે બરોબર સેકી લો
અને સરખી નરમ પેસ્ટ બની જાયઃ એટલે એમાં ખસ ખસ એડ કરો .
અને પછી એમાં ડ્રાય ફ્રૂટ એડ કરી ને મિક્સ કરી લો .
પછી એને એક બટર પેપર અથવા પ્લાસ્ટિક ની થેલી લઇ લો
અને પછી એને ફ્રીજ માં 2/3 કલાક માટે મૂકી દો
બરોબર સેટ થાય જાયઃ પછી રોલ કટ કરી લો અને એને ખસ ખસ લગાડી લો
તો તૈયાર છે ખજૂર ડરતા ફ્રૂટ રોલ શિયાળા ની સીઝન માં ખુબજ ગુણ કારી છે
તો જરૂર થી બનાવજો અને જણાવજો રેસીપી કેવી લાગી.
રેસીપી ની લિંક જોવા માટે અહીંયા ક્લિક કરો !!
આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ