10 નવેમ્બર પછી કેતુ બદલશે ચાલ, આ 3 રાશિઓ પર આવશે મોટું મહાસંકટ, આર્થિક તંગી આવશે

જ્યોતિષ શાસ્ત્રમાં કેતુને એક રહસ્યમય અને માયાવી છાયા ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. નવગ્રહોમાં સૌથી જટિલ ગણાતા કેતુની ચાલમાં આવનારું પરિવર્તન કેટલીક રાશિઓ માટે વિશેષ ચિંતાનું કારણ બની શકે છે. વર્તમાનમાં હસ્ત નક્ષત્રમાં ગોચર કરી રહેલા કેતુ, 10 નવેમ્બરથી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે.

સૂર્યના સ્વામિત્વ હેઠળના આ નક્ષત્રમાં કેતુનો પ્રવેશ શુભ માનવામાં આવતો નથી. સૂર્ય અને કેતુ વચ્ચેના વૈમનસ્યને કારણે આ ગોચર દરમિયાન અશુભ પરિણામોની સંભાવના રહે છે. આ પરિવર્તનની અસર ત્રણ રાશિઓ પર વિશેષ રૂપે જોવા મળશે.

મેષ રાશિના જાતકો માટે આ સમય પડકારજનક રહેશે. કેતુની અસર તેમને વધુ આક્રમક બનાવી શકે છે. એકલતા અને ચિંતાનો અનુભવ થઈ શકે છે. આર્થિક આવકમાં અવરોધ, નોકરીમાં તણાવ અને વિદ્યાર્થીઓની એકાગ્રતામાં ઘટાડો થઈ શકે છે. પ્રેમ સંબંધો અને સ્વાસ્થ્ય બાબતે સાવચેતી આવશ્યક છે.

સિંહ રાશિ, જેના અધિપતિ સૂર્ય છે, તેમના માટે આ ગોચર વિશેષ ચિંતાજનક છે. આ સમયગાળા દરમિયાન તેઓ વધુ સંવેદનશીલ બની શકે છે. આર્થિક મુશ્કેલીઓ, વેપારમાં નુકસાન અને કર્જની સંભાવના રહેલી છે. પારિવારિક સંબંધોમાં તણાવ ઉદ્ભવી શકે છે.

મીન રાશિના લોકોને ભાવનાત્મક અસ્થિરતાનો સામનો કરવો પડી શકે છે. વ્યાવસાયિક વિકાસમાં અવરોધ, નાણાકીય તંગી અને શૈક્ષણિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પ્રેમ સંબંધોમાં ઉથલપાથલ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવી શકે છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતીની વિશ્વસનીયતાની ગેરંટી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી પબ્લિશ થઇ છે.

Divyansh