પાપી ગ્રહ કેતુ ચાલ બદલતાની સાથે જ આ રાશિઓનો થશે ભાગ્યોદય, જુઓ આ નવેમ્બર મહિનાથી કઈ રાશિઓનું ચમકાશે કિસ્મત

કેતુ ગ્રહ ટૂંક સમયમાં સૂર્યના નક્ષત્રમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં આ 3 રાશિઓને માન-પ્રતિષ્ઠા મળી શકે છે. 10 નવેમ્બરના રોજ કેતુ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 20 જુલાઈ 2025 સુધી અહીં જ બિરાજમાન રહેશે. આ નક્ષત્રનો સ્વામી સૂર્ય છે. જ્યોતિષમાં કેતુને છાયા ગ્રહ માનવામાં આવે છે. માટે એનું ખાસ મહત્વ છે, તેની આ ગ્રહની સ્થિતિ બદલાતા દરેક રાશિના લોકો પર અસર જરૂર પડે છે. તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે.

કેતુ મોક્ષ આપવા વાળો ગ્રહ માનવામાં આવે છે. પરંતુ આ બધામાં સૌથી મુશ્કેલ પાપી ગ્રહ પણ માનવામાં આવે છે. હાલ રાહુ હસ્ત નક્ષત્રમાં છે જે 10 તારીખે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. એવામાં અમુક રાશિઓને વિશેષ લાભ થઈ શકે છે. તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે, જેને રાહુની ઉલટી ચાલથી ફાયદો થશે. જણાવી દઈએ કે, રાહુ અને કેતુ બંને હંમેશા વક્રી માર્ગે આગળ વધે છે.

મેષ

આ રાશિના લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઈ શકે છે. પરંતુ ગુરુની દ્રષ્ટિને કારણે તે ઓછી અસરકારક હોઈ શકે છે. આ સિવાય સુખ, સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થવાની સાથે સંપત્તિમાં પણ વધારો થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. તમે તમારા બાળકો વિશે થોડી ચિંતિત રહી શકો છો. પરંતુ સમય સાથે આ તણાવ ઓછો થઈ શકે છે. એકંદરે, કેતુના નક્ષત્રમાં પરિવર્તન મેષ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

કર્ક

આ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ભાઈ-બહેનો સાથેના સંબંધો સારા રહેશે. સોશિયલ મીડિયા, આધ્યાત્મિકતા, ફાઇનાન્સના ક્ષેત્રમાં કામ કરતા લોકોને ઘણો ફાયદો મળી શકે છે. માન-સન્માન વધી શકે છે. વર્ષ 2025માં થોડી સાવધાની રાખવાની જરૂર છે. આર્થિક સ્થિતિની સાથે સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર થઈ શકે છે.

સિંહ

કેતુનું નક્ષત્ર બદલવું આ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કેતુ નક્ષત્રમાં પરિવર્તનને કારણે આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ થઈ શકે છે. તમને વિદેશમાં શિક્ષણ મેળવવાની તક મળી શકે છે. ઘર, મિલકત વગેરે ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે. આયાત-નિકાસમાં પણ તે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ગુરુની દ્રષ્ટિ હોવાને કારણે દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે-સાથે અઢળક ધન પણ કમાઈ શકે છે. વર્ષ 2025માં થોડી સાવધાની રાખવાની જરૂર છે.

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Twinkle