કરોડો ફેન્સનું દિલ જીતનાર KGFના દિગ્ગજ હીરો યશ કમાય છે કરોડો રૂપિયા, તેના પિતાજી ચલાવતા બસ

બસ ડ્રાઈવરનો દીકરો ‘રૉકી’ આજે છે નંબર 1 હીરો, પિતા ચલાવતા બસ

સાઉથ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ એક્ટર યશની ફિલ્મ KGF ચેપ્ટર 2 બોક્સ ઓફિસ પર છવાઇ છે. ફિલ્મે ફર્સ્ટ ડે જ 53.95 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મે હિન્દી ભાષામાં માત્ર 2 જ દિવસમાં 100 કરોડ ઉપરનો બિઝનેસ કરીને ઈતિહાસ રચ્યો છે. ફિલ્મે બીજા દિવસે હિન્દીમાં 46.79 કરોડ અને ત્રીજા દિવસે શનિવારે 42.90 કરોડની કમાણી કરી હતી.

ફિલ્મે રવિવારે ફરી એકવાર 50 કરોડથી વધુની કમાણી કરી છે. KGF ચેપ્ટર 2 હિન્દી બોક્સ ઓફિસ પર બે દિવસ 50 કરોડથી વધુનો નેટ બિઝનેસ કરનાર એકમાત્ર ફિલ્મ બની છે. ફિલ્મ KGF ચેપ્ટર 2એ પહેલા વીકએન્ડમાં જ વર્લ્ડ વાઈડ 500 કરોડનો બિઝનેસ કર્યો હતો. એવી અપેક્ષા છે કે આ ફિલ્મ આવતા વિકના અંત સુધીમાં વિશ્વભરમાં 1000 રૂપિયાનું કલેક્શન પણ કરી લેશે. ટ્રેડ એનાલિસ્ટ મનોબાલા વિજયબાલને ફિલ્મની કમાણીના આંકડા શેર કર્યા છે.

મનોબાલાના ટ્વિટ પ્રમાણે, સુપર હિટ ફિલ્મ KGF 2 એ 4 જ દિવસમાં લગભગ 552 કરોડની કમાણી કરી લીધી છે અને ફર્સ્ટ ડે દિવસે 165.37 કરોડ, બીજા દિવસે 139.25 કરોડ, ત્રીજા દિવસે 115.08 કરોડની કમાણી કરી હતી. જ્યારે વિશ્વભરમાં ફિલ્મે ચોથા દિવસે એટલે કે રવિવારે 132.13 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ રીતે ફિલ્મે 4 દિવસમાં 551.83 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.


સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું દમદાર નામ જેને કેજીએફ ફિલ્મ દ્વારા આખા દેશમાં એક આગવી ઓળખ બનાવી દીધી, તેના અભિનય અને સ્ટાઇલથી લોકોના દિલ ઉપર રાજ કરવા લાગ્યો એવા યશનો આજે જન્મ દિવસ છે. યશ આજે ફિલ્મોમાં કામ કરીને કરોડો રૂપિયાની કમાણી કરે છે પરંતુ શું તમે જાણો છો કે તેના પિતા આજે પણ એક બસ ડ્રાઈવર તરીકે કામ કરે છે ? આ ઉપરાંત તમે એ પણ નહિ જાણતા હોય કે યશનું સાચું નામ પણ અલગ છે.

યશનું સાચું નામ નવીન કુમાર ગૌડા છે, જેનો જન્મ 8 જાન્યુઆરી 1986ના રોજ થયો હતો. તે સ્ટેજ નેમ યશથી ઓળખાય છે અને તેણે મોટાભાગે કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે. તે કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી વધુ કમાણી કરનારા કલાકારોમાંથી એક છે. ચાહકો તેને પ્રેમથી ‘રોકિંગ સ્ટાર’ પણ કહે છે.

યશે વર્ષ 2008માં ફિલ્મ “મોગીના મનસુ”થી ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે ‘રાજધાની’, ‘ડ્રામા’, ‘ગુગલી’, ‘રાજા હુલી’, ‘મિસ્ટર એન્ડ મિસિસ રામચારી’, ‘માસ્ટરપીસ’ અને ‘KGF: ચેપ્ટર 1’ સહિત ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો.

કરોડો કમાતા યશના પિતા અરુણ કુમાર BMTC ટ્રાન્સપોર્ટ સર્વિસમાં ડ્રાઈવર તરીકે કામ કરે છે. કહેવાય છે કે યશના પિતાને તેમનું કામ ગમે છે. તેથી જ તે સુપરસ્ટારના પિતા હોવા છતાં પોતાનું કામ પૂરા સમર્પણ સાથે કરે છે. યશની માતા પુષ્પા ગૃહિણી છે. તેની એક બહેન પણ છે, જેનું નામ નંદિની છે.

યશે તેમનું બાળપણ મૈસૂરમાં વિતાવ્યું અને અભ્યાસ પૂરો કર્યા પછી અભિનય શીખવા માટે બિનાકા નાટક મંડળમાં જોડાયા. આ પછી યશે ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું, પરંતુ 2008માં તેને પહેલી ફિલ્મ મળી, જેમાં તેની કો-સ્ટાર રાધિકા પંડિત હતી, જે આજે તેની પત્ની અને બે બાળકોની માતા છે.

YC