આ 3 દીકરીઓએ મળીને બાપને કુહાડીથી કાપી કરી હત્યા, પછી ત્રણેય દીકરીઓ બોલવા લાગી આવું

જાણો કેમ ત્રણ બહેનોએ બાપને પતાવી દીધો

માતા-પિતા દરેક સંતાનો માટે ભગવાન સમાન હોય છે, પરંતુ હાલમાં જ એક કિસ્સો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ ચર્ચાઓ રહ્યો છે, જેમાં ત્રણ બહેનોએ ભેગા મળી અને પોતાના પિતાની હત્યા કરી નાખી છે.

આ ત્રણ બહેનોએ જ્યારે તેના પિતા સુઈ રહ્યા હતા ત્યારે તેમની આંખમાં મરચું નાખી અને ત્યારબાદ ચાકુ અને હથોડાથી તેમની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ તેમને પોલીસને પણ તરત ફોન કરી દીધો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ત્રણેય બહેનોની ધરપકડ પણ કરી હતી. તેના પિતાના શરીર ઉપરથી ચાકુના 30 ઘાવ મળી આવ્યા હતા.

આ કિસ્સો બન્યો છે રૂસમાં, જ્યાં ત્રણ સગી બહેનોએ પોતાના પિતાની હત્યા કરી છે. જ્યારે તે બહેનોને હત્યાનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેમને જણાવ્યું કે તેના પિતા તેમને શારીરિક અને માનસિક પીડા આપતા હતા, તેમજ યૌન પ્રતાડન પણ કરતા હતા. આ ઉપરાંત તમને ઘરની અંદર જ કેદીની જેમ જ રાખવામાં આવતા હતા. જેના કારણે તેમને તેમના પિતાની હત્યા કરી નાખી છે.

આ ઘટના લગભગ અઢી વર્ષ પહેલા બની છે પરંતુ રુસની અંદર હવે આ બહેનોને કોર્ટ દ્વારા હત્યાની દોષી માની લેવામાં આવી છે ત્યારે સામાન્ય જનતા તે બહેનોના સમર્થનમાં આવી છે અને તેમને આવું પોતે પીડિત હોવાના કારણે કર્યું હોવાનું જણાવામાં આવી રહ્યું છે.

આ ત્રણેય બહેનો પોતાના માતા-પિતા સાથે રહેતી હતી. તેની માતાને પણ પિતા દ્વારા પ્રતાડનનો સામનો કરવો પડ્યો હતો અને ઘર છોડવું પડ્યું હતું. ત્યારબાદ તેમને પોતાની માતાને પણ મળવાની અનુમતિ હતી નહીં.

YC