7 જૂનથી મંગળ અને કેતુનો યુતિથી બને છે અંગારક યોગ, આ રાશિઓના જાતકોની ચમકશે કિસ્મત, ખુલશે ભાગ્યના દ્વાર,મળશે લાભ જ લાભ

જૂન મહિનામાં મંગળ-કેતુની યુતિને કારણે સિંહ રાશિમાં અંગારક યોગ બની રહ્યો છે. આના કારણે 12 રાશિઓમાંથી ત્રણ રાશિના જાતકો પર શુભ પ્રભાવ પડી શકે છે અને કેટલીક પરિસ્થિતિઓમાં અશુભ પ્રભાવ પડી શકે છે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, 7 જૂનથી મંગળ ગ્રહ સિંહ રાશિમાં પ્રવેશ કરી કેતુ સાથે યુતિ બનાવશે. આ બંને ક્રૂર ગ્રહોની યુતિ “કુજ-કેતુ યોગ” બનાવી રહી છે, જે કેટલીક રાશિઓ માટે પડકારજનક સાબિત થઈ શકે છે.જ્યોતિષ શાસ્ત્ર મુજબ 7 જૂનથી મંગળ ગ્રહ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. મંગળ નવ ગ્રહોમાં સેના પક્ષના પ્રમુખ માનવામાં આવે છે અને તેનો સ્વભાવ ઉગ્ર ગણાય છે. આ વખતે તે ત્યાં પહેલાથી હાજર રહેલા કેતુ સાથે યુતિ બનાવી રહ્યો છે, જેને “કુજ-કેતુ યોગ” કહેવામાં આવે છે.

મંગળ અને કેતુ બન્ને ગ્રહોનું મિલન આક્રમકતા, જુસ્સો, ઉર્જા તેમજ ક્રોધમાં વધારો કરી શકે છે. જો કે, જાતક આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ અનુભવી શકે છે. આ પરિસ્થિતિઓમાં ત્રણ રાશિના જાતકો પર સારી અસર પડશે, પરંતુ આ યુતિના કેટલાક અશુભ પ્રભાવ પણ જોવા મળી શકે છે.

મિથુન રાશિ

કેતુ-મંગળની યુતિ એ મિથુન રાશિના જાતકો માટે સકારાત્મક પરિવર્તનનું કારક બની શકે છે. જાતકોની ઈચ્છાઓમાં વધારો થઈ શકે છે. આધ્યાત્મિકતા તરફ લગાવ વધી શકે છે. સમાજમાં માન-સન્માનની વૃદ્ધીથી આત્મવિશ્વાસમાં વધારો શકે છે. જાતક લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળ થશે. આત્મનિરીક્ષણ દ્વારા જાતક પોતાના મનમાં રહેલા પ્રશ્નોના જવાબો શોધી શકશે. બીજી બાજુ જાતકો ભૌતિક સુખ પ્રાપ્ત કરી શકશે.

સિંહ રાશિ

મંગળ અને કેતુની યુતિ સિંહ રાશિના જાતકોને લાભ જ લાભ કરાવશે. આ રાશિના જાતકો ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે. ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળશે. કેતુના કારણે જાતક પોતાને જાણવાનો પ્રયાસ કરશે. સરકારી નોકરી શોધી રહેલા જાતકોને સારી માહિતી મળી શકશે. ધાર્મિક યાત્રા પર જવાનો કાર્યક્રમ બની શકે છે. જીવનમાં શાંતિ મેળવવા માટે જાતકો આધ્યાત્મિકતાનો માર્ગ અપનાવી શકે છે. જો કે, કેતુના પ્રભાવને કારણે જાતકો પોતાના ભવિષ્યને લઈને ચિંતિત રહેશે.

ધન રાશિ

અંગારક યોગ એ ધન રાશિના જાતકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જાતકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળી શકે છે. જાતક ઘણી ધાર્મિક યાત્રાઓ પર જઈ શકે છે. સાધના, ધ્યાન અને પ્રાણાયામ તરફ ઝુકાવ વધશે. જીવનમાં ખુશીઓ આવશે. કાર્યસ્થળમાં સ્થાનાંતરણના રસ્તા ખુલશે. નવી નોકરી મેળવવાની ઈચ્છા પૂર્ણ થશે. તમને મિત્રો અને પરિવાર તરફથી સહયોગ મળશે. તમારા બાળકો તરફથી સારા સમાચાર મળવાની શક્યતા છે.

(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)

Raina
error: Unable To Copy Protected Content!