ગુજરાતના સોનુ સૂદ તરીકે ઓળખાતા ખજુરભાઇ ઉર્ફે નીતિન જાની બંધાયા સગાઇના તાંતણે, જુઓ કોણ છે તેમની મંગેતર

ખજુરભાઇ ઉર્ફે નીતિન જાનીએ કરી સગાઇ, ગુજરાતની આ યુવતિ સાથે બંધાયા સગાઇના તાંતણે, જાણો કોણ છે તેમની ભાવિ પત્ની

ગુજરાતના સોનુ સૂદ તરીકે ઓળખાતા અને લોકો માટે મસીહા બની ચૂકેલા ખજુરભાઈ ઉર્ફે નીતિન જાનીના અંગત જીવનને લઇને એક ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે. નીતિન જાની સગાઇના તાંતણે બંધાયા છે. તેઓએ મીનાક્ષી દવે સાથે સગાઇ કરી છે. ખજુરભાઇએ આ માહિતી તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. ખજુરભાઇએ તેમની સગાઇની તસવીર શેર કરી કેપ્શનમાં પાર્ટનર લખ્યુ હતુ અને તસવીરમાં મીનાક્ષી દવેને પણ ટેગ કરી હતી.

નીતિન જાનીની બીજી પણ તસવીર સામે આવી છે, જે તેમની ભાવિ પત્ની મીનાક્ષીએ શેર કરી છે, જેમાં નીતિન જાની અને મીનાક્ષી દવે સાથે જોવા મળી રહ્યુ છે. નીતિન જાની આ તસવીરમાં યલો ટી શર્ટ અને ઓપન શર્ટમાં જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત તેમની ભાવિ પત્ની મીનાક્ષીસ ડ્રેસમાં જોવા મળી રહી છે. મીનાક્ષા અને ખજુરભાઇ ઉર્ફે નીતિન જાની બંને એકસાથે સુંદર લાગી રહ્યા છે. ખજુરભાઇએ હાલમાં જ તેમની ઇન્સ્ટા સ્ટોરીમાં તેમની સગાઇની તસવીર મૂકી છે. જે બાદ ચાહકો કમેન્ટ સેક્શનમાં તેમને શુભકામનાઓ આપવા માટે તૂટી પડ્યા છે.

સગાઇની તસવીરમાં નીતિન જાની શેરવાનીમાં હેન્ડસમ લાગી રહ્યા છે અને તેમની મંગેતર મીનાક્ષી પણ સુંદર લાગી રહી છે. જણાવી દઇએ કે, ખજુરભાઇએ 8 નવેમ્બરના રોજ જ તેમના ઇન્સ્ટાગ્રામ પર સગાઇની જાણકારી તેમના ચાહકોને આપી હતી. જણાવી દઇએ કે, નીતિન જાનીને કોઇ ઓળખની જરૂર નથી. તેઓ હવે એક એવું નામ બની ગયા છે, જે ગુજરાતના દરેક ગામ અને ઘરમાં ગુંજી રહ્યું છે. નીતિન જાની યૂટયૂબરની સાથે સાથે સમાજસેવી તરીકે પણ ઉભરી આવ્યા છે. તેઓ આખા ગુજરાતમાં લોકપ્રિય છે,

નીતિન જાનીએ ઘણા બધા લોકોને રહેવા માટે પાક્કા મકાન પણ બનાવી આપ્યા છે. નીતિન જાનીના કરિયરની વાત કરીએ તો, તેમણે પોતાના કરિયરની શરૂઆત કોમેડી વીડિયો દ્વારા કરી હતી. તેઓ સોશિયલ મીડિયામાં પોતાના કોમેડી વીડિયો પોસ્ટ કરી અને ગુજરાતીઓને પેટ પકડીને હસાવ્યા હતા. ત્યારે છેલ્લા બે-ત્રણ વર્ષથી તૌકતે વાવાઝોડા સમયે નીતિન જાનીએ લોકોને ખુબ જ મદદ કરી અને તેમની મદદનો પ્રવાહ આજે પણ વહી રહ્યો છે.

ગુજરાતમાં તેમને 200 ઘર બનાવ્યા અને લોકોને આશરો આપ્યો, ત્યારે 200 ઘર બનાવવાની આ ખુશીની ઉજવણી કરવા માટે તે આ કામમાં સહભાગી બનેલા લોકોને લઈને 5 દિવસના દુબઇ પ્રવાસે પણ ગયા હતા. જ્યાંથી તેમણે તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરી હતી.ખજુરભાઈના સેવાકીય કાર્ય જોઈને આજે આખું ગુજરાત તેમને વંદન કરે છે.

ખજુરભાઈ ઉર્ફે નીતિન જાની આજે ગુજરાતના દરેક ઘરમાં પોતાનું નામ બનાવી ચુક્યા છે. તેમણે કેટલાય લોકોને નવું જીવન આપ્યું છે, ઘણા લોકોને રોજગારી આપી છે તો ઘણા લોકોને તેમણે પાક્કા ઘર પણ બનાવી આપ્યા છે. તો થોડા સમય પહેલા જ તેમણે બે અનાથ બાળકો માટે જે કર્યું હતું તે જોઈને પણ સૌ કોઈ તેમને વંદન કરી રહ્યું હતું.

નીતિન જાનીએ બે અનાથ બાળકો જેમના માતા પિતા કેટલાય વર્ષો પહેલા જ ગુજરી ગયા હતા તેમના માટે એક સરસ ઘર બનાવ્યું,ઘરની અંદર જીવન જરૂરિયાતની તમામ સુવિધાઓ વસાવી આપી અને તેના કારણે જ લોકોએ ખજુરભાઈને વંદન કર્યા હતા, ખજુરભાઈનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો. જે બાદ પીએમ મોદીની નજરમાં પણ આવ્યો હતો અને તેઓ તે બંને બાળકો જય અને અવીને પણ મળ્યા હતા.

Shah Jina