ફિલ્મ ‘કેજીએફ’થી ફેન્સના દિલ પર રાજ કરવાવાળો અભિનેતા યશે એક વિડીયો શેર કરીને ફેન્સને ખુશખબરી આપી છે. હાલમાં જ 6 મહિનાની તેની પુત્રી આર્યાનું નામ એનાઉંસ કરીને યશ અને તેની પત્ની રાધિકા પંડિતે તેના ફેન્સને સરપ્રાઈઝ આપી ચોંકાવી દીધા હતા.
યશ અને તેની પત્ની ફરી એક વાર માતા-પિતા બનવાના છે. યશે તેની પુત્રી આર્યાની તસ્વીર શેર કરીને મજેદાર રીતે આ ઘોષણા કરી હતી. આ વીડિયોના કેપ્સનમાં તેની ફિલ્મના નામ જાહેર કરતા લખ્યું હતું કે, ‘YGF chapter 2′ આ વિડીયો બહુજ સરસ રીતે બનાવવામાં આવ્યો છે. અને તેમાં લખ્યું છે કે,’હાઈ એવરીવન, હું આર્યા। તમને લોકોને વિશ્વાસ નહીં આવે. પરંતુ મે પણ હમણાં જ સાંભળ્યું છે.મારા પપ્પા સ્પીડની વાત કરતા હતા. પણ આટલી જલ્દી ? એક મિનિટ રોકો। શું આટલી જલ્દી છે કે પછી એનાઉંસ કરવામાં મોડું થઇ ગયું છે.? પરંતુ મને વિશ્વાસ છે કે, તમે લોક ખુશ થશો. હું પણ ખુશ છું. કારણકે મારા પેરેન્ટ્સ ફરીથી માતા-પિતા બનશે.બેબી નંબર 2 માટે. તો શું મારે રમકડાં શેર કરવા પડશે? ઠીક છે સ્વેગ સે કરેંગે ઉસકા સ્વાગત। આર્ય યશ’
View this post on Instagram
YGF chapter 2 ❤❤🍼🍼 ಮತ್ತೊಂದು ಸಿಹಿ ಸುದ್ದಿ ನಿಮ್ಮ ಪ್ರೀತಿ ಹಾರೈಕೆ ನಮ್ಮ ಕುಟುಂಬದ ಮೇಲಿರಲಿ 🙏
વિડીયો જોયા બાદ ફેન્સ લગાતાર તેને બધાઈ આપે છે. આ વીડિયોને 5 લાખ લોકોએ પસંદ કરી ચુક્યો છે. આ પહેલા યશે અખાત્રીજના શુભ અવસર પર તેની પહેલઈ પુત્રીની તસ્વીર શેર કરી હતી. યશની પહેલી દીકરીનું નામ આર્યા છે. આર્યા હજુ છ મહિનાની છે. યશે હાલમાં જ તેની પુત્રીના નામકરણનો વિડીયો શેર કર્યો હતો. યશ અને રાધિકા ડિસેમ્બરમાં જ માતા-પિતા બન્યા હતા.
View this post on Instagram
Introducing our lil angel.. ❤ ನಮ್ಮದೇ ಉಸಿರಿನ ಮಗಳೆಂಬ ಕನಸಿಗೆ ಇಂದು ಹೆಸರಿಟ್ಟ ಸಂಭ್ರಮ❤❤❤ ಹರಸಿ ಹಾರೈಸಿ🤗🤗…
6 વર્ષ ડેટ કર્યા બાદ એક્ટ્રેસ રાધીકાએ 2016માં યશ સાથે લગ્નગ્રંથીથી જોડાઈ હતી. બન્નેએ 4 ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. કામની વાત કરીએ તો યશની ફિલ્મ કેજીએફ ચેપટર-1એ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી હતી.કલેક્શનના મામલામાં ફિલ્મએ ઘણા રેકોર્ડ તોડ્યા હતા.ફિલ્મમાં યશની એક્ટિંગ ઘણી સારી હતી.યશ હવે કેજીએફ ચેપટર2 ની તૈયારીમાં છે.
View this post on Instagram
Prove your existence… Go vote !!! 😎 ಮತ ಚಲಾಯಿಸಿ..ನಿಮ್ಮ ಅಸ್ತಿತ್ವವನ್ನು ಸಾಬೀತುಪಡಿಸಿ !!
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks