ફરી એકવાર ચમક્યા લોકલાડીલા ખજુરભાઇ ! 5 દીકરીઓ અને તેમની માતા માટે બનાવ્યુ એવું સરસ મજાનું ઘર કે તમે પણ જોઇ કહેશો વાહ…

નીતિન જાની ઉર્ફે ખજુરભાઇએ 5 દીકરીઓ માટે સાત જ દિવસની અંદર બનાવ્યુ એવું ઘર કે…જોઇ તમે પણ તેમના વખાણ કરતા થાકશો નહિ

નીતિન જાની આજે ગુજરાતનું એક ખુબ જ મોટું નામ બની ગયા છે, તેમણે છેલ્લા થોડા વર્ષોમાં જ એટલા બધા સેવાકીય કાર્યો કર્યા છે કે લોકો આજે તેમને ગરીબોના મસીહા તરીકે ઓળખે છે. નીતિન જાનીનું નામ લેતા જ તેમનો ચહેરો સામે આવી જાય. જિગલી ખજૂરના કોમેડી વીડિયોમાં નીતિન ભાઈને લોકોએ ખુબ જ નિહાળ્યા અને તેમના વીડિયો પર લોકો પેટ પકડીને હસ્યાં પણ ખરા.

નીતિન જાનીએ જિગલી અને ખજૂર દ્વારા કોમેડી વીડિયોની શરૂઆત કરી હતી, જેમાં તેમને ગુજરાતીઓને પેટ પકડીને હસાવ્યા. ત્યારે ખજુરભાઈએ અત્યાર સુધી ઘણા બધા ઘર પણ બનાવી લીધા છે. તે પોતાના સેવાકીય કાર્યોની ઝલક સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરીને આપતા હોય છે.

ત્યારે હાલમાં જ તેમને એક ઘર બનાવ્યું અને આનો વીડિયો પણ તેમણે શેર કર્યો છે. વીડિયોમાં તેઓ 5 દીકરીઓ અને તેમની માતા માટે ઘર બનાવતા જોઇ શકાય છે. તેઓએ આ ઘરમાં ફ્રિજ, ટીવી તેમજ અન્ય ઘણી સુવિધાઓ મૂકાવી છે અને રસોડામાં કરિયાણુ પણ તેમણે આ પરિવાર માટે ભરાવ્યુ છે. નીતિન જાની સૌથી પહેલા તો વીડિયોમાં જણાવી રહ્યા છે કે, ઘરનો સામાન તરુણે એટલે કે તેમના ભાઇએ ઉતાર્યો છે,

કારણ કે તે બીજા ઘરના સામાનના અરેન્જમેન્ટ માટે ગયા હતા. વીડિયોમાં નીતિન જાની અને તરુણ જાની બંને ઘરને સજાવતા અને ઘરમાં બધી વસ્તુઓ ગોઠવતા જોવા મળી રહ્યા છે. નીતિન જાની કહે છે છે કે, આંબડી ગામના પ્રભાબેન દેવીપૂજક અને તેમની 5 દીકરીઓ માટે સાત દિવસની અંદર જ મહેનત કરી ઘર બનાવ્યુ છે.

આ ઘરમાં પૂજા પણ રાખવામાં આવી અને તેઓએ કહ્યુ કે 6 જિંદગી એક સારા આશરામાં સચવાઇ જશે. વીડિયોમાં નીતિન જાની ઘરની ઝલક પણ બતાવતા જોવા મળી રહ્યા છે. તેઓ કહે છે કે આંબડી ગામનો આદર ભાવ જોવા જેવો હતો. તેઓએ નીતિન જાની અને તરુણ જાનીના માથા પર ફેટો પણ બાંધી, ડીજે વગાડી અને ઘોડા પર બેસાડી તેમનું સ્વાગત કર્યુ.વીડયોમાં નીતિન જાની આંબડી ગામનો આભાર પણ માનતા જોવા મળી રહ્યા છે.

તેઓ વીડિયોમાં એક સલાહ આપતા પણ જોવા મળી રહ્યા છે. નીતિન જાની કહે છે કે મહેરબાની કરીને ફટાકડા ન ફોડો, કારણ કે ફટાકડાથી ઘોડાને ઘણી બીક લાગે છે. તેઓ કહે છે કે તેમણે આ વસ્તુ ફીલ કરી છે અને જ્યારે તેઓ ઘોડા પર બેસ્યા ત્યારે આગળ ફટાડકા ફૂટતા હતા અને ત્યારે ઘોડો ડરી ગયો હતો. તેઓ કહે છે કે ઘોડો ખૂબ જ પ્રેમાળ પ્રાણી છે અને તમે તેને જેટલો પ્રેમ આપશો એટલો એ તમને પણ આપશે.

Shah Jina