મનોરંજન

KGF સ્ટાર યશ બીજી વાર બન્યો પિતા, પત્ની રાધિકા પંડિતે આપ્યો બેબી બોયને જન્મ

ગત વર્ષની સૌથી ધમાકેદાર અને પોપ્યુલર ફિલ્મ પૈકી એક કેજીએફના સુપરસ્ટાર યશના ઘરે એક નાનકડા મહેમાનનું આગમન થયું છે. યશની પત્ની રાધિકા પંડિતે બીજા બાળકને જન્મ આપ્યો છે. યશની પહેલાથી જ એક દીકરી છે જેનું નામ આયરા છે. આયરાનો જન્મ 2 ડિસેમ્બર 2018ના રોજ થયો હતો. યશ કન્નડ ફિલ્મોમાં સુપર સ્ટાર છે. કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં યશ-રાધિકાને પાવર કપલ માનવામાં આવે છે.


એક મીડિયા રિપોર્ટના જણાવ્યા અનુસાર, રાધિકાને બેંગ્લોરની ફોર્ટિસ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી. જ્યાં તેને પુત્રને જન્મ આપ્યો હતો. માતા અને બાળક બન્ને સ્વસ્થ છે. પરંતુ યશના પરિવારે હજુ સુધી કોઈ પૃષ્ટિ નથી કરી. બીજી વાર ગર્ભવતી થવાની ખબર રાધિકાએ બેબી શાવરના ફોટો સોશિયલ મીડિયામાં શેર કરીને આપી હતી.


રાધિકાએ એક ઇન્ટરવ્યૂમાં તેની બીજી પ્રેગ્નેન્સીને લઈને જણાવ્યું હતું કે, અમારા નસીબમાં 2 વખત જલ્દી માતા-પિયા બનવાનું હશે. મને લાગે છે કે આ ભગવાનના આશીર્વાદ જ છે. અમે લકી છીએ કે અમને બીજીવાર એ લોકોને ખુશખબરી દેવાનો મૌકો મળ્યો જે અમને પ્રેમ કરે છે. અમે અમારા પરિવારમાં વધુ એક સદસ્યને આવવાની રાહ જોઈએ છે.


દિવાળીની શુભેચ્છા પાઠવતો એક વિડીયો યશે તેના ફેન્સ માટે સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. આ વીડિયોમાં યશ તેની પત્ની રાધિકા અને 10 મહિનાની પુત્રી આર્યા સાથે નજરે ચડે છે. તેની પુત્રીની પહેલી દિવાળી પર યશ અને તેની પત્ની ઘણા ખુશ નજરે આવે છે.


કન્નડ ફિલ્મ સ્ટાર યશે 2016માં કન્નડ ફિલ્મ એક્ટ્રેસ રાધિકા સાથે લગ્ન કર્યા હતા. 2018માં તેની ઘરે નાની પરીનું આગમન થયું હતું.

 

View this post on Instagram

 

Nam chweetuuuu wish madtha idale😘😘😍ನಮ್ಮ ಪುಟ್ಟ ❣️AYRA❣️chweetuuuu & YR’s ಕಡೆಯಿಂದ ಎಲ್ಲರಿಗೂ ದೀಪಾವಳಿ ಹಬ್ಬದ ಪ್ರೀತಿಯ ಶುಭಾಶಯಗಳು😍😍 . . Follow @radhika_pandit_girls Follow @radhika_pandit_girls @iamradhikapandit @thenameisyash @nandiniarunkumar21 @gourangpandit @mangalapandit @toothless_rex @sahlovesrayray @directorpriya.v #nimmarp #radhikapandit #radhikapandith #nimmayashofficial #nimmayash #iamradhikapandith #iamradhikapandit #yashomarga #yash #yashradhika #ayra #thenameisyash #sandalwood #sandalwoodactress #tollywood #bollywood #radhika_pandit_official

A post shared by Radhika_pandit_official (@radhika_pandit_girls) on


Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.