પતિ રસિક દવેના નિધનના 2 દિવસ પછી કેતકી દવેએ કર્યું આ કામ, ચારેબાજુ થઇ રહ્યા છે વખાણ

અભિનેત્રી કેતકી દવે હાલના સમયમાં મુશ્કિલ સમયમાંથી પસાર થઇ રહી છે. કેતકીના પતિ અને સિનિયર અભિનેતા એવા રસિક દવેનું 28 જુલાઈના રોજ નિધન થયું હતું. 65 વર્ષના રસિક દવેનું કિડની ફેલ થવાને લીધે નિધન થયું હતું. 15 દિવસ સુધી તે હોસ્પિટલમાં રહ્યા હતા, છતાં પણ તે જીવનની જંગ હારી ગયા હતા. રસિક દવેના આવી રીતે અચાનક ચાલ્યા જવાથી પત્ની અને બંને બાળકો પર આફત આવી પડી હતી. એવામાં સમાચાર મળ્યા કે પતિના નિધનના બે દિવસ બાદ જ કેતકી પોતાનું દુઃખ ભૂલીને પોતાના કામ પર પરત ફરી છે.

પોતાના કામ પર પરત ફરવાની જાણ કેતકીએ આપી છે. એક ઇન્ટરવ્યૂમાં કેતકીએ કહ્યું કે,”હું નથી ઇચ્છતી કે લોકો મારા દુઃખનો ભાગ બને.લોકોને પોતાની ખુશીમાં શામિલ કરવા જોઈએ”.આટલા મોટા આઘાત બાદ કેતકી માટે ફરીથી કામ પર આવવું ખુબ હિંમતની વાત છે.કેતકીનું કહેવું છે કે સ્ટેજ પર ગયા બાદ તે માત્ર એક અભિનેત્રી કેતકી દવે છે.

હું જલ્દી મારા કિરદારમાં આવી જાઉં છું જેમાં કેતકીની પર્સનલ લાઈફ ચરિત્રમાં નથી આવતી. કાલે સુરતમાં એક ડ્રામાં શો હતો, હું ત્યાં ગઈ હતી.કેતકીએ 28 જુલાઈથી એક દિવસ પણ પોતાના કામમાંથી રજા નથી લીધી અને લગાતાર કામ કરી છે. કેતકીએ કહ્યું કે તેને બાળપણથી જ કહેવામાં આવ્યું છે કે તેના કામમાં કોઈ અડચણ આવવું ન જોઈએ.

જયારે હું સશક્ત હતી ત્યારે મેં કામ માટે રિપોર્ટ કર્યો. એક પ્રોજેક્ટમાં માત્ર મને એકલી જ નહિ પણ પૂરી ટીમને શામિલ કરવામાં આવે છે. શો પહેલાથી જ બુક કરવામાં આવે છે અને હું નથી ઇચ્છતી કે કોઈને મારા લીધે નુકસાન થાય.

જણાવી દઈએ કે કેતકીની ઉંમર 62 વર્ષ છે અને તે દિગ્ગ્જ અભિનેત્રી સરિતા જોશીની દીકરી છે. કેતકીએ ઘણી ગુજરાતી ફિલ્મો અને હિંદી ફિલ્મોમાં અભિનય કર્યો છે. કેતકીએ ગુજરાતી સ્ટેજ દ્વારા કારકિર્દીની શરૂઆત કરી હતી પણ તેને સાચી લોકપ્રિયતા ક્યોંકિ સાસ ભી બહુ બહુ થી દ્વારા મળી હતી.

કેતકી દવેએ આમદની અઠાની ખર્ચા રૂપૈયા, મની હૈ તો હની હૈ, કલ હો ના હો, હેલો હમ લલન બોલ રહે હૈ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે અને નચ બલિયે-2, બિગ બોસ-2, બહેને, ક્યોંકિ સાસ ભી કભી બહું થી જેવા ટી શોમાં કામ કર્યું છે.

Krishna Patel