ધાર્મિક-દુનિયા

ભારતમાં અહીંયા છે ગણેશજીની મોટી પ્રતિમા, દર્શન કરતા જ પૂર્ણ થાય છે મનોકામના..

મધ્ય પ્રદેશના ઈંદૌરમાં સ્થિત ખજરાના ગણેશ મંદિરના ચમત્કાર ભક્તોમાં ખુબ જ લોકપ્રિય છે.આ દેશનું એક વિશ્વ પ્રસિદ્ધ ગણેશજીનું મંદિર છે.ખજારાના ગણેશજીના મંદિર સાથે જોડાયેલી એ માન્યતા છે કે તે ભક્તોની દરેક મનોકામનાને પૂર્ણ કરે છે.પોતાની મનોકામના પૂર્ણ થાવા પર ભક્તો અહીં ગણેશજીની મૂર્તિની પીઠ પર સાથિયો બનાવે છે અને ભગાવન ગણેશજીને લાડવાનો પ્રસાદ પણ ચઢાવે છે.

Image Source

માન્યતા અનુસાર કહેવામાં આવે છે કે આ પ્રાચીન મંદિરનું નિર્માણ 1735 માં હોલ્કર વંશની મહારાણી અહિલ્યા બાઈ હોલ્કરે કરાવ્યું હતું.આ મંદિરમાં ગણપતિની મૂર્તિ માત્ર સિંદૂરથી જ સ્થાપિત કરવામાં આવી છે.આ મંદિર મુખ્ય રીતે ગણપતિજીનું જ છે.માન્યતાઓ પ્રમાણે શ્રદ્ધાળુઓ આ મંદિરની ત્રણ પરિક્રમા કરે છે અને મંદિરની દીવાલ પર દોરા-ધાગા પણ બાંધે છે.

Image Source

ખજરાના મંદિરના ભગવાન ગણેશ મંદિર નિર્માણ માટે સ્થાનીય પંડિત મંગલ ભટ્ટને સપનામાં આવ્યા હતા.આ સપના વિશે તેણે બધાને જાણ કરી હતી,જેના પછી રાણીઅ અહિલ્યા બાઈ હોલ્કરે આ સપના વિશે સાંભળ્યું તો તેમણે તેને ખુબ જ ગંભીરતાથી લીધું અને સપનાના અનુસાર તે જગ્યા પર ખોદકામ કરાવડાવ્યું તો તેવી જ ભગવાન ગણેશજીની પ્રતિમા પ્રાપ્ત થઇ. જેના પછી અહીં મંદિરનું નિર્માણ કરાવામાં આવ્યું.ત્યાં એક જલકુંડ પણ છે જે મંદિરની એકદમ સામેની બાજુએ છે.આજે ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાવાને લીધે આ મંદિરને વિશ્વ સ્તરની ખ્યાતિ પ્રાપ્ત થઇ ચુકી છે.

Image Source

33 મંદિરો છે આજુ-બાજુમાં:
ખજરાના મંદિરની આસપાસ અન્ય પણ નાના-મોટા કુલ 33 મંદિરો આવેલા છે, જે અનેક દેવી દેવતાઓને સમર્પિત છે.આ મંદિરોમાં ભગવાન રામ, શિવ, માં દુર્ગા, સાઈ બાબા હનુમાનજી જેવા અનેક દેવી દેવતાઓના મંદિરો છે. મંદિરના ગ્રાઉન્ડમાં એક પ્રાચીન પીપળાનું ઝાડ પણ છે. કહેવામાં આવે છે કે આ પીપળાનું ઝાડ પણ લોકોની મનોકામનાને પૂર્ણ કરે છે.આ સિવાય મંદિરમાં ગણેશજીના સિવાય માં દુર્ગા,મહાકાલેશ્વરની ભૂમિગત શિવલિંગ,ગંગાજીની મગરમચ્છ પર જલધારા મૂર્તિ,વગેરે છે. અહીં શનિદેવનું મંદિર પણ છે.

Image Source

બુધવારે મંદિરનું વિશેષ મહત્વ:
જો કે ગણેશજીની પૂજા અર્ચના દરેક શુભ કામ કરતા પહેલા કરવામાં આવે છે પણ ખજરાના મંદિરમાં સૌથી વધારે ભીડ બુધવારે હોય છે. આ મંદિરમાં બુધવારે ગણેશજીની પૂજા કરવાનું વધારે શુભ માનવામાં આવે છે.આ દિવસે અહીં વિશેષ રૂપે આરતી કરવામાં આવે છે.

Image Source

પહેલું આમંત્રણ ગણેશજીને:
પરંપરાના અનુસાર લગ્ન,જન્મદિવસ જેવા કોઈ શુભ કામ હોય તો સૌથી પહેલા ગણેશજીને આમંત્રિત કરવામાં આવે છે. લોકો આ મંદિરમાં આવીને સિંદૂરનું તિલક લગાવે છે.સ્થાનીય લોકો માને છે કે ઈંદૌર શહેર કે આસ-પાસ થનારા કોઈપણ શુભ કાર્ય કે સાંસ્કૃતિક આયોજનોમાં પહેલું આમંત્રણ ખજરાના ગણેશજીને મોકલવામાં આવે છે, નહિતર કામ અધૂરું માનવામાં આવે છે.

Image Source

ગણેશજીની પીઠ પર કરે છે ઉલ્ટો સાથિયો:
ખજરાના મંદિરમાં જે પણ શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના લઈને આવે છે તેઓ પહેલા બાપાના પીઠ પર ઊંધો સાથિયો બનાવે છે,જયારે તેઓની મનોકામના પૂર્ણ થઇ જાય પછી તેઓ જ ફરીથી આવીને બાપાની પીઠ પર સીધો સાથિયો બનાવે છે.

Image Source

ટિમ ઇન્ડિયાના ક્રિકેટરો પણ આવે છે મંદિરના દર્શને:
ટિમ ઇન્ડિયાના ક્રિકેટરો જ્યારે પણ ઇન્દોર આવે છે, તેઓ બાપાના દર્શને ચોક્કસ આવે છે.ટિમ ઇન્ડિયાના ખિલાડીઓ ખજરાના ગણેશજીને સુપર સિલેક્ટર માને છે.બાપાનો આશીર્વાદ મળ્યા પછી જ તેઓ ટીમમાં સિલેક્ટ થાય છે અને સારું એવું પ્રદર્શન કરે છે.

Image Source

સૌથી ધની છે ઈંદૌરના ખજરાના ગણેશજી:
દેશના સૌથી ધની ગણેશ મંદિરોમાં ખજરાના ગણેશજીનું નામ પણ લેવામાં આવે છે.અહીં ભક્તો દ્વારા કરવામાં આવેલા દાનને લીધે જ અહીંની સંપત્તિ બેહિસાબ છે.જ્યારથી અહીં ઓનલાઇન દાન કરવાની વ્યવસ્થા શરૂ થઇ છે ત્યારથી મંદિરની સંપત્તિમાં ઘણો વધારો થયો છે.

Image Source

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks