જયારે બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થયો હતો ‘રોકી’ KGF સ્ટાર યશની એ ફિલ્મો વિશે જરૂરથી જાણો

એક સમય એવો પણ હતો જયારે યશની ફિલ્મો ખરાબ રીતે ફ્લોપ થતી, રોકી ભાઇ આજે કરી રહ્યા છે કરોડો લોકોના દિલ પર રાજ

KGF ચેપ્ટર 2એ રિલીઝ સાથે બોક્સ ઓફિસ પર ધમાકો મચાવી દીધો હતો. પબ્લિક અને ક્રિટિક્સે યશની ફિલ્મને ફુલ માર્ક્સ આપ્યા. રોકી ભાઈ તરીકે યશે જે જોરદાર અભિનય કર્યો છે તે જોઈને મોટા સ્ટાર્સનો પરસેવો છૂટી ગયો હતો. KGFના રોકી ભાઈ બધાના ભાઈ બની ગયા છે. ‘રોકી’ પર માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશમાં હાજર તેના ચાહકો પણ પ્રેમ વરસાવી રહ્યા છે. KGF 2 એ બોક્સ ઓફિસ પર બમ્પર ઓપનિંગ કરી હતી. ભારતમાં તમામ વર્ઝનમાં ફિલ્મની કમાણી શાનદાર રહી. આ ફિલ્મના બંને ચેપ્ટર અદ્ભુત હતા.

એ જ રીતે, તેના ગીતો પણ હતા, જેને સાંભળ્યા પછી ફરીથી ફિલ્મ જોવાનું મન થાય. પરંતુ શું તમે જાણો છો કે જેના કારણે ‘રોકી’ એટલે કે યશ આટલો પોપ્યુલર થયો હતો, તે જ ‘રોકી’એ તેને એક વખત ખરાબ રીતે હરાવ્યો હતો. અરે રસ્તા પર નહીં પરંતુ કમાણીની દૃષ્ટિએ. વર્ષ 2008માં એક ફિલ્મ આવી હતી, જેનું નામ હતું ‘રોકી’. KGFની જેમ આમાં પણ યશ રોકીનું પાત્ર ભજવી રહ્યો હતો. જો કે આ ફિલ્મ વધુ સારું કરી શકી નહિ. તે SK નાગેન્દ્ર દ્વારા દિગ્દર્શિત કન્નડ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હતી.

પરંતુ યશનો જાદુ આમાં કામ ન કરી શક્યો અને બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ખરાબ રીતે પીટાઈ ગઈ. આ ફિલ્મને ક્રિટિક્સ તરફથી પણ નેગેટિવ રિસ્પોન્સ મળ્યો હતો. 5 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ વધુ કમાણી કરી શકી ન હતી અને ફ્લોપ રહી હતી. આ ફિલ્મમાં તે કોલેજ ચોકલેટ બોયની ઈમેજ સાથે સ્ક્રીન પર આવ્યો હતો. પરંતુ તેનો નિર્દોષ ચહેરો થિયેટરોમાં ભીડને એકત્ર કરવામાં નિષ્ફળ ગયો.

પરંતુ 10 વર્ષ પછી 2018માં, તેણે ના માત્ર નિરાશ લોકોને જ ખુશ કર્યા, પરંતુ લાખો અને કરોડો નવા ચાહકો પણ બનાવ્યા. રોકી બે યુવાનોની લવ સ્ટોરી પર આધારિત છે. રોકી (યશ) ઉષા (બિયાંકા દેસાઈ)ના પ્રેમમાં પડે છે. બંને કોલેજમાં પહેલી વાર મળે છે અને રોકીને પહેલી નજરમાં જ પ્રેમ થઈ જાય છે. પણ ઉષા રોકીને પ્રેમ કરતી નથી. ઉષાને કોઈ બીજા પર ક્રશ છે. તે સંગીતકાર વિશ્વાસના પ્રેમમાં છે. વિશ્વાસ અંડરવર્લ્ડ ગુંડા નંદાનો નાનો ભાઈ છે.

જ્યારે રોકીને આ વાતની ખબર પડે છે ત્યારે તે ઉષા અને વિશ્વાસ માટે ડેટ ગોઠવે છે. કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે વિશ્વાસ પણ ઉષાના પ્રેમમાં પડી જાય છે. પછી કહાની  લવ ટ્રાયેંગલ બની જાય છે. વિશ્વાસ ઉષા સાથે લગ્ન કરવા માંગે છે. ત્યાં રોકી તેમના સંબંધોને તોડવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરે છે. કોઈ પણ સંજોગોમાં તે ઉષાને પોતાની બનાવવાનો પ્રયત્ન કરે છે. હવે આની આગળની કહાની જાણવા માટે તો તમારે ફિલ્મ જોવી પડશે.

Shah Jina