બૉલીવુડની ફિલ્મોની જેમ સાઉથની ફિલ્મોના પણ લોકો દીવાના છે. ત્યારે થોડા દિવસ પહેલા જ આવેલા KGF ચેપટર-2ના ટિઝરે બધા જ રેકોર્ડ પણ તોડી નાખ્યા, દર્શકોએ આ ટીઝર ખુબ જ જોયું અને તેમાં પણ રોકીની સ્ટાઇલના તો ચાહકો દીવાના બની ગયા.

કેજીએફમાં જોવા મળેલો રોકી ફિલ્મમાં જેટલો ધાંસુ બતાવવામાં આવ્યો છે હકીકતના જીવનમાં પણ એટલો જ ધાંસુ છે. તે અસલ જીવનમાં કરોડોની સંપત્તિ અને આલીશાન ઘરનો માલિક છે. ચાલો જોઈએ તેના જીવન વિશે.

યશનું અસલી નામ નવીન કુમાર ગૌડા છે. પહેલા તે કન્નડ ટીવી સિરિયલ માટે કરતો હતો. અત્યાર સુધી યશે 20 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે. અને તેની ફિલ્મો પણ ખુબ જ હિટ રહે છે. જેના કારણે તેના ફોલોઅર્સ પણ ખુબ જ છે અને તેમાં પણ KGF બાદ તો તેનો ચાહકવર્ગ દુનિયાભરમાં ફેલાઈ ગયો છે.

યશે 2007ની અંદર ફિલ્મ “જંબાડા હુડુંગી” દ્વારા ડેબ્યુ કર્યું હતું, આ ફિલ્મ બાદ યશની કીર્તિ વધતી ચાલી ગઈ અને તેને ક્યારેય પાછળ વળીને નથી જોયું.

મીડિયા રિપોર્ટ પ્રમાણે જોઈએ તો યશ લગભગ 50 કરોડની પ્રોપર્ટીનો માલિક છે. યશ પાસે બેંગલુરુની અંદર લગભગ 4 કરોડની કિંમતનો આલીશાન બંગલો છે.

જો ગાડીઓની વાત કરવામાં આવે તો યશ પાસે 1 કરોડની કિંમતની ઓડી ક્યુ 7 અને 80 લાખની રેન્જ રોવર ઉપરાંત ઘણી જ લક્ઝુરિયસ કાર છે.

એક ફિલ્મ માટે કરોડો રૂપિયા ચાર્જ લેનારા યશના પિતા એક બસ ડ્રાઈવર છે. તેમનું નામ અરુણ કુમાર છે. તેમને જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમને યશને ડ્રાઇવિંગ કરીને જ ભણાવ્યો હતો.

અરુણ કુમાર આજે પણ બસ ડ્રાઈવિંગ કરે છે. અને તેઓ આ પ્રોફેશનને છોડવા નથી માંગતા, તે જણાવે છે કે આ પ્રોફેશનના કારણે આજે યશ આ જગ્યાએ છે જેના કારણે તે તેમાં જોડાયેલા રહેવા માંગે છે.

યશ સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ રહે છે. તેને કન્નડ અભિનેત્રી રાધિકા પંડિત સાથે લવ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ તેમને બે બાળકો પણ છે.