મનોરંજન

KGF-2 ટીઝર આવ્યું સામે, યશ અને સંજય દત્તનો ધમાકેદાર અંદાજ મળ્યો જોવા, હવે દર્શકો ફિલ્મ જોવા માટે થયા ઉત્સાહિત

બોલીવુડની સાથે સાથે લોકો સાઉથ ફિલ્મોના પણ દીવાના હોય છે અને એમાં પણ “બાહુબલી” બાદ આવેલી ફિલ્મ “KGF” દર્શકોને ખુબ જ પસંદ આવી હતી. છેલ્લા ઘણા સમયથી દર્શકો “KGF-2″ની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હવે તેનું ટીઝર સામે આવ્યું છે.

Image Source

છેલ્લા કેટલાય સમયથી એ વાત જાહેર થઇ ચુકી હતી કે કેજીએફ-2ની અંદર અભિનેતા સંજય દત્ત પણ જોવા મળવાનો છે જેને લઈને દર્શકો પણ ખુબ જ ઉત્સાહિત હતા, ત્યારે હવે આ ફિલ્મમનું ટીઝર જોઈને જ દર્શકો આ ફિલ્મની રાહ જોવા લાગી ગયા છે.

કેજીએફ ચેપટર 2ના ટીઝરને રિલીઝ કરવાની સાથે એક્સેલ એન્ટરટેટમેન્ટ દ્વારા લખવામાં આવ્યું છે કે “એક વાયદો જે કરવામાં આવ્યો હતો તેને પૂરો કરવામાં આવ્યો છે. રોકિંગ સ્ટારને જન્મ દિવસની શુભકામનાઓ.”

આ ફિલ્મની અંદર સંજય દત્ત અધીરાના પાત્રની અંદર નજર આવશે. સંજય દત્તે બે દિવસ પહેલા જ પોતાના સોશિયલ મીડિયાની અંદર આ ફિલ્મનું એક પોસ્ટર રિલીઝ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Sanjay Dutt (@duttsanjay)

સંજય દત્ત અને યશ ઉપરાંત આ ફિલ્મની અંદર રવીના ટંડન, શ્રીનિધિ શેટ્ટી, પ્રકાશ રાજ સાથે બીજા સ્ટાર્સ પણ જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન પ્રશાંત નીલ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મના ટીઝરમાં જ રોકી ઉર્ફે યશનો એક શાનદાર અંદાજ જોવા મળી રહ્યો છે.

ફિલ્મનું ટીઝર ખુબ જ વાયરલ થઇ રહ્યું છે. હવે દર્શકો આ ફિલ્મ આવવાની રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે આ ફિલ્મ સિનેમાઘરમાં રિલીઝ થાય તેવી શક્યતા છે.