ખબર

ગુજરાતના પૂર્વ CM કેશુભાઇ પટેલને અચાનક આ તકલીફ થતા થયું નિધન, જાણો વિગત

લાગી થયું છે કે, 2020નું વર્ષ કે બહુ જ ખરાબ રીતે વીતી રહ્યું છે. હાલમાં જ ગુજરાતના દિગ્ગ્જ નરેશ-મહેશની જોડીએ આ દુનિયાને અલવિદા કહ્યું છે. હજુ આ આઘાતમાંથી બહાર નીકળ્યા નથી ત્યારે ગુજરાતના ભાજપના દિગ્ગજ નેતાનું મોત નીપજ્યું છે.

ગુજરાતના પૂર્વ સીએમ કેશુભાઈ પટેલનું હાલમાં જ નિધન થયું છે. કેશુભાઈની તબિયત નાદુરસ્ત થતાં તેઓને સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિધન થયું હોવાના સમાચાર મળી રહ્યા છે.
કેશુભાઈની કોરોનાની સારવાર ચાલી રહી હતી. જે બાદ તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ પણ આવ્યો હતો. બાપા કોરોનાનો જંગ જીતી ગયા હતા પરંતુ જિંદગી સામે જંગ હારી ગયા હતા.

બાપા તરીકે જાણીતા કેશુભાઈનો જન્મ 24 જુલાઈ 1928ના રોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં થયો હતો. કેશુભાઈએ જાહેર અને રાજકીય જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. કેશુભાઈ પટેલએ 2 વખત મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા. 2001માં તબિયત ના તંદુરસ્ત હોવાને કારણે  રાજીનામુ આપ્યું હતું.

કાર્ડિયાક અરેસ્ટના કારણે કેશુભાઇનું અવસાન થયુ છે.

વધુ વિગતની રાહ જોવાઈ રહી છે.